Mahakal WhatsApp Status in HindiStat Now!

ટૂંકા (એક વાક્યના) સુવિચારો ગુજરાતીમાં | Shorts Two line Suvichar text SMS in Gujarati Language

અમે એકત્રિત કરેલ શ્રેષ્ઠ Shorts Two line Suvichar in Gujarati Language for Whatsapp with HD DP and Instagram caption । ટૂંકા અને બે લીટીના સુવિચારો કે જે તમે Social Media(Whatsapp, Facebook, Instagram, વગેરે...) પર share કરી શકો છો.
short suvichar gujarati, two line suvichar in gujarati, gujrati suvichar on life, gujarati thought for life, soneri suvichar gujarati, kadvu satya suvichar gujarati, dharmik, suvichar gujarati, motivational suvichar in gujarati, good morning gujarati suvichar god, safalta suvichar in gujarati, success suvichar in gujarati, positive suvichar in gujarati
shorts two-line good thoughts OR suvichar in Gujarati language

Best Suvichar in Gujarati

જ્ઞાન થી શબ્દ સમજાય અને... અનુભવ થી અર્થ

કિંમત બંનેની ચૂકવવી પડે છે બોલવાની પણ અને ચૂપ રહેવાની પણ

જીંદગી ની સૌથી મોટી બચત લોકોના દિલમાં તમે બનાવેલી જગ્યા છે

આંખે જોયેલી અને કાને સાંભળેલી વાત પર જ વિશ્વાસ કરવો કારણકે...
દુનિયા EDITING કરીને SHARE કરવામાં હોંશિયાર છે.

પારકી વાત કરવી હોય તો સારી હોય તે જ કરવી અને... ખરાબ વાત કરવી હોય તો પોતાની જ કરવી.

કોઈ પારકાની વાત પર ભરોસો કરી ને પોતાના ને પારકા ના કરી દેતા.

જીભ તોતડાય એ કુદરતનો દોષ છે પરંતુ....
જીભ તોછડાય એ આપણો દોષ છે

ઉંમરથી માન જરૂરથી મળે છે પણ... આદર તો વ્યવહારથી જ મળે છે

વાત અને મુલાકાત હંમેશા ટુંકમાં પતાવો, માન વધશે અને વજન પણ પડશે

ઘણી વખતે વ્યકિતની સુંદરતા કરતાં સરળતા વધારે સ્પર્શી જાય છે

હૃદય પર કોતરી રાખજો: વર્ષનો દરેક દિવસ સર્વોત્તમ દિવસ છે

કોઈના સંસ્કાર અને ચારિત્ર્ય નું પરીક્ષણ કરવા માંગતા હોવ તો એને સત્તા આપો

વ્યક્તિનું અડધું સૌંદર્ય એના મેસેજ માં હોય છે.

બીજાની નજરમાં જેવા દેખાવા ઈચ્છો છો તેવા જ બનવાનો પણ પ્રયત્ન કરો

ઓળખાણ ભલે મોટા માણસોની અપાતી હોય પણ...
કામમાં તો નાના માણસો જ આવે છે.

motivational suvichar in gujarati for School

ખરાબ સમયમાં સમજદાર વ્યક્તિ રસ્તો શોધે છે અને કમજોર વ્યકિત બહાનું.

લાયક થવુ હોય તો પ્રયત્નો તો કરવા જ પડે,
બાકી ઉંમરલાયક તો બાંકડે બેઠાં બેઠાં પણ થઈ જવાય.

મહેનત નો નશો કરો, બીમારી સફળતાની થશે.

જિંદગીમાં ક્યારેય ગભરાશો નહીં.
દૂધ ફાટવાથી એ લોકો જ ગભરાય છે,
જેને પનીર બનાવતા નથી આવડતું.

જીવનમાં તમારી પાસે કંઇ જ બચ્યું ના હોય ત્યારે પણ ભવિષ્ય તો બાકી જ હોય છે.

નિયમ જ્યારે નિશ્ચય બની જાય...
જીવન ત્યારે સફળ બની જાય.

ભાગ્યને બીજી પેઢી નથી હોતી અને...
પુરુષાર્થને આખો વંશવેલો હોય છે.

જીવનમાં એટલો સંઘર્ષ તો કરી લેવો કે આપણા બાળકનો આત્મવિશ્વાસ વધારવા માટે કોઈ બીજાના દાખલા ના આપવા પડે.

માર્ગદર્શન સાચું હોય તો દીવા નો પ્રકાશ પણ સૂર્ય જેવું કામ કરી જાય છે.

આળસથી કટાઈ જવા કરતાં મહેનતથી ઘસાઈ જવું વધુ સારું છે.

પરિશ્રમ આપણને ત્રણ આફતોથી ઉગારે છે: કંટાળો, કુટેવ અને જરૂરિયાત.

ફકત એ જ આળસુ નથી જે કંઈ જ નથી કરતો
આળસુ તો એ પણ છે જે વધુ સારું કામ કરી શકે છે, પણ કરતો નથી.

સફળતા ક્યારેય કાયમી હોતી નથી, નિષ્ફળતા માટે પણ આ જ વાત લાગુ પડે છે.

પરિણામ મધ 🍯 જવું મીઠું જોઈતું હોય તો મધમાખી 🐝 ની જેમ સંપી ને રહેવું પડે

સફળતાના કપડાં તૈયાર નથી મળતા એને સીવવા માટે મહેનતનો દોરો જોઈએ છે

પુસ્તકો રોજ નથી લખાતા છાપા રોજ છપાય છે, એટલે જ એક કબાટમાં સચવાય છે અને બીજું પસ્તીમાં વેચાય છે.

જો તમે કોઈ વાતને સરળ રીતે અને ટુંકમાં સમજાવી શકતા નથી, તો એટલું જ સમજવું કે તમે પોતે જ એ વાત સમજ્યા નથી.

Positive suvichar in gujarati

ઈર્ષાળુઓ તમને પાણી પર ચાલતા જોઇને પણ એમ જ કહેશે કે આને તો તરતાં પણ નથી આવડતું.

જીવનમાં દરેક વખતે સાચા જ નિર્ણય લેવા એ ખોટી આશા છે.
માણસ તરીકે ખોટા નિર્ણય લેવા, તેના પરિણામ ભોગવવા અને તેમાંથી કંઈ પાઠ લઈ ને શીખવું એ જ વાસ્તવિકતા છે.

જીવનમાં નિષ્ફળતા બે કારણોથી મળે છે.
1. વગર વિચારે કરેલ કામથી અને...
2. માત્ર વિચારતા જ રહીને ન કરેલાં કામથી.

સફળ લોકો બીજાને મદદ કરવાની તક શોધે છે, જ્યારે અસફળ લોકો તેમાં પોતાનો ફાયદો શોધે છે

જે લોકો તમારી સાથે બોલવાનું બંધ કરશે એ લોકો તમારા વિશે બોલવાનું શરૂ કરશે.

soneri suvichar in gujarati | kadvu satya suvichar in gujarati

સલાહ હંમેશા હારેલા વ્યકિત ની માનવી અને...
અનુભવ હંમેશા જીતેલા વ્યક્તિનો લેવો.

નથી ની ચિંતા છોડો, છે નો આનંદ માણો.

માળા બદલો, મંદિર બદલો કે ભગવાન બદલો પણ...
સારા પરિણામ માટે જ્યાં સુધી એક વાર તમારા વિચાર ન બદલો ત્યાં સુધી બધું નકામું.

જીવન માં સુખી થવું હોય તો, કોઈને શિખામણ ના આપવી,
બુદ્ધિશાળી ને તેની જરૂર નથી અને ગાંડા માનવા ના નથી.

જે સમસ્યાનું કોઈ સમાધાન નથી, એ સમસ્યા નથી પણ હકીકત છે.

નવરા બેસવું પણ નબળા વિચારો વાળા સાથે ન બેસવું

અઘરા સમયમાં ખભા પર મુકેલો હાથ, સફળતા વખતે ની તાળીઓ કરતાં વધારે મૂલ્યવાન હોય છે.

અભિમાન એ વાદળ જેવું હોય છે જે...
ચમકતાં સૂર્યને પણ ઢાંકી દે છે

સત્યના મહત્વનું ઉદાહરણ એ જ છે કે જૂઠ બોલવા માટે પણ સત્ય જેવું વાતાવરણ ઊભું કરવું પડે છે.

મેલાં ને ઢંગધડા વિનાનાં કપડાંથી જો આપણને શરમ આવતી હોય તો પછી મેલાં ઢંગધડા વિનાનાં વિચારોથી તો આપણે સવિશેષ શરમાવું જોઈએ.

માણસની ભૂલો ને માફ કરી શકાય, ચાલાકીઓ ને નહીં.

સત્ય હંમેશા પોતાના આત્મામાં છુપાયેલું રહે છે, લોકોના અભિપ્રાયમાં નહીં.

સુંદરતા અને વ્યક્તિત્વની હરીફાઈમાં બાજી હંમેશા વ્યક્તિત્વ જ મારી જાય છે.

પોતાના જ ઘરમાં પારકું લાગે એનું જ નામ ધડપણ.

પોતાની મસ્તીમાં જીવતી વ્યક્તિને કોઈની વાહ વાહ ની જરૂરત હોતી નથી.

સત્ય બધાને સાંભળવું ગમે છે, માત્ર એ પોતાના વિશે ન હોવું જોઈએ.

જે પ્રગટે છે તે અજવાળું કરે છે પણ જે બળે છે એ માત્ર રાખ કરે છે

વખાણોના પુલ નીચેથી જ મતલબ ની નદી વહેતી હોય છે

સુખી થવાના ઘણાં રસ્તા છે પણ બીજા કરતાં વધારે સુખી થવા નો કોઈ પણ રસ્તો નથી

life suvichar gujarati

ધારેલું ના મળે, મળેલું ના ગમે અને ગમેલું ના ટકે એનું જ નામ જીવન.

જમવું તો મા-બાપ ભેગું, ભલે ને ઝેર હોય. રહેવું તો ભાઈઓ સાથે, ભલે ને વેર હોય.

વધારે દૂર જોવાની રાહ માં નજીક નું ઘણું બધું જતું રહે છે.

બે પ્રકારના લોકો થી હંમેશા સાવધ રહો:

૧. જે તમારામાં ખામી નથી તેની ટીકા કરનારથી
૨. જે તમારામાં ખૂબી નથી તેની પ્રશંસા કરનારથી

એવા લોકો માટે સમુદ્ર ઓળંગવા નું રહેવા દો, જે લોકો તમારા માટે ખાબોચિયું કૂદવા પણ... તૈયાર ન હોય.

જે દિવસે આપણે એવું સમજવા લાગીશું કે...
સામે વાળો વ્યક્તિ ખોટો નથી માત્ર એના વિચારો જ આપણાથી જુદા છે,
એ દિવસથી જીવનના બધા જ દુઃખો સમાપ્ત થઈ જશે.

જે પોતાના સુખમાં બધાને ભાગીદાર બનાવે છે,
તેના દુઃખમાં બધા ભાગીદાર બને છે

Dharmik suvichar in gujarati

ધર્મ તો ફક્ત રસ્તો જ બતાવે છે, મુકામ પર તો માત્ર કર્મ જ પહોચાડે છે

માત્ર પોતાનો જ ધર્મ સૌથી ઊંચો છે એ સાબિત કરવા માટે માણસ સૌથી નીચે પડી ગયો છે.

મહાવીર ચિત્રમાં નહીં ચરિત્રમાં હોવા જોઈએ.

અદા બદલે છે, ચહેરા બદલે છે.
માણસ છે, માનતાઓ પૂરી ન થાય તો ભગવાન પણ બદલે છે.

Sambandh Suvichar Gujarati

સંબંધ ના પારખાં તો દુઃખરૂપી પાનખરમાં જ થાય,
બાકી સુખના વરસાદમાં તો બધા પાંદડા લીલા જ લાગે

આંસુના મોલ ના હોય, પણ જે ખરા સમયે લૂછી જાય એ અણમોલ હોય.

માટી ની ભીનાશ જેમ વૃક્ષના મૂળ ને પકડી રાખે છે તેમ, શબ્દો ની મીઠાશ મનુષ્ય નાં સંબંધો ને પકડી રાખે છે.

સંબંધ ચાહે કોઈ પણ હોય, પાસવર્ડ એક જ હોય છે... વિશ્વાસ

પોતાનું સંપૂર્ણ જીવન આપીને પાણી ઝાડને ઉછેરે છે એટલે જ...
પાણી કોઈ દિવસ લાકડાને ડૂબવા દેતું નથી.

મા-બાપ નું પણ કંઇક એવું જ હોય છે

છાંયડો વડ નો હોય કે વડીલો નો હમેશાં ઠંડક જ આપે.

Gujrati Suvichar on Life

આપણી અડધી જિંદગી જૂની પેઢીને સમજવામાં જાય છે અને બાકીની અડધી નવી પેઢીને સમજાવવામાં જાય છે.

દરેક વાર્તા ત્યાં સુધી જ રસપ્રદ છે, જ્યાં સુધી તમે કે હું એનું પાત્ર નથી

બધા જ લોકોથી આપણે કંઇક શીખવાનું છે.

સારા લોકો પાસે થી શું કરવું જોઇએ તે અને
ખરાબ લોકો પાસે થી શું નહીં કરવું જોઈએ તે

હંમેશા યાદ રાખજો ભુતકાળ માં આંટો મરાય, રહેવાય નહી

પગરખા,પહેરવેશ અને પરીચિતો, જો વારંવાર દુઃખી કરે, તો સમજી લેવું કે તે આપણા માપના નથી

matrubhasha gujarati suvichar

ભાષા એ શરીરનો એક અદ્રશ્ય ભાગ છે જેમાં માણસનું આખું ચરિત્ર દેખાય છે.

Environment day gujarati suvichar

AC નું બિલ એ ઝાડ કાપી નાખવાનું ભાડું છે.

Sad Suvichar in Gujarati

ઇર્ષા એ કમર ના દુખાવા જેવી છે, એક્સ રે માં પણ ના આવે અને નિરાંતે બેસવા પણ ના દે.

જેમણે ખવડાવીને મોટા કર્યા છે,
તેમની જ ખોરાકી સંતાનો ને ભારે પડે છે.

પહેલાં બે માણસ ઝગડતા ત્યારે ત્રીજો છોડાવવા આવતો.
આજકાલ જમાનો એવો આવ્યો કે ત્રીજો વિડીયો ઉતારવા માંડે છે.

બીજાનું સુખ જોઇને દુ:ખી થનારો ક્યારેય સુખી થઈ શકતો નથી.

ઝેરનો પ્રશ્ન જ ક્યાં છે, ઝેર તો હું પી ગયો, બધાને એક જ વાંધો છે કે હું કેવી રીતે જીવી ગયો.

જ્યારે તમે કોઈની સાથે ખાનગીમાં ખુશ/નારાજ છો, ત્યારે તમારે તેને Social Media પર સાબિત કરવાની જરૂર નથી

જો તમને અમારા ભેગા કરેલા શ્રેષ્ઠ Shorts Two line Suvichar in Gujarati Language for Whatsapp with HD DP and Instagram caption । ટૂંકા અને બે લીટીના સુવિચારો ગમે તો તમે અમને સારી comment કરી શકો છો તથા social Media જેવા કે Whatsapp, Facebook, Instagram, વગેરે... માં like & Share કરી શકો છો. તમારી like, Share & Comment અમને ખુબજ પ્રેરણા આપે છે.

1 comment

  1. Nice brother tamari website ne customise sari kari se
© 2017 - Wishes SMS. All rights reserved.