हनुमान भक्तों के लिए बायोEdit Now!

Relationship Deep Feelings Gujarati Suvichar, quotes & Status | લાગણી અને પ્રેમ વચ્ચેનો સંબંધના સુવિચાર

Relationship love and feelings Gujarati Suvichar quotes Status. Friends enjoy best Gujarati thoughts thats express deep feeling in relationship.

Embarking on a journey of love and relationships can be both exhilarating and challenging. It takes dedication, understanding, and the ability to navigate the depths of emotion. In this article, we delve into the world of Relationship Deep Feelings Gujarati Suvichar, quotes & Status, providing you with a source of inspiration as you navigate your own relationship journey.

Gujarati suvichar, or thoughtful sayings, offer a unique perspective on love and life. They are a heartfelt expression of emotions, capturing the essence of experiences that resonate with all. From the profound wisdom of ancient philosophers to the lyrical beauty of contemporary poets, these suvichar provide a guiding light for those seeking insights into relationships and human connection.

relationship deep feelings suvichar in gujarati, relationship deep feelings quotes in gujarati, relationship deep feelings status in gujarati
Relationship Deep Feelings Gujarati Suvichar, quotes & Status

Relationship Deep Feelings Gujarati Suvichar, quotes & Status

શંકા મુસીબત ના પહાડો ઊભા કરે છે અને વિશ્વાસ તેમાંથી રસ્તાઓ નું નિર્માણ કરે છે

સંબંધ ચાહે કોઈ પણ હોય, પાસવર્ડ એક જ હોય છે...
વિશ્વાસ

સેહલું નથી જીવન નું સૌંદર્ય માનવું,
ભાષા શીખવી પડે છે સાહેબ લાગણીની!!!

જ્યારે Wife કરતાં WiFi અને પતિ કરતાં પોસ્ટ મહત્વની થઈ જાય ત્યારે જીવનનું network ગોટાળે ચડી જાય છે

આંસુના મોલ ના હોય, પણ જે ખરા સમયે લૂછી જાય એ અણમોલ હોય.

સંબંધ અને સંપત્તિ મુઠ્ઠી ભરો તો રેતી છે અને વાવતા રહો તો ખેતી છે.

કોઈ પારકાની વાત પર ભરોસો કરી ને પોતાના ને પારકા ના કરી દેતા.

અઘરા સમયમાં ખભા પર મુકેલો હાથ, સફળતા વખતે ની તાળીઓ કરતાં વધારે મૂલ્યવાન હોય છે

જે પોતાના સુખમાં બધાને ભાગીદાર બનાવે છે,
તેના દુઃખમાં બધા ભાગીદાર બને છે

ઓળખાણ ભલે મોટા માણસોની અપાતી હોય પણ કામમાં તો નાના માણસો જ આવે છે

પોતાની ભાવનાઓ પહેલાં બીજાના અધિકારો નો વિચાર કરો.
પોતાના અધિકારો પહેલાં બીજાની ભાવનાઓ નો ખ્યાલ રાખો.

સમજણ એટલે વ્યક્તિ બે, વિચાર એક.

માં બાપ પર પણ એટલો જ વિશ્વાસ રાખો જેટલો દવા પર રાખો છો બેશક થોડા કડવા હશે પણ તમારા ફાયદા માટે જ હશે.

માપી માપી ને સંબંધ રાખનારા ઓ ના ત્રાજવાં હંમેશા ખાલી હોય છે

ચોખ્ખું કહો, સાચું કહો, સામે કહો.
જે સમજે તે આપણાં, નહીંતર નામના.

સંબંધોની કોઈ કિંમત નથી હોતી, તેની કિંમત તો સમય આવે ત્યારે જ સમજાય છે

તમે આવો અને સન્માન મળે તેના કરતાં તમે જાઓ ત્યારે ખોટ વર્તાય એ વધારે સારું.

લોકો ગમે તેવા હોય એમનો સ્વીકાર કરો પણ...
જ્યાં મૂકવા જેવા હોય તે સ્થાને જ મૂકો

જયારે તમારી માનીતી બ્રાન્ડેડ બોલપેન અગત્યના સમયે સહી કરવા ચાલતી નથી ત્યારે...
ઢાંકણાં વગરની, તરછોડેલી, સસ્તી બોલપેન જ કામમાં આવે છે.
સંબંધમાં પણ આ વાત ધ્યાન રાખજો.

વિશ્વાસનું વસ્ત્ર ફાટી જાય ત્યારે પ્રેમનાં થીગડા સંબંધ બચાવી શકતા નથી.

મૌન એટલે સામે વાળી વ્યક્તિનું સન્માન જાળવવા, ન વ્યક્ત થતી લાગણીઓ નો સમૂહ

કોઇ જીવ ને ભલે ચણ ન નાખો પણ...
કોઈ ના જીવન મા અડચણ ન નાખો.

કાનમાં કહેલી વાત જ્યારે જાહેરમાં આવે ત્યારે સમજી લેવું કે સાંભળનાર વ્યક્તિ ભરોસાપાત્ર નથી.

અમુક સંબંધ એટલે બગડવા દેવા જોઇએ કે જેથી તમારું આખું જીવન ના બગડે.

પારકી વાત કરવી હોય તો સારી હોય તે જ કરવી અને ખરાબ વાત કરવી હોય તો પોતાની જ કરવી.

તાકાત ની જરૂર ત્યારે પડે જયારે કઈ ખોટું કરવું હોય,
બાકી પ્રેમ અને મેહનત થી દુનિયામાં બધું જ મળે છે...

પગરખા, પહેરવેશ કે વ્યક્તિ જો વારંવાર દુઃખી કરે તો...
સમજી લેવું કે તે આપણા માપ ના નથી...

ખાલી સુગંધ થી જ ફૂલ ના થવાય,
સમય આવે એટલે ખરવાની હિંમત પણ હોવી જોઈએ...

જેમને સબંધ માટે સમય ન હતો કાઢ્યો,
આજે એમના માટે સમય કાઢવા કોઈ સબંધ નથી!!!

રોટલી કમાવી એ મોટી વાત નથી સાહેબ પણ...
પરિવાર સાથે બેસીને ખાવી એ મોટી વાત છે...

એકલતા સુ હોય છે પૂછો ક્યારેય તાજમહેલ ને...
જોવા તો બધા આવે છે પણ સાથે રેહનાર કોઈ નઈ...

બંને તરફ થી લાગણી થાય તો જ સબંધ સચવાય, એક બાજુ થી સેકો તો રોટલી પણ બળી જાય છે...

તાપણાં અને આપણા બંને ની એક ખાસિયત છે સાહેબ, બહુ દૂર પણ નઈ સારુ અને બહુ નજીક પણ નઈ સારુ..🌿

શિયાળા માં લોહી વહેતુ રાખવા માટે એક તાપણું જોઈએ પણ...
લાગણી ને વહેતી રાખવા માટે એક આપણું જોઈએ💞💞

ઓવરટેક કરવામાં એટલું ધ્યાન રાખજો સાહેબ કે...
બધાથી આગળ નીકળી ક્યાંક એકલું ના થય જવાય....🙏🙏

એ સબંધ ક્યારેય નથી તૂટતો સાહેબ જેમાં...
રિસાવા વાળું Perfect હોય અને...
માનવવા વાળું Expert હોય....

વ્યક્તિમાં સુંદરતાની ખોટ હોય તો સારા સ્વભાવ થી પૂરી શકાય છે પણ...
સારા સ્વભાવ ની ખોટ કદી સુંદરતાથી પૂરી શકાતી નથી.....🙏

વાત ઈગો ઉપર આવીને અટકે છે ત્યારે...
સબંધો વેન્ટિલેટર ઉપર આવી જાય છે..!!

ષડયંત્ર રચનાર, કાવતરાં કરનાર, ચક્રવ્યૂહ ઘડનાર આપણા પોતાના જ હોય છે કાલે પણ...
આ જ સત્ય હતું આજે પણ આ જ સત્ય છે..!!

એકાદ અનુભવ તો તમને પણ...
હશે સરવાળે કોઈક અંગત જ નડે છે..!🌹

વિશ્વાસ હશે તો મોન પણ સમજાશે સાહેબ,
વિશ્વાસ નહી હોય તો શબ્દોમાં પણ ગેરસમજ થશે...🙏

જે ઘર માં વડીલો ની સલાહ લેવામાં નથી આવતી,
એ ઘર માં સમય જતા વકીલો ની સલાહ લેવામાં આવે છે...

માણસ પોતાના ખરાબ સમય ને તો ભૂલી જાય છે પણ...
ખરાબ સમય માં ખરાબ વર્તન ને ક્યારેય નથી ભૂલતો...🙏

કાતો રીત બદલો, કાતો વિચારો બદલો સાહેબ... દરેક વખતે વ્યક્તિ બદલાવાથી તમારો સબંધ નઈ સુધારે... 🙏

પાણી ને પણ તરવું હોય તો બરફ બનવું પડે છે સાહેબ,
એવી જ રીતે સુખી થવા જૂનું ભૂલી ને,
નવું સ્વીકારવું જ પડે છે...🙏

ચાલવું એ સ્વાસ્થ્ય માટે સારુ હોય છે અને...
ચલાવી લેવું એ સબંધ માટે...

સંભંધો ની શાળા ટકાવી રાખવા માટે
ગણિત વિષય કાચો હોવો ખૂબ જ જરૂરી છે...

સાચા સબંધ ને તોડવાની ભૂલ ના કરતા સાહેબ ઝાડ પરથી તૂટેલા પાંદડા ફરી લીલા ક્યારેય નહિ થાય... 🙏

દુનિયા ભરની ડિગ્રીઓ તમારી પાસે હોય પણ જો મા-બાપની આખમાં છલકાતા આસું ને વાંચતા ન આવડે તો તમે અભણ છો સાહેબ.. 🙏🙏

સાથ અને હાથ ખભા પર બોજ નથી હોતા અને,
અફસોસ એ કે આવા લોકો જીવનમાં રોજ નથી હોતા...🙏

દુવા ના કોઈ રંગ નથી હોતા સાહેબ પણ,
એ દુવા એક દિવસ જરૂર રંગ લાવે છે...💫🌎

શ્વાસ પણ અંદર જઈને પાછા ફરી જાય છે તો...
પછી કેમ કોઈ અંદર કાયમ રહી જાય છે... ✨💫

મધ જેવું મીઠુ પરિણામ જોઈતું હોય તો, મધમાખી ની જેમ સંપીને રેહવું પડે...

રોટલી માં 'ઘી' અને
વાણીમાં 'જી' લાગી જાય ને તો
આખો સ્વાદ જ બદલાઈ જાય..!! ♥️ ♥️ ♥️

એકલા હોય ત્યારે "વિચાર" અને,
લોકોની વચ્ચે "જીભ" કાબુ માં રાખવી
બાકી બધું તો દુનિયા જ શીખવી દેશે..🙏

અહંકાર બીજા ને ઝુકાવીને આનંદ માણે છે સાહેબ જયારે સંસ્કાર પોતે ઝુકી ને આનંદ માણે છે.... 🙏

સંભંધ સાચવી ને રાખજો સાહેબ,
જો એ ખોવાય જશે તો ગૂગલ મેપ પણ શોધી નઈ આપે...🙏

Whether you are looking for Relationship Deep Feelings Gujarati Suvichar, quotes & Status, seeking guidance in difficult times, or simply looking to connect with others who share similar experiences, our collection of Gujarati suvichar, quotes, and status is here to serve as a compass on your journey through the maze of emotions. So, let's explore the rich tapestry of emotions and wisdom that Gujarati language has to offer.

© 2017 - Wishes SMS. All rights reserved.