દશેરા (વિજયા દશમી) ની હાર્દિક શુભકામનાWish Now!

ગુજરાતી પ્રેમની શાયરી | 2 line Prem ni Love Shayari text SMS in Gujarati

શું તમે સુંદર લવ શાયરી શોધી રહ્યા છો? અને Love shayari, બેસ્ટ લવ શાયરી, પ્રેમ ભરી શાયરી તમારી ગર્લફ્રેન્ડ્સ અથવા બોયફ્રેન્ડ્સ સાથે શેર કરવા માંગો છો.

શું તમે સુંદર લવ શાયરી શોધી રહ્યા છો? અને તેને તમારી ગર્લફ્રેન્ડ્સ અથવા બોયફ્રેન્ડ્સ સાથે શેર કરવા માંગો છો.

તો અમે બેસ્ટ લવ શાયરી, પ્રેમ ભરી શાયરી, લેટેસ્ટ લવ શાયરી, લવ શાયરી, બે લીટીની લવ શાયરી, લવ એસએમએસ, લવ સ્ટેટસ, love shayari gujarati text, prem ni shayari gujarati, 2 line gujarati love shayari and gujju love shayari જેવા શાયરી માટેનો લેટેસ્ટ કલેક્શન પ્રદાન કરી રહ્યા છીએ.

Prem ni Love Shayari (પ્રેમ ભરી લવ શાયરી)


i miss you shayari in gujarati

અમસ્તાં જ હોઠોં પર એક મીઠું હાસ્ય આવી જાય છે...
આમ જ બેઠો હોવ છું ને, તારો ખ્યાલ આવી જાય છે...

હું લખુ કંઈક એવું કે તું કાયમ વાંચતી રહે,
તું કર પ્રેમ એવો કે હું કાયમ લખતો રહું....

આંસુને પણ આંખમાંથી નીકળવું પડે છે...ઝરણાની જેમ વહેવું પડે છે...
પ્રેમ કરનાર ને પૂછી તો જુવો...કોઈની એક ઝલક જોવા કેટલું તડપવું પડે છે......

પડી ગઈ છે એકવાર યાદ કરવાની ટેવ હવે જાશે નહીં...
અને તમે કહેશો ભૂલી જવાનું તો એ પણ હવે ફાવશે નહીં...

કોઈને ખબર ના પડે એમ છાનુંમાનું ચાલે છે,
ભીતર યાદોનું ધમધોકાર કારખાનું ચાલે છે...

ક્ષણ, એમને શુ જોયા, કે એ ખાસ બની ગયા...
કેમ છો? બે શબ્દોમાં એ મારા શ્વાસ બની ગયા.

છુપાઈ છુપાઈને રહે છે, ખુલ્લેઆમ નથી થતાં,
કેટલાક સંબંધો ફક્ત અહેસાસ જ હોય છે, જેનું નામ નથી હોતું...!!!

લાગણી નું એક ખીલ્યું છે ફુલ, એજ તો મહેફિલ નો આધાર છે,
ઉત્સવો ની રાહ અમે નથી જોતા, તમે મળો એજ તો તહેવાર છે ..!

રોજ થાય છે પ્રેમ મને તારી સાથે..
બસ આદત નથી રજુઆત કરવાની..

તારી પાંપણ પર બેસીને તને ચિતર્યા કરું,
જરા હૈયું મલકાવ તો થોડા રંગ ભરું..

કેટલીક ક્ષણો, હું બીજી વખત જીવવા માંગુ છું..
ફરીથી એક વખત, હું તને પહેલીવાર નિહાળવા માંગુ છું.......

તુ એટલે મારી આંખમાં આંજેલુ એક નામ
તુ એટલે મારી ગમતી સફર નુ પુણઁ વિરામ....

આંખો ની કલમ થી તારા દિલ ના કાગળ પર એક ગઝલ લખી દઉં,
આવ હું મોત ને જમાનત આપીને જીંદગી તારા નામે લખી દઉં...

કોક દી ફુરસત મળે તો લે ખબર
દીલ ઉપર વીતે છે શુ તારા વગર

જોઇલે આ આંખોમાં હજીયે કેટલું વ્હાલ છે...
છલકવા કે વરસવાનો હવે ક્યાં સવાલ છે..!!

કોઈને પ્રેમ કરો તો એટલો કરો કે...
એ પ્રેમ કહાની સાંભળવા વાળાને પણ એક વાર કોઈના થી પ્રેમ થઇ જાય...

હજી ઉંમર મારી ન હતી પ્રીત કરવાની,
બસ તમને જોયા અને જવાન થઈ ગયો...

બસ બહાનું જોઈતું હોય છે એને ઝગડો કરવાનું,
બાકી પ્રેમ તો એને મારા કરતા પણ વધારે છે..

જરા સરખી આંખ બંદ કરું ને તું હાજર હોય છે મુજ માં...
નશા ની ક્યાં જરૂર જ છે જયારે તું મોજુદ હોય છે મુજમાં...!!

તારી જગ્યા કોઈ ના લઇ શકે,
કેમ કે તારા જેવું બીજું કોઈ છે જ નહીં !!

મને ચાહનારા હજારો છે,
પણ મારી ચાહત તું એક જ !!

પ્રેમ ની વ્યાખ્યા, ન એને ખબર છે, ન મને ખબર છે,
બસ થયો છે બંને ને એ અમને બંને ને ખબર છે...

ચાલ એક ભાગીદારી કરીએ, એક હ્રદયમાં બંને ધડકીએ...

તારા કાજળથી ભરેલા નયનમા...
સુરજ ઉગ્યો લાલચટક ખંજનમા..

Note:-ખંજન:- ગાલ પર પડતો ખાડો

તારા મદ ઝરતા અધરોની વચે,
એક ગઝલ હસતી જોઇ સુમનમા.

Note:- અધર:- હોઠ

તારી રાતરાણી જેવી જુલ્ફોમા …
ગુંથ્યા છે સોળ શમણા કંગનમા

તારા કોકિલ વરણા આ ટહુકામા
મે ચાંદ પરોવ્યો છે હૈયે બંધનમા

એક કુમકુમ ગઝલ છે તારી આંખો,
કંકોતરી લખાઇ જાય ચમનમા.

મુલાકાત તારી સાથે થતી જ રહેશે...
નજર થી દુર છો દિલ થી નહિ....

મારી નજર, તારી નજરનો સ્પર્શ પામે....
ત્યારે જીવન સંપૂર્ણ લાગે...

તું ન હોય અને આખું બ્રહ્માંડ પામી લઉં,
તે છતાં..... બધુ અપૂર્ણ લાગે.....!!

ખૂબ ચાહું છું તને, પણ બોલતા
કોણ જાણે કેમ રે મૂંઝાઉં હું..

બે ઘડી જો વાત મીઠી તું કરે,
એ પછી બે ત્રણ દિવસ હરખાઉં હું.

જે દિલની પાસે હોય છૅ
એ થોડા વધારે જ ખાસ હોય છૅ....

તું નહીં મળે તો પણ આખી જિંદગી તને જ પ્રેમ કરીશ....
એ જરૂરી તો નથી કે જે ના મળે એને છોડી દઇએ....!!

કશીશ તારી એવી મને કયાંય ખેંચી ને લાવી,
સુકા રણમાં પણ ગુલાબ ની કળી ખીલી આવી.

તારા હોઠો પર એક કાળો તલ હોવો જરૂરી છે..
જેથી તારા સ્મિત ને કોઈનીય નજર ના લાગે..

લોકડાઊન, કર્ફ્યુ ,કે ધારા ૧૪૪ ને નથી જાણતી,
આ તારી યાદ પણ કોઈ સરકારી આદેશ નથી માનતી...

આજે પણ ચહેરા પર તેજ આવી જાય છે,
જયારે જયારે વિચારો મા તારી સાથે મુલાકાત થાય છે...

વાત રાખી દીલમાં પણ કહી ના શક્યા.
યાદ કર્યા તમને પણ શ્વાસ લઈ નાં શકયા.

કોઈએ પૂછ્યું આ દીલ ને કે પ્રીત કોને કરી.
જાણવા છતાં પણ તારુ નામ લઈ નાં શકયા.

એકાદ ક્ષણ પણ તારું આવી મળી જવું...
ખાસ્સું ગમ્યું એ શ્વાસ માં પાછું ભળી જવું...

પ્રેમ એટલો નજીક થી નીકળયો...
મને એમ કે... થઈ ગયો...!!! 💕

મારી કલમમાં ક્યાં એટલા હામ હતા,કે હું લખું ગઝલ,
આ તો તમારું નામ બોલ્યો,ને અંતરમાંથી ઉમટી ગઝલ.

પ્રેમ તો પ્રેમ છે, પછી એ તારી સાથે કરું કે....
તારી યાદો સાથે શુ ફર્ક પડે...??

કાશ એવાં શબ્દો મળી જાય મને,
જે તને બતાવી શકે કે...,
હું શાયર ઓછો અને આશિક વધારે છું.!!

નજર તો બહુ દૂરની વાત છે...
મારુ ચાલે ને તો તને તડકો પણ ના લાગવા દઉં!!!

જ્યારે આપણી બંનેની પહેલીજ મુલાકાતમાં...
પાછું ફરી જોઈ ને એવી સ્માઈલ કરે છે કે...
કસમ એવી cute લાગે છે તું.

આજે તડકો બહુ મીઠો લાગે છે!!!
નક્કી સૂર્યનું પહેલું કિરણ તારા ગાલ પર પડ્યું હશે.

ખાસ છે તો બસ તું અને તારી વાતો,
બાકી બધી તો છે કહેવાની વાતો!!!

મારી રાધા આજે પણ મારો ફોટો જોઇ ને હશી લે છે પાછી બોલે છે, જો તોફાની કેવો જોરદાર લાગે છે.

નામ નાનુ છે હો વાલા બાકી...
❤️દિલ થી તો મોટા છીયે વાલા*

કેરીનો રસ અને તારી યાદ, મને બોઉ મીઠી લાગે છે!!!

બધાને વ્હાલી છે પોતાની જિંદગી અને જાનું મને તું જિંદગી થી પણ વ્હાલી છો.

આમ નાં જોયાં કર મને, નહીં તો તને એવો ગમીશ કે...
મને જોયાં પછી જ તું દરરોજ જમીશ...

મારી દિકુ રિસાય છે અને હું મનાવું છુ એવું નથી,
પણ હું મનાવું છુ, માટે મારી દિકુ રિસાય છે.

હું તારાં વગર એટલો જ અધુરો છુ, જેટલું સૂર્યવંશમ વગરનું સેટમેક્સ!!!

મળવાનું મન થાય તો... ચાલ્યા આવજો એના એજ રસ્તે,
અમે તમને નથી ભૂલ્યા, તમે જ રસ્તા ભૂલ્યા છો...

પ્રેમ કરવા માટે આ જિંદગી ઓછી પડી જાય છે,
ખબર નહીં લોકો નફરત માટે કયાંથી સમય કાઢે છે.

અમે આશા રાખીએ કે તમે Prem ni Love Shayari in Gujarati text SMS and WhatsApp status with HD image download ખુબ જ ગમશે, તો તમે તમારા Friends ને આ લિંક share કરો. તમારી Share, Comment and Like us on social media અમને ખુબ જ પ્રેરણા આપે છે.

1 comment

  1. Nice lines
© 2017 - Wishes SMS. All rights reserved.