Good Morning Quotes GujaratiRead Now!
Posts

Holi wishes, Quotes, Shayari and Status in Gujarati | હોળીની શુભેચ્છાઓ સહ શુભકામના સંદેશાઓ

શુ તમે હોળી પર મિત્રો અને સંબંધીઓને ખાસ શુભેચ્છા સંદેશ મોકલવા માંગો છો પણ શબ્દો નથી મળતા? Holi & Dhuleti wishe, Quotes, Shayari & Status in Gujarati

ફાગણી પૂનમે અસત્ય પરના સત્યના વિજયના "હોળી"નાં પાવન પર્વ ઉજવવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર, હોળીનો તહેવાર કુલ બે દિવસ ઉજવવામાં આવે છે. જેમાં પ્રથમ દિવસે હોલીકા પ્રગટાવવામાં આવે છે, જેને હોલિકા દહન તરીકે ઓળખવામાં આવે છે.

બીજા દિવસે, જ્યારે આપણે દુષ્ટતાઓથી છૂટકારો મેળવીએ છીએ, ત્યારે આપણે આપણી ખુશી, આપણો પ્રેમ, આપણો આનંદ રંગોથી વ્યક્ત કરીએ છીએ અને નવા જીવનનું સ્વાગત કરીએ છીએ. તેથી જ હોળીને પ્રેમનું પ્રતિક માનવામાં આવે છે.

કેટલીક વાર આપણી ખુશી, પ્રેમ, આનંદ રંગોથી વ્યક્ત નથી કરી સકતા તેથી અમે લાવ્યા છીએ Holi wishes, Quotes, Shayari and Status text SMS in Gujarati OR હોળી ની શુભેચ્છાઓ સહ શુભકામના સંદેશઓ

Happy Holi Wishes text SMS in Gujarati language ma | હોળી ની શુભેચ્છાઓ સહ શુભકામના સંદેશઓ

Holi, Holika Dahan and Dhuleti Wishes, Quotes, Shayari and Status in Gujarati text
Download G-Drive Image

આપ સૌને હોળી🔥 ના પાવન પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું.
હોળી-ધુળેટીના💦 રંગબેરંગી કલર🌈 જેવું સુંદર તમારું જીવન બને તેવી શુભકામનાઓ.🙏🎉🔥

Happy Holi Special Status in Gujarati
Download G-Drive Image

શરીર પર કલર પડે કે ના પડે પણ...
સૌનું જીવન હંમેશા Colourful અને આનંદમાં રહે,
રંગોની જેમ Cheerful રહે એવી શુભેચ્છાઓ...
મારા અને મારા પરિવાર તરફથી હોળી & ધુળેટીની ખુબ ખુબ શુભકામનાઓ. 💐💐

ભગવાન કરે બધા વર્ષ ચાંદ બનીને આવે,
દિવસનું અજવાળું શાન બનીને આવે,
ક્યારેય દુર ના થાય તમારા ચહેરા પરથી આ ખુશી
હોળી નો તહેવાર એવો મહેમાન બનીને આવે...

મારા અને મારા પરિવાર તરફથી તમને અને તમારા પરિવારને હોળીની હાર્દિક શુભકામના.
બસ આવીજ રીતે હસતાં ખીલતા રહો...

હોળીના પાવન પર્વે તમામને હાર્દિક શુભકામનાઓ.

રંગોના પાવન તહેવાર હોળી-ધૂળેટી સર્વત્ર આનંદ અને સમૃધ્ધિ પ્રસરાવે,
પ્રભુ તમારા જીવનને સદા રંગો થી ભરેલુ રાખે અને...
તમારા દુઃખો અને તકલીફો હોળીની અગ્નિમાં બળી ને ભસ્મ થઈ જાય એવી મંગલ પ્રાર્થના...🙏

Happy Dhuleti Wishes in Gujarati text SMS
Download G-Drive Image

રંગ નો આ તહેવાર તમારા જીવનમાં ખુશીયો ના અનેક રગો લઇ ને આવે અને આપનું જીવન સુખ શાંતિ સલામતી સમૃદ્ધિ થી રગીન રહે એવી ઈશ્વર પાસે પ્રાર્થના...

🛑🔸 હોળીની શુભકામના 🔸🛑

આસુરી તત્વોનું દહન, અધર્મ પર ધર્મ અને દૈવી શકિતના વિજયના મહાપર્વ હોળીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.
આ પાવન તહેવાર પર સૌના જીવનમાં નકારાત્મક શક્તિઓનો નાશ થાય અને દૈવી શક્તિના વિજયનો જયઘોષ થાય તેવી પ્રાર્થના કરું છું.

તમારા જીવન માં ઓછા માં ઓછી હોળી થાય.
હોળી ની અગ્નિ માં તમારા શરીર અને મગજ ના નકારાત્મક કીટાણુઓ નો નાશ થાય અને...
નવી હકારાત્મકતા રૂપી રંગોનું અવતરણ થાય.
એવી જ દરેકને અંતર થી શુભકામનાઓ...

સુહોળી ને સુધુલેટી 😂😂😂😂😂

જીવન એ એક રંગીન તહેવાર છે,
પરમાત્મા આપના જીવન રૂપી કેનવાસ ને પ્રેમ, સુખ, સમૃદ્ધિ, સફળતા અને સારા સ્વાસ્થથી રંગી દે તેવી પ્રાથના.

હોળી ની શુભકામના.

રંગ, ઉમંગ અને હર્ષોઉલ્લાસના પાવન પર્વ ધૂળેટીની આપ સૌને ઘણી ઘણી શુભેચ્છાઓ...!!!
આવનારા સમયમાં આ પાવન પર્વ આપના જીવનમાં અગણિત ખુશીઓના રંગ અને ઉત્તમ સ્વાસ્થ્ય લાવે એવી આપ સૌને અંતરમનથી શુભકામનાઓ.

પ્રકૃતિ પૂજા અને રંગોના ઉત્સવ ધૂળેટી ની આપને ખુબ ખુબ શુભકામનાઓ.
રંગોત્સવ ધૂળેટી સમાજમાં પ્રેમ, બંધુત્વ અને સામાજિક સમરસતાના રંગોને વધુ નિખારે તેવી અભ્યર્થના...!

આપ સર્વને ધૂળેટીની ખૂબ ખૂબ શુભકામનાઓ.
રંગોનો આ તહેવાર આપનાં જીવનમાં પણ અનેક રંગો ભરી દે,
ઉલ્લાસ-ઉમંગ અને ઉત્સાહનું સીંચન થાય તેમજ સુખ-સમૃદ્ધિ અને સફળતા સદાય આપની સાથે રહે એવી શુભેચ્છા.

Happy Holi wishes for Friend in Gujarati

Happy holi wishes text sms for friend in gujarati
Download Image

હું ભરી આવું રંગની મુઠ્ઠી...
દોસ્ત તું લઈ આવજે કોરુ મન...

પછી કેસુડાના ફુલની સામે...
વગડો બનશે વૃંદાવન...!!!

હોળી ની હાર્દિક શુભકામના.

મિત્ર કલર ની જેમ હોય છે...
જે આપણી જિંદગી માં રંગ પૂરે છે.
હું કદાચ તમારો ફેવરેઈટ કલર ન બની શકું પણ...

એવી આશા છે કે...

ચિત્ર પુરુ કરવામાં ક્યાંક તો કામ લાગી શકુ !

હોળી ધૂળેટી ની હાર્દિક શુભકામના

Happy Holi Shayari in Gujarati

Happy Dhuleti Love Shayari in Gujarati
Download G-Drive Image

કેસુડાની કળીએ બેસી,
ફાગણીઓ લહેરાયો.

રંગ ભરી પિચકારી ઉડે,
હૈયે હરખ ન માયો

આવ્યો ફાગણીઓ....!

ગુલાલ વાળી... પાણી વાળી...
ખજુર અને ધાણી વાળી...
કેસૂડા ના ફુલ વાળી...
ભાંઈબંધો ની બબાલવાળી...
બંદૂક ની પીચકારી વાળી અને
એક વર્ષ પછી છૂટછાટ સાથે ઊજવવા મળેલી હોળીની શુભકામનાઓ.

હલકે હલકે ફોરે રે ફોરમ, કે હોળી આવી રે...
છાઈ મસ્તી મનને અંગ, કે હોળી આવી રે...
કે હોળી આવી રે

વગડે મહોર્યા કેસુડા ના રંગ, કે હોળી આવી રે...
છાઈ મસ્તી મનને અંગ, કે હોળી આવી રે...

આવી વસંતની વણઝાર, ઉછળે રંગોના ઉપહાર
આજ આવી કા’નાની યાદ, આવો હેતે રમીએ રાસ, કે હોળી આવી રે...

શુભ સવાર 🌹🌹

મલકે યૌવન ઊભા બઝાર, ખાશું આજ ધાણી ને ખજૂર,
અબીલ ગુલાલ છાયો રે આકાશ, પાપનો થાજો રે ભાઈ નાશ,
કે હોળી આવી રે...

મન ગમતો કોઈ રંગ મળી જાય
મન ગમતો કોઈ સંગ મળી જાય
તો જીવન મા કઈંક અનેરો ઉમંગ ભળી જાય

રંગ ભરીને હાથમા વિચાર્યુ પૂછી લઉ કયો રંગ પસંદ છે...
નીલો, વાદળી,કે લાલ ભરુ.
તમને કેસુડા ના રંગથી કે ઊડાડુ અબીલ-ગુલાલ

મન ના ઉદ્વેગ સમાપ્ત હો,
જીવન ના સમાધાન પ્રાપ્ત હો,
જીવન માં રંગબેરંગી ખુશહાલી હો,
સ્વપ્ન નવા ની ઉંચી ઉડાન હો...
હોળી ની શુભકામના.. 💐

આંખ માં ના સમાય રંગ એવો કંઈક ભરી જા,
રંગે અબીલ ને ગુલાલ મદમાતો હૃદયે વસી જા,
મહેંકી રહી છે મંજરી સોનું સૂરજનું ભરી જા,
મ્હોર્યા છે યાદના હૈયે વસંતના વાયરા..!
હોળી પર્વ ની શુભકામના...!

પિચકારીમાં રંગ અવનવા
હૈયે સઘળા ઉમંગ અવનવા
તહેવાર ભલે હો પરંપરાનો
ખુશીના મળે પ્રસંગ અવનવા

હોળીની સહુને રંગીન શુભેચ્છાઓ.

Happy Dhuleti Wishes in Gujarati

રંગ અને પ્રેમ ના ઉત્સવ 'ધુળેટી' ની હાર્દિક શુભકામનાઓ ..!

રંગો નો તહેવાર ધુળેટી આપના જીવન માં નવા રંગો સાથે સફળતા, સમૃદ્ધિ, ખુશીઓ અર્પે...
ધૂળેટી ની આપ સાહેબ ને શુભકામનાઓ.

Happy Holi Status text SMS in Gujarati

ના કોલ📞 થી, ના કાર્ડ💌 થી,
ના ગીફ્ટ🎁 થી, ના પોસ્ટ📮 થી,
ના ઇમેલ📧 થી, ના ફોન📱 થી,
1 દિવસ પહેલા "ડાયરેક્ટ દિલ💖" થી...
હોળી ની શુભકામના.

ગમતી વ્યક્તિ ને રંગવા જાવ તો હથેળીમાં પહેલા થોડું વ્હાલ લેજો અને પછી અમને ગુલાલ લગાડજો...
કદાચ એમના ગાલેથી ગુલાલ તો ભૂંસાઈ જશે, પણ તમે આપેલું વ્હાલ અકબંધ રહેશે....!!!
હોળી ધુળેટી ની શુભકામના...

Happy Holi Dhuleti Love💕 Status in Gujarati for Love & Girlfriend

Happy Dhuleti Love💕 Shayari in Gujarati
Download G-Drive Image

વાંક જરાપણ ગુલાલનો ન હતો,
સાવ કોરોકટ એમનો ગાલ હતો.
રોકવા મથ્યો પણ... રોકી ન શકયો,
ફાગણની આબરુનો સવાલ હતો.!

હોળી ની શુભેચ્છાઓ...❤️💚💜🧡💛

હોળી નો રંગ તો દર વરસે લાગે ને નીકળી જાય પણ...
મને તો તારો ક્યારેય ના નીકળે એવો આ રંગ લાગ્યો છે.

હું ખુબ ખુશ છું કારણકે...
તે મારા જીવન ને તારા પ્રેમ ના રંગો થી ભરી દીધું છે.
તારા પ્રેમ નો રંગ કદી આછો નહી થાય એ વચન સાથે

હોળી ની ખુબખુબ શુભકામનાઓ પ્રિયે💕

તારીખયાનું 📆 પાનું તોડતા મને હોળીની🔥 યાદ આવી,
કેસુડા🌸🍁 વીણતી મારી ઓલી👸 ની યાદ આવી...

સ્પર્શ કરવું હતું તમને ❤
એના માટે ગોતતી હતી ટાણું 🤔
અને મળી ગયું હોળી નું બહાનું

હોળી નો રંગ તો દર વરસે લાગે ને નીકળી જાય પણ...
મને તો તારો ક્યારેય ના નીકળે એવો આ રંગ લાગ્યો છે.
હું ખુબ ખુશ છું કારણકે...
તે મારા જીવન ને તારા પ્રેમ ના રંગો થી ભરી દીધું છે.
આ તારા પ્રેમ નો રંગ કદી આછો નહી થાય એ વચન સાથે હોળી ની ખુબખુબ શુભકામનાઓ પ્રિયે💕

તારો સંગ મળે તો જીવનમાં ફાગણ આવે,
પછી જીવનમાં રોજ હોળી.......🔥🔥

સળગે છે ભીતર કંઇક હોળી જેવુ,
મારા જ મને રગદોળે છે ઘેરૈયાની ટોળી જેવુ.
ઓળખ બધાની શી ધરું,
લગાવી ફરે છે એ રંગ જેવુ..!!

Happy Holi Quotes in Gujarati

Happy holi wishes text sms in gujarati language
Download Image

રંગ ઉમંગનો તહેવાર છે... હોળી
ખુશીઓનો વ્યવહાર છે... હોળી
સંબંધોનો સાર છે... હોળી
આનંદનો આવિષ્કાર છે... હોળી

રંગોત્સવના પર્વ હોળીની રંગભરીને ખુશીઓ ફેલાવો તેવી શુભકામનાઓ.

🎭સળગાવવું અને પ્રગટાવવું એ બન્ને વચ્ચેનો ભેદ સમજાય એવી હોળીની શુભકામના. 7️⃣7️⃣🙏

સળગાવ્યા લાકડાં ઘણા,
પણ ક્રોધ ,લોભ,મોહ ને માયા ન બળ્યા તો...
તો હોળી શું કામ ની ?
રંગે રંગાયા ઘણાં પણ, હદયે કોરાં ધકકાર જ રહ્યા.
તો ધુળેટી શું કામ ની ??🙏🙏

આજ ના હોળીના પર્વની આપને તથા આપના પરિવારને ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ...

આ હોળીની જ્વાળામાં આપના સર્વ દુ:ખો, સમસ્યાઓ અને મુશ્કેલીઓ બળીને ખાખ થઈ જાય અને...
આપનું જીવન આનંદ અને ખુશીથી ધુળેટીના રંગોની જેમ ખીલી ઊઠે એવી પ્રભુને પ્રાર્થના... 🙏🏻

Funny Holi & Dhuleti Message in Gujarati

બહાર ની હોળી ઘરમાં લાવવી નહી અને...
ઘર ની હોળી બહાર લઈ જવી નહીં.

ધૂળેટી નાં દિવસે મોઢા ઉપર તેલ લગાવી ને ધૂળેટી રમવા આવવા વાળા ને પણ હોળી ની શુભકામના.

હોલિકા દહનની શુભેચ્છાઓ સહ શુભકામના સંદેશઓ | Holika dahan Wishes text SMS in Gujarati language

Happy Holika Dahan Wishes in Gujarati with PNG Image
Download G-Drive Image

દૈવી શક્તિનો દાનવ ઉપર વિજય,
સત્યનો અસત્ય ઉપર વિજય,
શ્રદ્ધાનો પાખંડ ઉપર વિજય

એવી હોલિકા દહનની આ પ્રતિકારત્મક પ્રસંગે જન-સમુહ માનસમાં ભક્ત પ્રહલાદની પરમ-તત્વ પ્રત્યેની શ્રદ્ધા કાયમ રહે અને સૌ સાથે મળી સુખનો અનુભવ કરે એવી અભ્યર્થના સાથે હોળીની શુભેચ્છા...

હોલિકા દહનની પવિત્ર અગ્નિમાં સૌ દુઃખ, પીડા, વ્યાધિ અને અસત્યો બળીને ખાખ થાય તેમજ
હોલિકાના પવિત્ર અગ્નિમાંથી નીકળતો પ્રકાશ સૌના જીવનમાં શિક્ષણ, સ્વાસ્થ, રોજગાર, સુરક્ષા તેમજ સન્માનનું અજવાળું ફેલાવે એવી આજના દિવસે ઈશ્વરને અંતઃકરણપુર્વક પ્રાર્થનાઓ અને...
આવતીકાલની ધુળેટીનાં તમામ રંગોથી તમારું જીવન ખુશી, આનંદ અને સુખ-શાંતિ જેવા રંગોથી રંગબેરંગી થાય.
એવી મારા અને મારા પરિવાર તરફથી ખુબ ખુબ શુભકામનાઓ.👍🙏

આજે હોળીના પવિત્ર દિવસે આપણે સૌ જીવનના દુર્ગુણોને હોળીમાં હોમીએ.
આપ સૌને આનંદ, ઉમંગ અને સદ્દભાવનાના પવિત્ર તહેવાર હોળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવતા ની સાથે સાથે દરેક ના જીવન માં સુખ, શાંતિ અને સત્ય ની સાત્વિકતા બની રહે તેવી મનોકામના સેવું છું.

હોળીની જ્વાળાઓમાં આપના જીવનમાંથી કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, અહંકાર, દુખ અને તકલીફોનુ દહન થાય અને આપનુ જીવન સુખ, શાંતિ, ખુશી, તંદુરસ્તી, આનંદ, સમૃધ્ધી અને પ્રેમ રૂપી સપ્તરંગોથી છલકાયેલુ રહે એવી આજના હોળીના પાવન પ્રસંગે સહૃદય શુભકામનાઓ..!!

ખરાબ વિચારો ને સળગાવીને, સારા વિચારો નો ગુલાલ ઉડાડો.

હોળી ની અગણિત શુભકામના.

હોલિકા દહનના (હોળી) પાવન તહેવાર પર સૌના જીવનમાં આસુરી શક્તિઓનો નાશ થાય અને દૈવીશકિત ના વિજય નો જયઘોષ થાય તેવી પ્રાર્થના.

હોળીની પવિત્ર અગ્નિમાં આપના જીવનનાં તમામ સમસ્યાઓ અને કષ્ટ હોલિકા દહનમાં બળીને ભસ્મ થઈ જાય ને આપના જીવનમાં હમેશાં આનંદ જ હોય તેવી પ્રાર્થના સહ હોળી પર્વની શુભકામનાઓ.

હોલિકા દહન ની હાર્દિક શુભકામના

શ્રદ્ધા અને સત્યના વિજયનો દિવસ, ફાગણ સુદ પૂનમના દિવસે ઉજવાતા 'હોલિકા દહન' ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.
હોળીનો ઉર્જામય પ્રકાશ આપ સૌના જીવનમાં ખુશીઓ, આનંદ અને સકારાત્મકતાનો સંચાર કરે એવી પ્રાર્થના.

'અનિષ્ઠ' પર 'નિષ્ઠ'ના વિજયનાં મહોત્સવ એવાં 'હોલિકા દહન' ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.
હોલિકા દહનની અગ્નિમાં સૌના દુઃખ-દોષોનો નાશ થાય અને સર્વત્ર પ્રકાશરૂપી અજવાળું પથરાય એવી હૃદયપૂર્વક પ્રાર્થના.

Best happy Holi wishes in Gujarati language ma

Post a Comment

© 2017 - Wishes SMS. All rights reserved.