[Updated] Good Morning quotes text SMS in Gujarati language | 2022 ગુજરાતી શુભ સવાર (ગુડ મોર્નિંગ) સંદેશ (મેસેજ)
Gujarati ma Good Morning text message
Good Morning (gm) text sms Quotes in Gujarati language |
કેટલાંક 'મનમાં' ઊતરી ગયાં...
ને કેટલાંક મનમાંથી ઊતરી ગયાં!!!
મનમાં જે ઊતર્યા એને 'સંભાળીને' રાખું છું અને...
મનમાંથી જે ઊતર્યા એનાથી સંભાળીને રહું છું...
🌸 GOOD MORNING 🌸
There is an App called WhatsApp Plus, by using this app instead of simple whatsapp we can check deleted messages even in gujarati. WhatsApp Plus has many features that are not available in simple whatsapp. I usually download it from Gbpick.Net Here is the link to Download WhatsApp Plus. You will simply love its features and will never use simple whatsapp again.
જો શાંતિ થી જીવવું હોય તો...
બીજા ને બદલવા કરતા પોતાને બદલો...
કાંકરા થી બચવા ચપ્પલ પહેરાય સાહેબ
આખી દુનિયા માં જાજમ ના પથરાય...
* 💕 🌹 સુપ્રભાત 🌹 💕 *
સંજોગો સામે લડતા સિખો,
આશું પી ને હસતા સીખો,
દુનિયા માં રહેવું હોય તો દુનિયા થી ડરો નહીં,
દુનિયા તો દરિયો છે, આ દરિયા માં તરતા શીખો.
🌺 _Good morning_ 🌺
જીવન પેનડ્રાઈવ નથી કે...
મનપસંદ ગીત વગાડી શકાય...
જીવન તો રેડીયા જેવું છે...
કયારે કયું ગીત વાગે તેની ખબર જ ના હોય....
🌹 _Good Morning_ 🌹
i'm just in love with fancy fonts, especially in my gujarati language and i just found an online tool from Telecombit which is called pubg name generator. You can use this for any stylish and fancy font generation . People who love to play games like free fire and pubg are using this tool to generate fancy names.You just have to search on google " pubg names generator telecombit " and click on the first link and generate unlimited fancy names.
દરેક વખતે શરીરમાં વિટામીન જ ઘટે એવું જરૂરી નથી.
ક્યારેક વ્યક્તિત્વનો પણ રિપોર્ટ કઢાવવો જોઈએ.
શું ખબર ... ?
કદાચ 'માણસાઈ' પણ ઘટતી હોય.
🌷 Good Morning 🌷
ગમે તેટલો ખરાબ દિવસ જાય...
હંમેશા એ વાત યાદ રાખજો કે...
જે થાય છે એ સારા માટે જ થાય છે...
જ્યારે કાંઇ નાં સમજાય ત્યારે...
બધુ ઇશ્વર પર છોડી દેવું કારણ કે...
ડાળીએ સુતેલા પક્ષીને નથી પડવા દેતો એ
આપણને પણ સંભાળી જ લેશે...!!!
🌞🌞🌞 Good Morning 🌞🌞🌞
આ જીન્દગી એક ટુંકો પ્રવાસ છે,
ઓછા સમયમાં વધુ જીવવાનો પ્રયાસ છે...
સાચવવા જેવી ચીજ મનની મીઠાશ છે અને...
ભૂલવા જેવી ચીજ સંબંધોની કડવાશ છે...
🙏 શુભ સવાર 🙏
આપણે એજ ભૂલી ગયા સાહેબ કે...
આ ધરતી ઉપર આપણે નિવાસી નહીં પણ...
પ્રવાસી છીએ...!!
🌼 શુભ સવાર 🌼
જીવનના અમુક દાખલા એવા હોય છે સાહેબ કે...
જ્યાં મેથડ સાચી હોવા છતાં જવાબ ખોટા પડે છે !!
🌱 સુપ્રભાત 🌱
કોઈ ને એટલી જ સલાહ આપો...
જેટલી એ સમજી શકે કેમ કે...
ડોલ ભરાય પછી પાણી નો બગાડ જ થાય છે.
* 💕 🌹 સુપ્રભાત 🌹 💕 *
શિયાળે... શાલ ભલીને
ઉનાળે.... સ્કાફ
ચોમાસે... છત્રી ભલીને
માસ્ક... બારેમાસ
😷 Good Morning & Be Safe 😷
ઈતિહાસ કહે છે... ગઈકાલે સુખ હતું,
વિજ્ઞાન કહે છે... આવતીકાલે સુખ😊 હશે પરંતુ...
ધમઁ કહે છે જો... મન સારૂ હશે અને
દિલ💕 સાફ હશે તો રોજ સુખ હશે.
_🦋 શુભ સવાર 🦋_
વહેલા જાગવું હંમેશા ફાયદાકારક રહે છે.
પછી એ ઉંઘ માંથી હોય કે... વહેમ માંથી
❣️ Good Morning ❣️
દુનિયા શું કહેશે એ ના વિચારો,
કારણ કે... દુનિયા ઘણી અજીબ છે,
નિષ્ફળ વ્યક્તિ ની... મજાક ઉડાડે છે,
અને સફળ વ્યક્તિ... થી બળતરા કરે છે...
🌺 _Good morning_ 🌺
દૂનિયા જેને ગાંડા કહે છે
એવા જ માણસો જરૂર પડે ત્યારે કામ આવે છે.
બાકી સાહેબ...
પ્રોફેશનલ લોકો તો પ્રોફેશનલ જવાબ આપી ને જતાં રહે છે.... લખી રાખજો.!!
💐 Good morning 💐
લોકોની વાતો બહુ દિલ પર ના લેવી કારણ કે...
એ જામફળ ખરીદતી વખતે મીઠું છે ને? એમ પૂછશે???
અને પછી... મીઠું લગાવીને જ ખાશે..
🌹 _Good Morning_ 🌹
![]() |
good morning quotes in gujarati image (photo | pic) WhatsApp HD DP Download |
આવતીકાલે આપણી પાસે વધુ સમય હશે એ...
આપણાં જીવનનો મોટામાં મોટો ભ્રમ છે !!
🌞🌞🌞 Good Morning 🌞🌞🌞
ઘરનું સૌથી શ્રેષ્ઠ વાસ્તુ... હસતા ચહેરા છે.
ઘરના ખૂણા તો જ ધબકે જો... દિલના ખૂણા જીવતા હોય...
🙏 શુભ સવાર 🙏
પોતાના એ જ હોય જે કહ્યા વગર સાથે ઉભા રહે,
બાકી કહ્યા પર તો અજાણ્યા પણ મદદ કરી દે છે...
🌺 _Good morning_ 🌺
ભલે અરીસાની કિંમત હીરા કરતા ઓછી હોય પણ...
હીરાના આભૂષણો પહેર્યા પછી દરેક વ્યક્તિ અરીસો શોધે છે...
🌼 શુભ સવાર 🌼
સુખ અને દુઃખ આપણા પરિવારના સદસ્ય નહીં પરંતુ...
મહેમાન છે વારાફરતી આવશે થોડા દિવસ રોકાશે અને જતા રહેશે...
જો એ નહીં આવે તો આપણે અનુભવ અને સમજ ક્યાંથી લાવીશું...
🌹 GOOD MORNING 🌹
'રામાયણ' આખી વાંચી લ્યો,
'શ્રવણ' કેટલું ભણેલો??? અને
તેના 'ગુરુ' કોણ હતા???
તે ક્યાંય જોવા નહી મળે.
કારણ કે...'માવતર' ની સેવા જેવું 'ભણતર' અને 'માં-બાપ' જેવા 'ગુરુ' જેની પાસે હોય...
તેની 'કુંડળી' જાણવાની કોઈ જરુર નહીં રહે.
❤️ Good_morning 💚
સમય એવી વસ્તુ છે કે... ગણે રાખો તો ખૂટે,
વાપરો તો વધી પડે, સંઘરો તો નીકળી જાય,
પણ... સાચવી લ્યો તો તરી જાય..
🌱 સુપ્રભાત 🌱
🌹🌹 જય શ્રી કૃષ્ણ 🌹🌹
ભલેને સો ટચનુ સોનું કહેવાય પણ એનાથી ઘરેણું નથી બનતું,
થોડું ભળવું પડે છે બીજામાં ખુદ ને આકાર આપવા.
🌹 શુભ સવાર 🌹
સફળતા તમારો પરિચય... દુનિયા સાથે કરાવે છે,
અને...નિષ્ફળતા... તમને દુનિયાનો પરિચય કરાવે છે.
🌼 શુભ સવાર 🌼
હસ્તો ચહેરો જ મોટુ હથિયાર છે, સાહેબ...
ક્યાંક વાંચ્યું કે...
હારેલા માણસ નો હસતો ચહેરો,
જીતેલા ની ખુશી ને પણ મારી નાંખે.
🌞🌞🌞 gud mrng 🌞🌞🌞
સમજી શકનાર... વ્યકિતના માથે...
સમજવાની જવાબદારી... હમેશાં વધારે આવતી હોય છે...!!!
વિતેલી હોય... પોતાના પર તો જ શબ્દો સમજાય છે.
બાકી તો બધા ને... સુવિચાર જ દેખાય છે...
_🦋 🇬🇴🇴🇩 🇲🇴🇷🇳🇮🇳🇬 🦋_
સ્ટેપલર ની એક પિન ની કિંમત ખબર છે...??
ફક્ત ૦.૦૦૭ પૈસા...!
પણ... એની કમાલ ખબર છે...?
એ એક પિન કરોડોના દસ્તાવેજ સાચવી રાખે છે.
સાહેબ દુનિયામાં કોઈ પણ વ્યક્તિને...
એના કદથી નહી... એના ગુણથી પારખજો.
🌷 Good Morning 🌷
જીવન પણ એક પરીક્ષા જ છે,
જિંદગી... પરીક્ષા લે છે,
સબંધીઓ... પેપર ચેક કરે અને...
સમાજ... રિઝલ્ટ આપે છે.
🌞🌞🌞 gud mrng 🌞🌞🌞
પરિવાર સાથે ધીરજ રાખવી તે.... પ્રેમ છે.
અન્ય વ્યક્તિઓ સાથે ધીરજ રાખવી તે... આદર છે.
સ્વયં સાથે ધીરજ રાખવી તે... આત્મવિશ્વાસ છે.
અને ઈશ્વર સાથે ધીરજ રાખવી તે... શ્રદ્ધા છે.
🌹🌹🌹 શુભ સવાર 🌹🌹🌹
'વિશ્વાસ'... એક નાનો શબ્દ છે સાહેબ,
વાંચતા... ફક્ત એક સેકન્ડ લાગે,
વિચારતાં... એક મિનિટ લાગે પણ...
સાબિત કરવામાં... આખી જીંદગી લાગે.
🌺🌸 શુભ સવાર 🌸🌺
કોઈ પણ વ્યક્તિનું 'અપમાન' હમેશા...
સમજી વિચારીને કરજો સાહેબ...,
કારણ કે... આ એ ઉધાર છે...
જે અપમાનિત વ્યક્તિ વ્યાજ સાથે ચૂકવવાનું વિચારે છે.
🌸 _₲๑๑d 💗ℳ๑®ทïทg_ 🌸
જીવનમાં જો... કોઈ ખરાબ અનુભવ થાય તો...
ઘીરજ રાખજે દોસ્ત કેમકે...
રડીને હસવાની મજા કંઈક અલગ જ હોય છે.
🌹🌹🌹 સુપ્રભાત 🌹🌹🌹
એક પેન ભુલ કરી શકે છે પણ...
એક પેન્સિલ ભુલ નથી કરતી...
કેમ...?
કારણ કે... તેની સાથે મિત્ર છે...રબર!
જયા સુધી એક સાચો મિત્ર તમારી સાથે છે,
તે તમારી જીંદગી ની બધી ભુલો મીટાવી ને...
તમને એક સારાે માનવ બનાવી દે...
માટે સાચા અને સારા મિત્ર ને સાથે રાખો.
🌹🌹🌹 Good Morning 🌹🌹🌹
🌱કોઈ ખુશીમાં રડ્યું છે તો...
કોઈ દુઃખ માં રડ્યું છે...
ગજબ ખેલ છે જિંદગીનો સાહેબ...🍂
કોઈ વિશ્વાસ માટે રડ્યું છે*
તો કોઈ વિશ્વાસ કરીને રડ્યું છે......!!!!!🍃
🌺🌸 શુભ સવાર 🌸🌺
ખુશીઓનું માપ નથી હોતું,
ખુશી તો એટલી જ હોય છે...
જેટલી તમે માણી શકો....
ઘણી વખત પાંચ કલાકની પાર્ટીમાં પણ, મજા નથી આવતી અને...
ઘણી વખત પાંચ સેકન્ડ હાથ પર બેઠેલું પતંગિયું... દિલમાં રંગો ભરી જાય છે...
🌸 _₲๑๑d 💗ℳ๑®ทïทg_ 🌸
ભગવાન પણ કેવા કેવા સંબંધ બંધાવી દે છે.
કયારે?, કયાં?, કેવી રીતે...? મળાવી દે છે.
જેને આપણે કયારેય મળ્યા પણ ન હોય, ઓળખતા પણ ન હોય,
તેને જ આપણા સૌથી વ્હાલા બનાવી દે છે.
🌞🌞🌞 gud mrng 🌞🌞🌞
પ્રગતિ ભલે ધીમી થાય.
પણ... ઈમાનદારી રાખજો કારણકે...
મન ગમતુ બઘું મળી જાય તો...
જીવવા ની શુ મજા..??
જીવવા માટે એકાદ કમી પણ... જરુરી છે ...!!
🌸 Good morning 🌸
સમય ભલે દેખાતો નથી,
પણ... ઘણુંબધું દેખાડી જાય છે...
આપણ ને 'કેટલા' ઓળખે છે એ મહત્વ નું નથી.
'શા માટે' ઓળખે છે એ મહત્વનું છે...
🌞🌺 સુપ્રભાત 🌺🌞
સફળતાના કપડા તૈયાર નથી મળતા સાહેબ,
એને સીવવા માટે મહેનતનો દોરો જોઈએ....
થિગડું મારતાં આવડે તો... એ પણ એક કળા છે...
પછી એ 'વસ્ત્ર' હોય કે... 'વાત'!
༺꧁ Զเधॆ Զเधॆ ꧂༻
શણગાર તો... શરીર ને હોય સાહેબ...
સુંદર તો... પ્રભુની કૃપા હોય તો થવાય...
કોઇએ પુછયું બંસરી ને કે...
તું કેમ કૃષ્ણને વાલી છે..?
ત્યારે બંસરીએ કહયું કે...
"હું અંદરથી ખાલી છું... માટે કૃષ્ણને વાલી છું...!!!"
🍃💐🌴... શુભ પ્રભાત ...🌴💐🍃
બીજાની સરખામણીએ... વિલંબ થી મળતી સફળતાથી ગભરાશો નહી કેમ કે...
મકાન ના બાંધકામ કરતા... મહેલ ના બાંધકામ માં વધુ સમય લાગે છે...
જીવનનો સૌથી સુંદર અને આસાન નિયમ.
જે તમારી સાથે થવું ન જોઈએ...
એ તમે બીજા સાથે ના કરો.
શબ્દ થોડા છે પણ સમજાય તો ખૂબજ સારા છે.
_🌹💐 શુભ સવાર 💐🌹_
✍🏻સારા વ્યક્તિ સાથેનો સંબંધ એ શેરડીની માફક છે સાહેબ...
તમે તેને તોડો, તેને કાપી નાખો,
તેને દબાવો, કે તેને પીસો છતાં પણ...
તમને તેમાંથી મીઠાસ જ મળશે...!
🌞🌞🌞 Good Morning 🌞🌞🌞
ઉદાસ રહેતા લોકોનું...
'હાસ્ય' સૌથી સુંદર હોય છે...
અને જો એ હાસ્ય તમારા થકી હોય તો...
તમે દુનિયા ના શ્રેષ્ઠવ્યક્તિ છો...
🌹🌹🌹 શુભ સવાર 🌹🌹🌹
આપણે પોતે જ જિંદગીને જ ગૂંચવી નાખીએ છીએ...
જ્યાં બેલ હોવા છતાં... દરવાજો ખખડાવીયે છીએ.
🌞🌺 સુપ્રભાત 🌺🌞
લોખંડનો સૌથી મોટો દુશ્મન...?
બીજું કોઈ નહીં, પોતાનો કાટ જ હોય છે.
માણસનું પણ કંઇક આવું જ હોય છે !!
_🌹💐 શુભ સવાર 💐🌹_
માનવી કેટલો ભોળો છે...
ખબર નથી કે કાલે શુ થવાનુ છે...?
તોય રાત્રે... આલાર્મ મુકી ને સૂવે છે.
🌸 _₲๑๑d 💗ℳ๑®ทïทg_ 🌸
સાચુ તો... દરેક ને સમજાતુ હોય છે પણ...
અફસોસ ની વાત એ છે કે... સાચા સમયે સમજાતુ નથી.
_🦋 🇬🇴🇴🇩 🇲🇴🇷🇳🇮🇳🇬 🦋_
જિંદગી ની 'સફર' માં અનેક 'લોકો' મળે છે.
કોઇ આપણો 'ફાયદો' ઉઠાવે છે
કોઇ આપણને 'આધાર' આપે છે
ફરક એટલો જ છે કે...
ફાયદો લેનારો 'મગજ' માં રહે છે અને...
'આધાર' આપનારો હ્રહૃદય માં બિરાજે છે.
🌹🌹🌹 સુપ્રભાત 🌹🌹🌹
ઘડિયાળની ચાવી ફેરવવાથી તો...
માત્ર સાચો સમય મેળવી શકાય છે.
સારો સમય મેળવવા માટે તો...
એ ઘડિયાળની સાથે ચાલવું પડે !!
༺꧁ શુભ સવાર ꧂༻
કોઈ ને ખોટા સમજતા પહેલા...
એકવાર એની પરીસ્થીતી સમજવાની કોશિશ જરૂર કરજો...
કારણ કે... સાહેબ,
પુર્ણ વિરામ એ માત્ર અંત નથી પરંતુ...
નવા વાક્ય ની શરૂઆત પણ હોય છે.
••●‼️ સુપ્રભાત ‼️●••
'મુશ્કેલી' વગરનુ જીવન મેળવવા...
કયારેય 'પ્રાર્થના' ન કરો પણ...
દરેક મુશ્કેલીઓને પહોંચી વળવાની તાકાત...
તમારામાં વધે એ માટે પ્રાર્થના કરો..
💐 GOOD MORNING 💐
કીડી તળાવ માં પડે છે ત્યારે... માછલી કીડી ને ખાય છે.
સાહેબ પણ... જ્યારે તળાવ સુકાય ત્યારે... કીડી માછલી ને ખાય છે.....
"મોકો સૌ ને મળે છે, બસ સમય ની રાહ જોવી પડે છે.!!"
💐 સુપ્રભાત 💐
વૃક્ષ એ ધ્યાન નથી રાખતું કે... તેના કેટલાં ફૂલ નીચે ખરી પડયાં...
તેનું ધ્યાન તો નવા ફૂલ ખીલવવા માં જ હોય છે...
શું ખોઈ બેઠા તેનું નામ... જીવન નથી.
પણ... શું મેળવો છો એમાં જ જીવન છે..
🌸 શુભ સવાર 🌸
મશ્કેલીઓ રૂ થી ભરેલા કોથળા જેવી હોય છે સાહેબ...જો જોયા જ કરો તો... બહુ મોટી દેખાશે પણ...
ઉપાડી લેશો તો... હળવીફુલ જ હોય છે...!🌞 શુભ સવાર 🌞
ભગવાને કોઈ નું નસીબ... ખરાબ લખ્યું જ નથી.
સાહેબ... એ આપણને દુઃખ આપીને,
ખોટા રસ્તેથી... પાછા વાળવા માંગતા હોય છે.!!
🌹 સુપ્રભાત 🌹
વિઘ્નો તો જીવન માં અનંત આવે છે.
પણ પ્રતિકાર થી જ તેનો અંત આવે છે.
કુદરત નો પણ... નિયમ છે દોસ્તો..
જે પાનખર ઝીલે તેને જ વસંત આવે છે..!
🙏🏻_ શુભ પ્રભાત _🙏🏻
આ કળિયુગ છે સાહેબ...
તમે લોકોના ૧૦૦ કામ કરો પણ... એક કામમાં નાં પાડો તો તે વ્યક્તિ તમને નકામો જ ગણશે...
🌞 ₲❍❍₫ ℳ✺₰ηιη₲ 🌞
એક જગ્યાએ સરસ વાક્ય લખ્યું હતું કે...
જો દુનિયામાં છોડવા જેવું કંઈ હોય તો...
પોતાને ઊંચા અને બીજાને નીચા દેખાડવાનું છોડી દો..!!!
☀️_ GOOD MORNING _☀️
મળેલા સમયને જ યોગ્ય બનાવો,
સારા સમયની રાહ જોશો તો... આખું જીવન પણ નાનું પડશે.
🌸 ₲๑๑d ℳ๑®ทïทg 🌸
બીજાને સારું લાગે માટે...
જૂઠ બોલીને મનમાં ઘુટાવું એના કરતાં...
બીજાને ભલે ના ગમે પરંતુ...
સત્ય બોલીને મનની શાંતિ મેળવવી સારી...
🦋 G⭕️⭕️D Ⓜ️orning 🦋
ગમ્મે તેટલું કમાજો પણ... ગર્વ કદી ના કરતા.
કારણ કે... શતરંજની રમત પુરી થયા પછી,
રાજા અને સિપાહી છેલ્લે એકજ ડબ્બા માં મુકવામા આવે છે,
જીવન ખૂબ સુંદર છે, એક બીજા ને સમજી ને લગાવ રાખો...!!
💥 Good Morning 💎
જયારે તક આવે ત્યારે તૈયાર રહો.
કેમ કે... જ્યાં તક અને તૈયારી ભેગા મળે છે.
તેને જ ભાગ્ય કહે છે.
🌹 G00d 〽️0rniNg 🌹
ધનથી નહીં મનથી ધનવાન બનો,
કેમકે... મંદિર માં ભલે
સુવર્ણ કળશ લાગેલા હોય
માથું તો પત્થર ના પગથીયે જ નમાવું પડે છે🙏
🌻 શુભ સવાર 🌻
કર્મ માં વિશ્વાસ રાખો રાશિમા નહીં
કારણકે...
રામ અને રાવણ
કૃષ્ણ અને કંસ
રાશિ એક હતી પણ...
કર્મ અલગ....
કર્મથી જ માણસ શ્રેષ્ઠ બને છે...
🌷 શુભ દિવસ 🌷
કૃષ્ણ એ ગીતા મા કહ્યુ છે કે...
મારા પર ભરોસો રાખો
પણ એવુ નથી કહ્યુ કે...
મારા ભરોસે બેસી રહો.
વૃત્તિ શ્રેષ્ઠ હોય તો...
કોઇ પણ પ્રવૃત્તિ શ્રેષ્ઠ જ થવાની...!
પુસ્તક ની જેમ વ્યક્તિઓને પણ વાંચતા શીખવું પડશે સાહેબ,
કારણ કે... પુસ્તકો જ્ઞાન આપે છે અને વ્યક્તિઓ અનુભવ.
🌸 ₲๑๑d ℳ๑®ทïทg 🌸
ખિસ્સું પણ મજાનું છે...
ભરેલું હોય તો... સંબંધો ઘણા મળે,
અને
ખાલી હોય તો અનુભવો ઘણા મળે...!!!
🙏🏻 good morning 🙏🏻
કોઇને આપી શકાય તેવી શ્રેષ્ઠ ભેટ છે
યોગ્ય સમયે આપણી હાજરી
અને...
યોગ્ય સમયે આપણી મદદ
🌸 શુભ સવાર 🌸
મુંજાય છે શું મનમાં,
સમય જતાં વાર નથી લાગતી,
કાંકરાને રેતીમાં બદલાતા વાર નથી લાગતી,
પ્રેમથી જીવન જીવી લેજો દોસ્તો,
હ્રદયને બંધ થવામાં વાર નથી લાગતી...✍🏻
🙏🏻🌷 GOOD MORNING 🌷🙏🏻
ભણેલા અને અભણ વચ્ચેનો સૌથી મોટો તફાવત
અભણ... એકબીજાને માનથી બોલાવે
જ્યારે ભણેલો...
એકબીજાને કામથી બોલાવે...!
🌷🌹 good morning 🌷🌹
જો કોઈ પૂછે કે... ઝીંદગી માં શું મળ્યું ને શું ગુમાવ્યું?
તો બિન્દાસ થી કહેજો કે જે...
ગુમાવ્યું તે... મારુ ક્યારેય હતુ જ નહીં,
અને જે મળ્યું છે... તે ભગવાનની મહેરબાની છે.👏🏻
💐 Good Morning 💐
દરિયો પણ અજીબ રીત નિભાવે છે...
સાહેબ... શ્વાસ હોય ત્યાં સુધી ડુબાડે છે...
અને...
શ્વાસ છૂટે પછી કિનારો બતાવે છે...!!!
🌹 Good Morning 🌹
✍🏻મોહ નથી, માયા નથી અને અમર તમારી કાયા નથી...
સુખેથી જીવી લો આ જિંદગી મિત્રો,
કારણ...દુઃખની અહીં કોઈ છાયા નથી...
ઉડવાની હિમંત હોય તો... પાંખ ફૂટે,
બાકી બેસી રહો તો... કિસ્મત પણ ફૂટે.
નથી મળતું કોઈને કશું મહેનત કર્યા વગર,
મળ્યો મને મારો પડછાયો પણ તડકે ગયાં પછી...
🌿🌹🌷 જય મુરલીધર 🌷🌹🌿
*સ્કુલ લાઈફ બેસ્ટ હતી એવી ત્યારે જ ખબર પડે છે.
*જયારે આપણે સ્કૂલમાંથી નીકળી જઈએ છીએ !!*
જીવન એવુ જીવો કે... જીંદગી ટુંકી પડે,
હશો એટલુ કે... રડવા નો વારો ન આવે,
કંઈક આશા પુરી થાય તે...કિસ્મત ની વાત છે પણ...
મહેનત એવી કરો કે... ઈશ્વર આપવા માટે મજબૂર થઈ જાય.
🌹 _₲๑๑d 💗ℳ๑®ทïทg_ 🌹
માણસની આંખોને...હંમેશા એ જ વ્યક્તિ ખોલી જાય છે.
જેના પર તે આંખો બંધ કરીને વિશ્વાસ કરે છે...!!!
💐🌹💐 શુભ સવાર 💐🌹💐
'કાચ' કમજોર બહુ હોય છે.
પરંતુ... સાચુ દેખાડવામાં ગભરાતો નથી.
_🙏 Good Morning 🙏_
સલાહ નહીં... સાથ જ મહત્વ નો છે બાકી...
ખબર તો બધાને પડે છે કે...
શું કરવું... અને શું ન કરવું...
કોઈ જરૂર હોય ત્યારે જ યાદ કરે તો
એને... સ્વાર્થી ન સમજવા કારણ કે...
એમને એ સમયે પોતાની જાત કરતાં પણ...
વધુ ભરોસો તમારી ઉપર હોય છે.
એટલે જ તમને યાદ કરે છે.
🌞🌺 સુપ્રભાત 🌺🌞
શું જતું કરવું અને શું જાતે કરવું,
એ જો સમજાઇ જાય તો... સ્વર્ગ અહીં જ છે.
પથ્થરમાં એક ખામી છે કે, એ કયારેય પીગળતો નથી.
પરંતુ... પથ્થરમાં એક ખુબી છે કે, એ કયારેય બદલાતો નથી...
સારા વર્તનમાં એટલી તાકાત હોય છે કે...
એ ખરાબમાં ખરાબ માણસને પણ શરમાવી શકે છે.
મતલબી લોકો સાથે રહેવા કરતા...
એકલા રહેવું લાખ ગણું સારું છે !!🙂
'સાથ' અને 'હાથ' ખભા પર 'બોજ' નથી હોતા..
પણ અફસોસ કે.. આવા લોકો 'રોજ' નથી હોતા.!!!
હાથની રેખાઓ જોવા થી કઈ નથી થતુ સાહેબ...
મહેનત કરવાથી જ કંઈક મળે છે.
જે દિવસે મહેનત કરીને... તમારા હાથની રેખાઓ ભૂંસાઈ ગઈ હશે...
એ દીવસે તમે મહાન હશો.
🌺🌸 શુભ સવાર 🌸🌺
![]() |
good morning quotes in gujarati language WhatsApp HD DP Download |
હજારો પ્રશ્ન છે... જીંદગી માં પણ...
જવાબ એક જ છે... 'થઈ જાશે'*
🌹🌹🌹 shubh savar 🌹🌹🌹
આંસુ ત્યારે નથી આવતા જયારે... આપણે કોઈક ને ભૂલી જઈએ છે.
આંસુ તો ત્યારે આવે છે... જયારે કોઈક ને ભૂલી નથી શકતા.
મનમાં... પવિત્રતા અને પાયામાં... નીતિ હશે તો...
જીવન માં પરિક્ષા આવી શકે પરંતુ... સમસ્યા તો નહીં જ આવે...
🌞🌞🌞 gud mrng 🌞🌞🌞
|| હર હર મહાદેવ ||
ગરીબીમાં... બાળપણ ચાલ્યું ગયું,
જવાબદારીમાં... જવાની ચાલી જશે,
શરીર અને પરીવારને સાચવતાં...
આ જિંદગી સપના જોતાં ચાલી જશે.
એટલે જ કહું છું....
આજ ને માણી લો, કાલની ચીંતા છોડી દો કારણ કે...
ભોગવે એજ 'ભાગ્યશાળી'
🌸 _₲๑๑d 💗ℳ๑®ทïทg_ 🌸
દુનિયાનો સૌથી સુંદર સબંધ એ જ છે જ્યાં...
એક નાની મુસ્કાન અને નાની માફી થી...
જિંદગી પહેલા જેવી થઈ જાય છે.
🌸🌻 સુપ્રભાત 🌻🌸
ચકાસ્યાં કરશો તો... કોઈ પોતાનું નહીં જડે,
અને... હા...
ચાહતાં રહેશો તો... કોઈ પારકું નહીં જડે..!!🙏
🌹🌹🌹 શુભ સવાર 🌹🌹🌹
જો પડછાયો કદ કરતાં અને...
વાતો હેસીયત કરતા...
મોટી થવા લાગે ત્યારે સમજવું કે...
સુરજ આથમવાનો સમય થયો છે..
🌹🌹🌹 Good Morning 🌹🌹🌹
એકાંત માં...
પોતાના વિચારો પર અને...
જાહેર માં...
પોતાના શબ્દો પર... કાબૂ રાખનાર વ્યક્તિ...
દુનિયા બદલવાની ક્ષમતા ધરાવે છે.
🌸 _₲๑๑d 💗ℳ๑®ทïทg_ 🌸
મોજ થી જીવી લેવુ... સાહેબ કેમ કે...
રોજ સાંજે સૂરજ નહી પણ...
આ અનમોલ જિંદગી નો એક કિમતી દિવસ ઘટી જાય છે....🤷🏻
🌞🌞 સુપ્રભાતમ 🌞🌞
જિંદગી ની 'દોડ' જ અજીબ છે.
જો જીતી જઈએ તો આપણા પાછળ છૂટી જાય અને...
હારી જઈએ તો આપણા જ પાછળ 'છોડી' જાય છે....*
🌹🌹🌹 સુપ્રભાત 🌹🌹🌹
હૃદય થી સાફ રહેશો તો...
કેટલાય લોકોના ખાસ રહેશો.
સુવિચારો મહત્વ નાં નથી
સુ(શું) વિચારો છો? તે મહત્વનું છે.
🌹🌹🌹 Good Morning 🌹🌹🌹
દર્દ સિવાય જિંદગી અધુરી છે... તો પણ જીવવું જરૂરી છે.
ના કરજો અફસોસ તમારી જિંદગી પર કેમ કે...
તમારી જિંદગી વિના કોઈક ની જિંદગી અધુરી છે.
🌹🌹🌹 Suprabhat 🌹🌹🌹
જીવનમાં કોઈક કોઈક વાર અંધારું પણ જરૂરી છે...
ખબર તો પડે કે... આપડી જોડે સાચા હીરા કયા છે...
નહીંતર... તડકામાં 'કાચ' ના ટુકડા પણ... હીરાની જેમ ચમકે છે.*
🌹🌹🌹 Good morning 🌹🌹🌹
જિંદગી તમને જે અજમાવે છે,
જે જાણે છે કે મુશ્કેલ માર્ગો પર કેવી રીતે ચાલવું,
જીવનમાં જીતે છે ફક્ત એ લોકો,
જે બધું ગુમાવ્યા પછી પણ હસવું જાણે છે.
🌺🌸 શુભ સવાર 🌸🌺
![]() |
good morning quotes in gujarati for whatsapp WhatsApp HD DP Download |
જીવનમાં એવા લોકો સાથે જોડાવો જે...
તે સમયે જ્યારે તમારી છાયા ...
અને યોગ્ય સમયે તમારો અરીસો બનો ...
કારણ કે અરીસો ક્યારેય ખોટું નથી ...
અને પડછાયો ક્યારેય છોડતો નથી.
🌺🌸 સુપ્રભાતમ 🌸🌺
જીવન એક પડઘા(પ્રતિધ્વનિ) છે,
બધું પાછું આવે છે,
સારું, ખરાબ, જૂઠું, સત્ય, વગેરે...
તેથી તમે વિશ્વ ને શ્રેષ્ઠ
આપવાનો પ્રયત્ન કરો
અને ચોક્કસપણે સારું જ
તમારી પાસે પાછુ આવશે... !!
🌺🌸 શુભ સવાર 🌸🌺
*"બાળક જ્યારે મોટું થવા લાગે ને..*
*ત્યારે તેને પેન્સિલ ને બદલે પેન આપવામાં આવે છે,*
*જેથી એને સમજ પડતી જાય..*
*કે જીવનમાં હવે ભૂલો* *સુધારવી* *અઘરી* *છે**...
🌺🌸 સુપ્રભાતમ 🌸🌺
*મુઠ્ઠીમાં જે ખુશીઓ બંધ છે એ બધામાં વહેંચી દો સાહેબ,,*
*તમારી હોય કે મારી..*
*હથેળી તો એક દિવસ ખાલી જ રહી જવાની છે..!!*
🌹🌹🌹 Good Morning 🌹🌹🌹
*શબ્દો તો માત્ર વાક્ય ની શોભા છે*,
*"સાહેબ..."*
*બાકી સમજવા વાળા તો*
*કોરુ કાગળ*
*અને*
*મૌન પણ સમજી જાય છે..*
🌸 *_₲๑๑d 💗ℳ๑®ทïทg_*🌸
*✍️ સાચું કહી દેનાર*
*વ્યક્તિનો ક્યારેય સાથ*
*ના છોડશો,*
*ભલે એની વાતો કડવી*
*લાગે પણ એનાથી વધારે*
*ચોખ્ખા દિલની વ્યક્તિ*
*તમને બીજી કોઈ નહીં*
*મળે...👏*
🌺🌸 સુપ્રભાતમ 🌸🌺
*અનુકૂળ સંજોગો માં જીવતો*
*માણસ સુખી હોય છે...*
*પરંતુ*
*સંજોગો ને અનુકૂળ બનાવી*
*ને જીવતો માણસ*
*વધુ સુખી હોય છે...*
🌺🌸 શુભ સવાર 🌸🌺
*કોઈપણ મુશ્કેલી વગર જીતે,*
*એ માત્ર*
*વિજય મેળવે છે.*
*પણ..*
*અનેક મુશ્કેલી વેઠીને જીતે,*
*એ “ઈતિહાસ” રચે છે.*
🌸 *_₲๑๑d ℳ๑®ทïทg_*🌸
*ક્યારેક ઉદાસીની આગ છે જીંદગી,*
*ક્યારેક ખુશી નો બાગ છે જીંદગી,*
*હસતો અને રડાવતો રાગ છે જીંદગી,*
*પણ આખરે તો*
*"કરેલા કર્મો નો જવાબ છે જીંદગી".......*
🌹🌹🌹 Good Morning 🌹🌹🌹
પ્રકૃતિએ *બે જ માર્ગ* રાખ્યા છે સાહેબ............
1 ) *કાં તો આપીને જાવ ,*
2 ) *નહીં તો મુકીને જાવ ,*
👉🏻 સાથે લઈ જવાની કોઈ *વ્યવસ્થા નથી*,
પણ માણસ *માનવા* તૈયાર નથી .
🌸 *_₲๑๑d 💗ℳ๑®ทïทg_*🌸
*ગમવાથી* કોઈ ચીજ આપણી નથી હોતી,
દરેક *મુસ્કાન* ખુશીની તો નથી હોતી,
મેળવવા તો બધા માંગે છે, ઘણું બધું,
પણ ક્યારેક *સમય* તો ક્યારેક *કિસ્મત* સાથે નથી હોતી.
🌺🌸 સુપ્રભાતમ 🌸🌺
કિંમતી તો ઘણુ બધુ હોય છે જીવન માં પણ...
દરેક વસ્તુ ની કિંમત ફકત સમય જ સમજાવી શકે છે.
🌹🌹🌹 Good Morning 🌹🌹🌹
*"એક નફરત છે,"*
*જે લોકો* *"એક પલમાં સમજી"* *જાય છે,*
*અને*
*"એક પ્રેમ છે,"*
*જેને* *"સમજવામાં વર્ષો"* *નીકળી જાય છે*.
🌺🌸 શુભ સવાર 🌸🌺
*કેવી છે નસીબ ની બલિહારી*
*ઇશ્વરે મફતમાં આપેલ શબ્દ*
*"કેમ છો"*
*કહેવામાં પણ આપણે*
*વ્યક્તિ ની*
*પસંદગી કરવી પડે છે.*..
🌸 *_₲๑๑d 💗ℳ๑®ทïทg_*🌸
Good Morning Quotes for Makar Sankranti (uttarayan, ઉત્તરાયણની, મકરસંક્રાંતિ)
ઉડવું.
ખૂબ ઊંચે ઉડવું,
મેઘધનુષી રંગો સાથે ઉડવું.
આકાશ ઉડવા માટે જ છે.
પણ... હળવા બની ને ઉડવું.
કારણ કે...
નીચે પટકાઇએ તો જીલનારને જીલવાનો ભાર ન લાગે.
🪁 ઉત્તરાયણની શુભકામના 🪁
ક્યારેક ખેંચવું પડે તો...
ક્યારેક ઢીલ પણ આપવી પડે,
આ જિદગી પતંગ🪁 જેવી જ છે.
ક્યારે સબંધ માટે કપાવું પડે તો...
ક્યારે સબંધ પણ કાપવા પડે...
🪁 મકરસંક્રાંતિની ખુબ ખુબ શુભેચ્છાઓ 🪁
આપના જીવનમાં પવન સમી સુખની લહેરો આવે અને
આપનું જીવન પતંગ ની જેમ લાગણીઓના ગગનસાગરમાં ઉન્નતિ મેળવે તેવી શુભકામના.
ક્યારેક જો પતંગ દુઃખનો ગુલાંટ મારે તો...
પ્રેમની ઢીલ દઈ ને વિશ્વાસની ખેંચથી પાછો પતંગ-દોર ના સાથને મજબૂત કરી લેજો...
🪁 મકરસંક્રાંતિની ખુબ ખુબ શુભેચ્છાઓ 🪁
કાગળની જીવ વગરની...
પતંગ પણ ઉડે છે સાહેબ,
બસ દોરી સાચા માણસના...
હાથમાં હોવી જોઈએ...!
🪁 મકરસંક્રાંતિની ખુબ ખુબ શુભેચ્છાઓ 🪁