Good Morning Quotes GujaratiRead Now!

50+ શ્રદ્ધાંજલિ અને પુણ્યતિથિ મેસેજ | Shradhanjali (Condolence) Quotes message in Gujarati | OM Shanti RIP Message Gujarati

one click copy shradhanjali (condolence, શ્રદ્ધાંજલિ) quotes text message (સંદેશ) in gujarati language દ્વારા તેમને યાદ કરી ભાવના વ્યક્ત કરી શકો છો.
જેનો ઉદય એનો અસ્ત આ સનાતન સત્ય હોવા છતાં કેટલાક મૃત્યુ એવા હોય છે જે કદી વિસરાતા નથી.

હવે તમે આ શ્રદ્ધાંજલિ મેસેજ or સંદેશ | shradhanjali message in gujarati language word | condolence message in gujarati દ્વારા તમારા શબ્દોમાં હવે આપણી વચ્ચે નથી તેમને શ્રદ્ધાંજલિ દ્વારા તેમને યાદ કરી તમારી ભાવના વ્યક્ત કરી શકો છો.

Trending from around the sphere for technology, sports, health, business, celebrity, automobiles, and lifestyle from America's and Europe most popular site. click Here
અનુક્રમણિકા

Shradhanjali quotes sms in Gujarati text

shradhanjali message in gujarati
Download Image

રડી 😢 પડે છે આંખો અમારી, દરેક પ્રસંગે ખટકશે ખોટ તમારી,
પળભરમાં છેતરી ગયા અમને, માત્ર યાદગીરીના પુષ્પો અને વહેતા આંસુના અભિષેક અર્પણ કરીએ છીએ.
પ્રભુ તમારા દિવ્ય આત્માને શાંતિ અર્પે તે જ પ્રાર્થના...

મનુષ્ય જન્મથી નહીં પણ કર્મથી ઓળખાય છે,
એટલે જ તો મરણ કરતાં સસ્મરણ વધુ યાદગાર બને છે.
જેમાં આપની સ્મૃતિ એક વરદાન છે.
તમે ગયા પણ તમારી યાદ હજુ જીવંત છે.
પ્રભુ આપના આત્માને શાંતિ અર્પે એજ પ્રાર્થના.

હે નાથ જોડી હાથ પાયે પ્રેમથી સૌ માંગીએ,
શરણ મળે સાચું તમારૂ એ હૃદયથી માંગીએ,
જે જીવ આવ્યો આપ પાસે શરણમાં અપનાવજો પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો...

om shanti (ૐ શાંતિ) in gujarati:- પરિવાર જેનું મંદિર હતું, સ્નેહ જેની શકિત,

Shradhanjali quotes message in Gujarati language

પરિવાર જેનું મંદિર હતું, સ્નેહ જેની શકિત,
પરિશ્રમ જેનું કર્તવ્ય હતું, અંજલિ આપતા હેયુ તૂટે છે.
શ્રદ્ધાંજલિ આપતા શબ્દો ખૂટે છે.
કલ્પી ન શકાય તેવી અણધારી તમારી વિદાય અમારા સૌનાં કાળજા કંપાવી ગઈ,
દિલ હજુ માનતું નથી કે તમે અમારી વચ્ચે નથી.
આપનાં દિવ્ય આત્માને શાંતિ આપે એજ પ્રભુને અમારી પ્રાર્થના.🙏

death shradhanjali quotes message in gujarati

Death Shradhanjali Quotes Message in Gujarati
Download Image

અચાનક લીધી વિદાયે મન હજુ માનતું નથી કે આપ અમારી વચ્ચે નથી,
ઉદય એનો અસ્ત આ સનાતન સત્ય હોવા છતાં કેટલાક મૃત્યુ એવા હોય છે કદી વિસરાતા નથી ...
પ્રભુ આપના દિવ્ય આત્માને પરમ શાંતિ અર્પે તેવી પ્રાર્થના...🙏

... ૐ શાંતિ ...

નથી હયાત તમે પણ સાથે હોય એવું લાગ્યા કરે છે.
હર પલ હાજરીનો આભાસ લાગ્યા કરે છે.
ક્યારેક કહેવાયેલ વાતોના ભણકારા વાગ્યા કરે છે.
યાદોમાં તમારા પ્રત્યક્ષ દર્શન થયા કરે છે.
પ્રભુ આપના દિવ્ય આત્માને શાંતિ અર્પે એજ પ્રાર્થના.

એ નિખાલસતા. એ આત્મીયતા... એ હસ્તો ચહેરો...
આજે અમારી નજરોથી દુર થયેલ છે.
થઈ વસમી છે વિરહની આ ધડી, ભુલી શકીશું બધુજ પણ તમને ભુલવા બહુ કઠીન છે.
તમે જે અમારા સમાજ માટે સેવા આપી એ કદી ભુલશ નહીં.
પ્રભુ આપના આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના.

condolence text message in gujarati language
Download Image

સમય જીંદગીનો ઓછો હશે... કયાં ખબર હતી,
વિદાચ તમારી અણધારી હશે એ... કયાં ખબર હતી,
કોઈ સૂચના વગર સર્વત્ર સુવાસ ફેલાવી સંભારણા સૌના દિલમાં રાખી ગયા,
ભગવાન દિવ્ય આત્માને આશીર્વાદ આપે, એ જ ભાવનાત્મક શ્રધ્ધાંજલિ.
ૐ શાંતિ.

om shanti rip message in gujarati language

rip message in gujarati, rip quotes in gujarati, rip shayari gujarati, miss you bhai rip gujarati, rip status in gujarati, gujarati rip message, rip status gujarati, miss you bhai rip in gujarati, miss u bhai rip status gujarati, rip message gujarati, rip brother quotes in gujarati, rip quotes gujarati, rip gujarati status, rip thoughts in gujarati, rip gujarati quotes, rip gujarati line, rip gujarati message, om shanti rip message gujarati, rip message in gujarati language, rip thought in gujarati
om shanti rip message in gujarati language
Download Image

નથી હયાત પરંતુ સાથે જ છો તેવું હંમેશા લાગ્યા કરે છે, હર ક્ષણે તમારી ઉપસ્થિતિનો આભાસ થયા કરે છે.
ક્યારેક કહેવાયેલા તમારા સત્સંગના ભણકારા સંભળાયા જ કરે છે અને યાદોમાં તમારા દર્શન થયા જ કરે છે.
પ્રભુ તમારા દિવંગત આત્માને શાંતિ અર્પે એજં પ્રાર્થના... 🙏

એક ચહેરો જે દ્રષ્ટિમાંથી ક્યારેય ભુલાશે નહીં, એક વ્યકિતત્વ જે કયારેય વિસરાશે નહીં,
એક હુંફ જે કયારેય મળશે નહીં, જેમનું નામ સતત હદયમાં ગુંજયા ફૂલ બનીને મહેકયા કરે.
પ્રભુ આપના દિવ્ય આત્માને શાંતિ અર્પે એજ પ્રાર્થના...

સાથ ભલે છોડ્યો તમે અમે તમને ભુલવાના નથી, તમારી ખોટ કદીયે પુરાશે નહી,
તમારો હસમુખો ચહેરો, પ્રેમાળ સ્વભાવ, ઉદાર પરોપકારી વૃત્તિ કૌટુંબીક ભાવના હર હંમેશા યાદ રહેશે.
પ્રભુ તમાસ દિવ્ય આત્માને શાંતિ અર્પે એજ પ્રાર્થના...

shradhanjali message in gujarati, shradhanjali quotes in gujarati, shradhanjali in gujarati, shradhanjali gujarati, sradhanjali line in gujarati, punyatithi message in gujarati,om shanti in gujarati, condolence message in gujarati, gujarati shradhanjali, gujarati shradhanjali message, shradhanjali gujarati message, punyatithi gujarati, punyatithi quotes in gujarati, punyatithi gujarati text, shradhanjali message gujarati, punyatithi in gujarati, shradhanjali message in gujarati text
punyatithi message in gujarati status
Download Image

એવી નજર ક્યાંથી લાવવી કે તમને યાદ કરીએ ને દર્શન થઇ જાય.
હજુ જરૂર હતી તમારી અમને ત્યાં કુદરત લઇ ગણો તાણી.
હે કુદરત એ અમાનત અમારી છે, રાખજે તું એમને સંભાળી,
તારા માટે એ આત્મા હશે પણ એ જ જીંદગી અમારી હતી.
સદ્દગુરુ એમના દિવ્ય આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના.

આપનો પ્રેમાળ અને માયાળુ સ્વભાવ, ધાર્મીકતા, સર્વ સાથે આત્મીયતા, સદ્દભાવના સાથેની પ્રેરણા, એ ક્યારેય ભુલાશે નહી,
આપ અમારી સાથે જ છો અને ક્યારેય ના વિસરાય એવી સ્મૃતિમાં અંકીત છો.
પ્રભુ આપના આત્માને શાંતિ અર્પે એજ પ્રાર્થના .

આપની પ્રેરણાના દિપ બુઝાશે નહીં, વાત્સલ્યની વર્ષા કદી ખુટશે નહીં,
રહેશો સદા અમ સ્મરણમાં તમો, સ્નેહના બંધન કદી તુટશે નહીં.
પરમાત્મા આપના આત્માને ચીર શાંતિ અર્પે એ જ અંતરથી પ્રાર્થના ...

સત્કર્મો અને સદભાવના સભર જીવન જીવનાર પરિશ્રમ અને પરોપકારના મૂર્તિમંત સ્વરૂપને કોટિ કોટિ વંદન 🙏 સાથે શ્રધ્ધાંજલિ અર્પણ.

તમારી મધુર સ્મૃતિઓ, તમારી નિર્મળ નિખાલસતા,
હદયમાં ઝંકૃત થઇ અમારી આંખોમાં અશ્રુધારા વહાવી જાય છે.
પ્રભુ તમારા આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના ...

આપની ઉદારતા, કાર્યક્ષમતા, લાગણીશીલતા અને સત્કર્મ સેવાના આદર્શો અમારા હૃદયમાં સતત જ્વલંત રહેશે.
પાપણના પલકારે મોક્ષ પામી ગયા એવા દિવંગત આત્માને પ્રભુ પરમ કૃપાળુ પરમાત્મા ચિર શાંતિ અર્પે.

જન્મ તેનું મૃત્યુ, ઉદય તેનો અસ્ત,
એ સનાતન સત્ય હોવા છતાં કેટલાક મૃત્યુ એવા હોય છે કે જેના ઘાવ રૂઝાતા નથી.
પ્રભુ આપના દિવ્ય આત્માને શાશ્વત શાંતિ અર્પે એજ પ્રાર્થના ...

આપનુ વ્યક્તિત્વ અમારી પ્રેરણા, આપની ઉપસ્થિતિ અમારી હુંફ હતી.
સત્કાર્યો તમારી શોભા હતી.
એવા _____ના નામથી ઓળખાતા આપ આત્મા સ્વરૂપે જ્યા હો, ત્યાં પરમ શાંતિ એવમ શાશ્વત સુખ પામો.
પ્રભુ આપના આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના.

સર્વ પ્રત્યે અખૂટ લાગણી સાથેનો,
આપનો આનંદી અને માયાળુ સ્વભાવ, વ્યવહાર કુશળતા, સંસ્કાર અને સ્નેહભાવનાની સુવાસ કદી ભુલાશે નહીં.
આપના દિવ્ય આત્માને પ્રભુ શાંતિ અર્પે એજ પ્રાર્થના...

"આપનો અપાર સ્નેહ, સુમેળભર્યો વ્યવહાર, કૌટુંબીક ભાવના,
ધર્મ પ્રત્યેની અતુટ ભાવના, પરોપકારી ભાવના, ભક્તિની સુવાસ કયારેય ભૂલાશે નહી,
એજ આપના હસ્તા - સેવાના કરણહાર ચહેરાને અમો ક્યારેય વિસરી શકીએ તેમ નથી."
પરમાત્મા આપના દિવ્ય આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના.

સત્કાર્યો તમારી શોભા હતી.
સજ્જનતા તમારી સુવાસ હતી.
પ્રસન્નતા તમારું જીવન હતું.
પરોપકાર તમારું રટણ હતું.
આપના મહાન આત્માને અમારા સહુની વેદના સભર શ્રધ્ધાંજલિ.
પ્રભુ આપના આત્માને શાંતિ અર્પે એજ પ્રાર્થના...🙏

સતત પરિશ્રમી, હસ્તો, ચહેરો, જનસેવા અને સમાજ સેવા માટે હર હમેશ તત્પર એવા તમારી ખોટ કદી નહી સમાય.
તમે સદાય અમારી સાચે માર્ગદર્શક અને શક્તિ બનીને રહેશો.
ભગવાન તમારી દૈવી આત્માને શાંતિ આપે.

પુરૂષાર્થ કરી શૂન્યમાંથી થી સર્જન કરી કષ્ટ સહન કરીને, પરિવાર માટે ફૂલો પાથરી ગયા,
સુખમાં છલકાયા નહીં, દુઃખથી ડર્યા નહિ,
વ્યવહાર કદી ચૂક્યાં નહીં, ધર્મ કદી ચુક્યા નહીં,
રડી પડે છે આંખો અમારી જોઈને તસ્વીર તમારી.
પ્રભુ આપના દિવ્ય આત્માને શાંતિ અર્પે એજ પ્રાર્થના...

જિંદગીની ખાતાવહીમાં જમા પાસુ મજબૂત કરી, કોઠાસુઝ, દૂરંદેશી અને પ્રમાણિકતાની મૂડી ઉમેરી, તમારા સત્કર્મોનું ઋણ અમારા પર છોડી ગયા.
પ્રભુ તમારા આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના.

મળે છે દેહ માટીમાં, પણ માનવીનું નામ જીવે છે.
વિદાય લે છે માનવી પોતે, પણ માનવીના કામ જીવે છે.
ઇશ્વર આપના આત્માને ચિર શાંતિ અર્પે એજ અભ્યર્થના ...

પરિવાર જેનું મંદિર હતું, સ્નેહ જેની શક્તિ હતી.
પરિશ્રમ જેનું કર્તવ્ય હતું. પરમાર્થ જેની ભક્તિ હતી.
ધર્મ કદી ભૂલ્યા નહીં, વ્યવહાર કદી ચૂક્યા નહીં,
પરિવાર માટે ફૂલો પાથરી ગયા, એવા દિવ્ય આત્માને પ્રભુ પરમ શાંતિ આપે એ જ પ્રાર્થના...

1st month death anniversary messages in gujarati | પ્રથમ માસિક પુણ્યતિથિ એ શ્રદ્ધાંજલિ મેસેજ

આપની અણધારી ચિરવિદાય બાદ આપની પુણ્યસ્મૃતિ તથા આપનો સદા હસતો ચહેરો અમને હરપળે યાદ આવે છે.
આપ તો જીવીને સર્વેની ચાહના મૅળવી ગયા, આપ ચિરંજીવ હતા અને રહેશો.
પ્રભુ આપના દિવ્ય આત્માને શાંતિ અર્પે તે જ પ્રાર્થના.

અમારા સુપુત્ર/જમાઈ ના દુઃખદ અવસાન નિમિતે...
પરિવારજનો, કુટુંબીજનો, સગા - સંબંધીઓ, મિત્રો, હિતેચ્છુઓ, સ્નેહીજનો, સંસ્થાઓ દ્વારા શોક સંદેશ, સાંત્વના અને સહાનુભૂતિ પ્રગટ કરી
દુ:ખમાં સહભાગી થવા બદલ અંત:કરણથી આભાર સહ પ્રભુ પ્રાર્થના...

pratham varshik punyatithi shradhanjali in gujarati | પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ એ ભાવભીની શ્રદ્ધાંજલિ મેસેજ

આપની અચાનક વિદાયને આજે એક વર્ષ પુરૂ થયું છતાં એમ લાગે છે કે આપ અમારી સાથે જ છો.
પળે પળે આપની યાદ આવે છે, આ સ્મરણો એ જ અમારો શ્વાસ છે.
આપનો નવકારમય આત્મા ભવ ભ્રમણ થી મુક્ત થઇ મોક્ષસુખ પામો.
એજ પરમ કૃપાળુ પરમાત્માને અંતરથી પ્રાર્થના કરતા આપના પરિવાર જનો.

આપની ચિર વિદાયને આજે એક વર્ષ થયું છે.
પરંતુ આપની સ્મૃતિ અમારા હૃદયમાં આજે પણ આપના પરોપકારી પ્રેરણારૂપ ભક્તિ, કરૂણાજનક, હૃદય સ્પર્શી, માનવતાવાળી અને સમર્પિત જીવનદ્રષ્ટિના સદ્દગુણો પ્રેરણા સ્વરૂપે આત્મસાત છે.
ધુપસળીની માફક જીવન જીવી સૌનો સ્નેહ જીવન દરમ્યાન પ્રાપ્ત કર્યો.
અમો આપના પરિવારજનોના એક વર્ષના પસાર થયેલા સમયમાં તમરી યાદો ક્યારેય વિસર્યા નથી અને ક્યારેય વિસરી શકે તેમ નથી.

13th year Death Anniversary quotes Gujarati

મનુષ્ય જન્મથી નહીં પણ કર્મથી ઓળખાય છે,
એટલે જ તો મરણ કરતાં સસ્મરણ વધુ યાદગાર બને છે.
જેમાં આપની સ્મૃતિ એક વરદાન છે.
તમે ગયા પણ તમારી યાદ હજુ જીવંત છે.
પ્રભુ આપના આત્માને શાંતિ અર્પે એજ પ્રાર્થના.

Shradhanjali Message in Gujarati for Wife

સાત જનમના સથવારાના કોલ આપીને અમને છોડી ને ચાલ્યા ગયા.
તમારા બાળકો જે લોહીનું વ્યાજ છે તે પણ તમને દિલના ભાવથી અશ્રુભીની શ્રધ્ધાંજલિ આપે છે.
આખું કુટુંબ તમારા સારા ગુણો જેવા કે હરહમેશ હસતો ચહેરો, વડીલો સાથે કે કુટુંબના કોઈપણ સભ્ય સાથે ઊંચા અવાજે વાત પણ કરેલ નથી.
આવો મળતાવડો સ્વભાવ, કુટુંબ સાથે હળીમળીને રહેવું આવા તમારા સારા ગુણોને વાગોળીને કુટુંબના સર્વે સભ્યો ભાવથી અશ્રુભીની શ્રધ્ધાંજલિ આપે છે અને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે
સાત ભવનો સથવારો ફરીથી આપે.

condolence message for best friend death quotes in gujarati | મિત્ર ને શ્રદ્ધાંજલિ મેસેજ / સંદેશ

આપના જેવા બાહોશ, ટાઇગર સમાન, બહાદુર, બીજાના દુઃખે દુઃખી થનાર, નિડર, પરમ મિત્રને ગુમાવતા અમો ઉંડા દુઃખની લાગણી અનુભવીએ છીએ. પ્રભુ આપના દિવ્ય આત્માને શાંતિ આપે તેમજ આપનો સ્વર્ગમાં વાસ થાય તેવી અંતઃકરણ પૂર્વક ઇષ્ટ દેવને પ્રાર્થના કરીએ છીએ.

મિત્રતા એટલે જીવન પર્યન્તનો સંબંધ પણ...
દોસ્ત તમે આમ એકદમ અચાનક જ જતા રહ્યા અમને એકલા મૂકીને,
અમારા જીવનની એક અમૂલ્ય સંપત્તિ સમાન, મિત્રતાના મહારથીની ખોટ જીવનભર અમને રહેશે.

friend shradhanjali gujarati

આપ સરળ સ્વભાવી, ઉત્તમ મિત્ર અને આદર્શ વ્યકિત રહ્યા છો,
આપે મિત્રોના તમામ કાર્યો નિષ્ઠાપૂર્વક કર્યા છે, જીવી ગયા જિંદગી જે રીતે તમે તેની યાદગીરી મનમાં કોતરાયેલી રહેશે,
મિત્રોને આપની હંમેશાં ખોટ સાલશે. પ્રભુ આપના દિવ્ય આત્માને શાંતિ અર્પે તે જ પ્રાર્થના.


shradhanjali (શ્રદ્ધાંજલિ) quotes message in gujarati for father (papa) | પિતા માટે શ્રદ્ધાંજલિના શબ્દો

ના માંગતા બધું આપ્યું તમે, ન કહેતા બધું કર્યુ છે તમે,
અમારા પ્રેમ અને સંસ્કારનું સિંચન કર્યુ છે તમે, કદી પિતાના રૂપે તો કદી મિત્ર સ્વરૂપે,
તમારો હાથ અમારી ઉપર છે. સદા આર્શીવાદ રૂપે, પ્રભુ આપના દિવ્ય આત્મા ને શાંતિ અર્પે એ જ પ્રાર્થના.🙏

આપની હયાતી અમારી પ્રેરણા હતી, આપના આદર્શ અમારા માર્ગદર્શન હતા,
આપનો પ્રેમ કદી ભુલાશે નહીં, ખોટ આપની કદી પુરાશે નહીં,
પરમકૃપાળુ પરમાત્મા આપના દિવ્યઆત્માને શાંતિ અર્પે એવી અમારી પ્રાર્થના...🙏

father punyatithi (death anniversary) message in gujarati

દરિયા જેવું નિખાલસ હૃદય, હિમાલય જેવું પવિત્ર હાસ્ય,
સર્વ પ્રત્યે અખૂટ લાગણી સાથેનો આપનો આંનદી અને માયાળુ સ્વભાવ વ્યવહાર કૂશળતા સંસ્કાર અને સ્નેહભાવનાની સુવાસ કદી ભુલાશે નહી.
પ્રભુ તમારા દિવ્ય આત્માને શાંતિ અર્થે એજ પ્રાર્થના ....

તમારા આશિષથી અમે સફળ બન્યા, તમારી શક્તિથી અમે સક્ષમ બન્યા,
તમારા પ્રતિબોધથી અમે ગુણસંપન્ન બન્યા, તમારા ભાગ્યથી અમે ભાગ્યશાળી બન્યા,
પરમ કૃપાળુ પરમાત્મા આપના દિવ્ય આત્માને સિધ્ધ ગતિની પ્રાપ્તિ કરાવે તેવી પ્રાર્થના.🙏

shradhanjali (શ્રદ્ધાંજલિ) quotes message in gujarati for mother | શ્રદ્ધાંજલિ ના શબ્દો માતા માટે

જે અમારા પરિવાર માટે અમૂલ્ય વારસો મૂકીને અમારી વચ્ચેથી વિદાય લઈને શ્રેષ્ઠ જીવન જીવવાનું શીખવી ગયા.
પોતાની જાતને ધૂપસળી જેવી જીવન જીવી ને સાર્થક કરી બતાવ્યુ કે, પોતે બળીને રાખ થઈ ગયા અને સુંગધ-સુવાસ ફેલાવીને જીવનને એક યાદગાર જીવન કેમ જીવવું તેમની પ્રેરણા આપતા ગયા.
અમારા માતૃશ્રી ભલે સ્થૂળ શરીર રૂપે અમારી વચ્ચે નથી પણ સૂક્ષ્મ સ્વરૂપે તેમના વિચારો અમોને પ્રેરણા અને માર્ગદર્શન સતત આપતા રહે તેવી ઈશ્વરને હદય પૂર્વક પ્રાર્થના.
ૐ શાંતિ : ૐ શાંતિ : ૐ શાંતિ

Mother punyatithi (death anniversary) message in gujarati

આજે મમ્મી ને ધામ માં ગયે એક વર્ષ પૂર્ણ થયું.
જીવનચક્ર એટલું ઝડપી છે કે અમને શાંતિ થી અનુભૂતિ પણ નથી કરવા દેતું કે અમારું સૌથી વહાલું સ્વજન અમારી વચ્ચે નથી.
શાંતિ થી રડવા પણ નથી મળ્યું ને એક વર્ષ થઇ ગયું. ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ .

shradhanjali (શ્રદ્ધાંજલિ) quotes message in gujarati for grandfather | શ્રદ્ધાંજલિ ના શબ્દો દાદા માટે

આપની ચીર વિદાયથી અમે કલ્પવૃક્ષ સમા વડીલ ગુમાવ્યા છે, આપના ઉમદા સંસ્કાર, સદાય હસમુખો, પ્રેમાળ અને નિખાલસ સ્વભાવ હંમેશા યાદ રહેશે,
તમારી માયા અમને લગાડી ગયા.
પ્રભુ તમારા દિવ્ય આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના ...

આપના દર્શને જીવન મારૂ આ ટળ્યું, આપના જ્ઞાનથી અજ્ઞાન અંધારૂ ટળ્યું.
સમસ્ત જનમાનસ માટે સ્નેહ જેની શક્તિ હતી, પરિશ્રમ અને જનસેવા જેનું કર્તવ્ય હતું,
નિરાંતધામના ભક્તો પ્રત્યે તથા સમસ્ત માનવજીવન પ્રત્યે લાગણી સભર જવાબદારીની સાથે સામાજીક કામોને પણ નિસ્વાર્થ, પ્રેમ ભાવે અદા કરનાર,
માનવતા પ્રત્યે પ્રેમનો ભાવ, દરેકના દુઃખમાં સહભાગી થનાર,
માર્ગદર્શનનો સ્ત્રોત, તેમની યાદ હરહંમેશ જીવંત રહેશે.
પ્રભુ આપના દિવ્ય આત્માને શાશ્વત સુખ શાંતિ અર્પે એજ અમારા સૌની અંતઃકરણ પૂર્વક પ્રાર્થના...🙏

Condolence Message in Gujarati:- જીવન એવું જીવી ગયા કે જોનારા જોયા કરે

જીવન એવું જીવી ગયા કે જોનારા જોયા કરે,
કર્મ સદાચ ઍવા કર્યા કે સૌના હૃદયમાં ગુજયા કરે,
ધર્મ કદી ભુયા નહીં , વ્યવહાર કદી ચુકયા નહી,
સુખ - દુખમાં સદાય હસતાં રહ્યાં, પરોપકારી જીવન જીવી ગયા,
આપના સદગુણો, સરકાર અને આત્મબળ અમારામાં રહે એજ ભાવના સાર્થ ભાવપૂર્ણ શ્રધ્ધાંજલી...
પ્રભુ સદગતના દિલ આત્માને શાંતિ અર્પે એજ પ્રાર્થના...

મનુષ્ય જન્મથી નહીં પણ કર્મથી ઓળખાય છે,
એટલે જ તો મરણ કરતાં સસ્મરણ વધુ યાદગાર બને છે.
જેમાં આપની સ્મૃતિ એક વરદાન છે.
તમે ગયા પણ તમારી યાદ હજુ જીવંત છે.
પ્રભુ આપના આત્માને શાંતિ અર્પે એજ પ્રાર્થના.

બા ને શ્રદ્ધાંજલિ મેસેજ / સંદેશ

બા... મારી બા...

મારે મન મારી બા એટલે મારી આગવી દુનિયા...
બા એટલે મારી દરેક વાતોની ડાયરી...
બા એટલે મારી દરેક સમસ્યા નુ સમાધાન...
પણ કદાચ મારા બા ની ભગવાન ને મારા કરતા પણં વધારે જરૂરત હશે.
એટલે જ તો ભગવાને મારી બા ને પોતાની પાસે બોલાવી હશે... છતાં પણ બા તારી ખોટ અમને સદાય રહેશે... જેને આખી જીંદગી દુખ સહી ને અમને મોટા કયૉ એવા અમારા બા ને અમારી ભાવભીની શ્રદ્ધાંજલિ...🙏

લિ. સમસ્ત _____ પરિવાર

આપ અમારી સાથે નથી હવે પરંતુ, તમારી વ્હાલ સોહી યાદો નો અખૂટ ભંડાર અમારા હૃદયમાં ધબકીયા કરે છે.
આપનું સિંહ સમું વ્યક્તિત્વ, સદા હસતો ચહેરો, બધાંને મદદરૂપ થવાની ભાવના,ઉદારતા, નિડરતા અને આપના પ્રેમભર્યા સાન્નિધ્યમાં અનુભવી હતી.
એ હૂંફ, એ ઉષ્મા… આપની સાથે વિતાવ્યો હતો એ સમય, એ જીંદગી… એ બધું અંકબંધ રહીયુ છે...
બસ કંઈક ખુટે છે તો એ છે તમારું સાંનિધ્ય, તારો એ સાદ ને તમારો એ વ્હાલ...
આપ જ્યાં હો ત્યાંથી અમારા ઉપર આશિર્વાદ વરસાવતા રહો એ જ પ્રાર્થના...
આપના દિવ્ય આત્માને પરમ શાંતિ અર્પે એવી પ્રાર્થના.🙏

દીકરીને શ્રદ્ધાંજલિ મેસેજ / સંદેશ

અમારી જિંદગી બની આવી તું,
દિલની ધડકન બની જીવી તું,
જયારે દુનિયા છોડી ચાલી તું, અશ્રુમાં તસ્વીર બની વહી તું,
તારું સંભારણું, પૂંજી અમારી,
તારું નવજીવન, પ્રાર્થના અમારી.

ટ્રસ્ટના મંત્રીને

_______ સેવા ટ્રસ્ટનો પાયો નાખી સેવા કરવા પ્રેર્યા અમને, સેવાની વિવિધ પ્રવૃતિઓ દ્વારા સમાજમાં સુવાસ પાથરી, આમ અમારી વચ્ચેથી વિદાય લીધી. આપના દ્વારા સ્થાપવામાં આવેલ ટ્રસ્ટના કાર્યોની સુવાસ હંમેશ પ્રસરતી રહેશે અને અમને વધારે કાર્ય કરવાનું બળ મળતું રહેશે . પ્રભુ આપના આત્માને આંતિ આપે એજ પ્રાર્થના .

પત્રકાર ને શ્રધ્ધાંજલિ

નિરાંત ગાદીપતી અને ____ પીઢ પત્રકાર તરીકે સેવા આપતા (પત્રકાર નું નામ) ની આકસ્મીક વિદાયથી તેઓની ખોટ પુરાય તેમ નથી. આપ આત્મા સ્વરૂપે જ્યાં હો, ત્યાં પરમ શાંતિ એવમ શાશ્વત સુખ પામો. પ્રભુ દિવ્ય આત્માને પરમ શાંતિ આપે એજ પ્રાર્થના .

અમે આશા રાખીએ કે તમે ભાવભીની શ્રદ્ધાંજલિ શબ્દોના વાક્યો ગુજરાતી સંદેશ | shradhanjali in gujarati font ખુબજ ગમશે, તો તમે તમારા Friends ને આ લિંક share કરો. તમારી Share, Comment and Like us on social media અમને ખુબજ પ્રેરણા આપે છે.

Post a Comment

© 2017 - Wishes SMS. All rights reserved.