લગ્ન વર્ષગાંઠ શુભેચ્છા સહ શુભકામના સંદેશાઓ Wish Now!

Marriage Anniversary Wishes & Quotes SMS for wife in Gujarati | પત્નીને લગ્નની વર્ષગાંઠ ની શુભેચ્છાઓ સહ શુભકામના સંદેશઓ

Happy Marriage Anniversary Wishes Quotes, Status and Shayari in Gujarati : આજે જ મોકલો તમારી પત્નીને લગ્નની વર્ષગાંઠ ની શુભેચ્છાઓ સહ શુભકામના સંદેશઓ.

અહીં અમે એકત્ર કરેલી 1લી, 5મી અને 10મી લગ્ન વર્ષગાંઠ નિમિતે તમારી પત્ની માટે અમારા દ્વારા બનાવેલી આ શુભેચ્છાઓ છે. અહીં તમે પત્ની માટે ગુજરાતીમાં શ્રેષ્ઠ રોમેન્ટિક લગ્નની વર્ષગાંઠની શુભેચ્છાઓ અને status શોધી શકો છો.

વર્ષગાંઠનો દિવસ દરેક યુગલ માટે ખૂબ જ ખાસ દિવસ છે, વર્ષગાંઠને ખાસ બનાવવા માટે ખાસ શબ્દો ની જરૂર પડે છે. આ માટે અમે કેટલાક ___ ના ___ આપેલ છે. જેની મદદથી તમે તમારી પત્ની ને શુભકામના મોકલી શકશો.

Happy Wedding Anniversary Wishes for Husband

anniversary wishes for wife in gujarati, marriage anniversary wishes for wife in gujarati, marriage anniversary wishes for wife gujarati, anniversary wishes for wife gujarati, happy marriage anniversary wishes for wife in gujarati, wedding anniversary wishes for wife in gujarati, anniversary wishes for wife in gujrati, marriage anniversary wishes to wife in gujarati, marriage anniversary wishes in gujarati for wife, happy marriage anniversary wishes to wife in gujarati, anniversary wishes for wife gujrati
Happy Marriage Anniversary Wishes for Wife in Gujarati

નીચે આપેલી શુભકામના માં તમારી પત્નીનું નામ જોડવા માટે નીચે આપેલી જગ્યામાં તેમનું નામ તથા લગ્ન વર્ષગાંઠ નું વર્ષ લખો (બધી ભાષા સપોર્ટ કરે છે) ત્યાર બાદ Submit બટન પર ક્લિક કરો.

જીવનમાં મારા જીવનસાથી બનવા બદલ આભાર,
મારા હૃદયને ખૂબ જ ખુશીઓથી ભરી દેવા બદલ આભાર.
લગ્ન જીવનના 36 વર્ષ મારા સુખ અને દુઃખ માં સાથે ઊભા રહેવા બદલ આભાર...
પરિવારને અકબંધ રાખવા બદલ આભાર..

💕 પ્રેમાળ જીવન સાથી ને સુખી લગ્ન જીવનની શુભકામના 💕

આજે લગ્ન જીવનના મીઠા મધુરા ત્રણ વર્ષ પૂરા કરી નવા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો...
જીવનની દરેક ધડીમાં સાથ સહકાર આપનાર મારી જીવન સંગીની ને લગ્ન જીવનની ખુબ ખુબ શુભેચ્છા...

દામ્પત્ય જીવનનો પાયો સુખ, સહકાર, સંગાથ અને સમજણથી મજબૂત બને છે.
મારી જીવન સંગીની જીવનભર સમજણ, સંગાથ, સુખ અને સહકારથી મારી સાથે અડીખમ રહી છે.
આજે મારા લગ્ન જીવનની 48મી વર્ષગાંઠ નિમિત્તે મારી જીવનસંગીની ને લગ્ન વર્ષગાંઠ ની શુભેચ્છાઓ પાઠવું છું.

🥰 અમારા લગ્ન જીવનની ૧૬ મી વર્ષગાંઠની સોનેરી પ્રભાતે મારા ધર્મ પત્ની ને પ્રેમભરી શુભેચ્છાઓ અને અભિનંદન સાથેનું શબ્દ રૂપી પ્રેમભર્યું વ્હાલ સમર્પિત...🥰🌹


સપ્તપદીના સાત ફેરા... સાત વચન..💕
મેઘધનુષી સપ્ત રંગી જીવનમાં રંગો પથરાયા..

મધુવન તણું જીવન આપણું... સાત રંગે રંગાયું..🌺
આ જીવન પથની કેડીઓ પર ચીર નિશામાં સાથ તારો પ્રકાશ પાથરનારો...

ઉર્મિયો પથરાઈ મનના મૃગજળમાં..🌹
એ સાથ તારો અનેરા આનંદની આહલાદક ક્ષણો માં તળબોળ સમષ્ટિ...🌺,

હજી તો આ શરૂઆત છે...
જઇશું ક્ષિતિજની પેલે પાર જ્યાં હસ્તી માત્ર છે આપણી... હું તું અને તું જ તો હું છું...👫💏

પરમ આનંદનો અહેસાસ અનેરો... સમસ્તીને સમાવી... ક્ષિતિજની પેલે પર હું અને તું જ... 💕💖

Happy Marriage Anniversary Dear 💕

આજે લગ્ન જીવનની 9 મી વર્ષ ગાંઠ

ભગવાન માતાજી ને પ્રાર્થના 🙏 કે અમારી સાદી જિંદગી માં સુખ, સમૃદ્ધિ અને સાથ બનાવી રાખે.
જય માતાજી જય ભવાની

Happy Wedding Anniversary.

આગમન તમારું કંઈક એમ થયું...
મારા શમણાં ને એક બહાનું મળ્યું...

ખીલવા ફૂલો ને એક ઝાકળ ઉગ્યું
એવું જ તમે એક સ્વાગત કર્યું...

સ્નેહ સંગાથ માં સમય વીત્યું.
એક મેક બની એક વર્ષ પૂર્ણ કર્યું...

પ્રેમ ને મીઠું સ્મિત જડ્યું.
ને તમારા માં મારુ સ્મિત બન્યું...

સુખી લગ્ન જીવનની જોડી જોયા જેટલું અદભુત કંઈ નથી,
તમારી ખુશી હંમેશા તમારા ચહેરા પરના સ્મિત અને તમારી આંખોમાં આનંદ દ્વારા પ્રતિબિંબિત થાય છે!

લગ્ન જીવન શુખી રહે એવી શુભકામના...
Happy Wedding Anniversary .

ઓગણીસ વરહ પુરા, બસ આવાને આવા બીજા ઓગણીસ વરહ નીકળી જાય એટલે ભયો ભયો...

આજ થી પુરા ઓગણીસ વરહ પેહલા આજના જ દિવસે હું લગામ વગરની ઘોડિયે ચડી અને ચાર ફેરા ફરીને મારી અર્ધાંગિની લેવા ગયેલો,
"તું જ મારું સર્વસ્વ છે.
તું મારા જીવનનો શ્રેષ્ઠ પાસા છે.
મારા માટે સતત પ્રયત્નશીલ રહેવા માટે અને સતત મારુ ધ્યાન રાખવા બદલ આભાર.
તે મારા જીવનને સુંદર બનાવ્યું" હવે ઓગણીસ વરહની મારા લગન જીવનની ગાથા ગાવાની જરૂર નથી કારણ કે પૈણેલા ને બધી ખબર જ હોય એ ગાથાની, અને જે કુંવારા છે એ પૈણી જાહે ત્યારે ખબર પડી જાહે... 😀

Marriage Anniversary Quotes for Wife in Gujarati

લગ્નજીવનની શરૂઆત ને આજકાલ કરતા આજે એક વર્ષ થઈ ગયો.
તમારી સાથે દિવસની 🌞 શરૂઆત જાણે સવારમાં કોયલ સુમધુર કંઠે કલરવ કરતી હોય એવા અવાજ થી શુભસવાર 🌻 ની શરૂઆત થાય.
આખો દિવસ હસ્તા ચહેરાની માફક પસાર થાય ખબર પણ ન પડે,
ક્યારેક તું વધારે મૂડમાં હોય અને...
ગુસ્સો કરે તો એવું લાગે કે... સિંહ 🦁 આકોટા બંધ ગર્જના કરી રહ્યો હોય અને
સાંજે જ્યારે સનસેટ પોઇન્ટની માફક ખીલેલું તમારું સ્મિત 🥰.

💐 હેપી એનિવર્સરી ... 💐

આજે અમારા લગ્ન જીવનની 22મી વર્ષગાંઠ...

તે ડગલે ને પગલે મારી અર્ધાંગિની બની ને સારા અને કપરા સમયમાં મારો હાથ પકડી સાથે ચાલી મને ક્યારેય પણ એકલતાનો અનુભવ નથી થવા દીધો તે બદલ હું ઈશ્વર નો આભાર 🙏 માનું છું કે...
મને તારા જેવી સારી અને સમજદાર જીવનસાથી સાથે જીવન વિતાવવાનો અવસર આપ્યો...
🌺 Thank you for being part of my life 🌺.

Happy 30 Marriage Anniversary Dear 👫
30 વર્ષની અવિરત લગ્ન જીવનની પ્રેમાળ સફર... 🥰

ભગવાને ઘણું આપ્યું છે અને હજુ આપતા જ રહે છે, પરંતુ તારા જેવો અમૂલ્ય પ્રેમ અને લાગણી નો ખજાનો આપી ને ભગવાને મારા પર બહુ મોટો ઉપકાર કર્યો છે.
તું ના હોત તો જીવનમાં ના હોત એમ નહીં કહું, પણ તું ના હોત તો જીવન આટલું સારૂ ના હોત એમ ચોક્કસ કહીશ...

આજ અમારા લગ્નજીવનનાં ૨૫ વર્ષ પુરા થયા.
જીવનની હર મનોકામના પુર્ણ થાય એવી માતાજી ને પ્રાર્થના લગ્ન એટલે સ્ત્રીપુરુષના જીવનની જોડણી, ગૃહસ્થાશ્રમની દીક્ષા.
ઈશ્વરપ્રેમ અને વિશ્વપ્રેમ તરફની નરનારી ની પ્રગતિનું મહત્વનું સોપાન એટલે લગ્ન.
સુખ-દુઃખમાં સાથે ભાગીદાર બની જીવતરના તોફાનો સામે અડીખમ ઊભું રહેતું અને આગળ ધપતું ભાવ્યોન્નત સહજીવન એટલે લગ્ન.
લગ્ન થયા પછી પતી પત્ની અદ્રેત સિદ્ધ કરે તો ગૃહસ્થાશ્રમ સુખમય થાય છે.
પતિ-પત્નીના હૃદયની સદભાવનામાંથી જ સંસાર નું સ્વર્ગ પ્રગટે છે.......
🌺 Happy wedding anniversary 🌺

લગ્ન જીવનની વર્ષગાંઠ ના દિવસ મારા માટે ખુબ જ મહત્વ નો દિવસ છે.
આજે મારા લગ્ન જીવન ના સફળતા પૂર્વક 4 વર્ષ પુર્ણ કરી નવા માં વર્ષ માં પ્રવેશ્ય કરિયું.
આ વર્ષ દરમિયાન જીવન ના દરેક ઉતાર ચઢાવ મા મને મારા જીવનસાથીની એ મજબુતાઇથી સાથ આપ્યો...
જીવન આપણ ને અનેક સુંદર વ્યક્તિ આપે છે, પણ જીવન ને ખુશીઓ થી વિતાવવા માટે એક વ્યકિત નો સાથ કાફી છે.
જે મને વડીલો ના આશિર્વાદ થી મારા જીવનસાથીના રૂપે મળ્યો...

આજ રોજ મારા લગ્ન જીવન ના ૨૫ વર્ષ પૂર્ણ થતા ની સાથે નવા વર્ષમાં મંગલ પ્રવેશ...
લગ્ન જીવન એટલે વિશ્વાસ ભરોસો તાલમેલ સમજણ પરિપકવતા અને મીઠી નોક-જોક તૂતુ-મેમે અને વિકાસ નુ પ્રતીક
એક કહેવત આખુ જગત જાણે છે.

"એક સફર પુરુષ ની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે"
મારા જીવનની દરેક સફળતા નો શ્રેય હું મારી પત્ની ને આપુ છું.

આજના યુગની સ્ત્રીઓ દ્વારા થતાં સોસાયટી સમાજ અને દેશના વિકાસ ના કામના યોગદાન માટે હું 👩સ્ત્રીઓ ને અભિનંદન આપુ છું અને વંદન કરૂ છું.

આજે અમારા લગ્ન જીવનની 7 મી વર્ષગાંઠ છે. 7વર્ષ કેવી રીતે વીતી ગયા કઈ ખબરજ ના રહી.

બે વાક્યો મારી જીવન સાથી માટે 👇
તું જ પહેલો અને તું જ છેલ્લો અધ્યાય છે,
હું ભાગ્યશાળી છું, જે ભાગ્ય નો "તું" પર્યાય છે 💑

સુખી લગ્ન જીવનની મધુરી સફર ને 32 વર્ષ પુરા થયા.
આ સમય માં ઘણા ઉતાર-ચડાવ, આનંદ-નિરાશા , સુખ-દુખ આવી ને ગયા બધા આપ સર્વે ના સાથ સહકાર સાથે મોજ થી પસાર થઈ ગયા બાકીની જિંદગી સુખ, શાંતિ અને સારા સ્વાસ્થ્ય સાથે સ્મૃતિ પૂર્ણ પસાર થાય તેવી ભગવાન ને પ્રાર્થના .👏👏

આજે મારા લગ્ન જીવનની ૨૭ મી વર્ષગાંઠ ના દિવસે અમે અમારા લગ્ન જીવનનો મહત્વનો વધુ એક પડાવ પાર કર્યો.
આજે હું મારી જીવનસંગીની ("અર્ધાંગની") નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરૂ છું કારણ કે...
જ્યારથી અમે બન્ને અગ્નિ દેવતાની સાક્ષીએ મંગળ ફેરા અને સપ્તપદી ના સાત વચનો નિભાવવા અને જનમો જન્મનો સાથ નિભાવવાના કોલ સાથે એક બીજાના જીવનસંગી બન્યા ત્યારથી મારી અર્ધાંગની એ મને મારા દરેક શુખ દુખમાં અને જીવન ના દરેક પડાવના તડકા છાયા માં મારી હિંમત સાહસ તાકાત બની મારા તથા અમારા સંતાનો માટે હંમેશા લાગણી પ્રેમ કરુણા વરસાવી અમને સદાય હસતા રાખી પ્રેમ ત્યાગ અને બલિદાન આપ્યું છે એ બદલ આજનાં આ શુભ દિવસે મારી લાઈફ લાઈન નો ખૂબ ખૂબ આભાર સાથે હાર્દિક શુભેચ્છાઓ સાથે અમારુ લગ્ન જીવન આવી જ રીતે ખુશખુશાલ નિરોગી બની રહે અને મારા અંતિમ શ્વાસ સુધી આપણો સંગાથ આમ જ રહે અને આવનારા તમામ જન્મોમાં તુ જ મારી જીવનસંગીની બને એ માટે આજે હું ઈશ્વર પાસે પ્રાર્થના કરું છું.🙏

Love you so Much My Love My Life Line.... Dear 🎂🌹🍫🎈🎁🎊🎉❤️🌹🎂

મેં મારા જિંદગીના શબ્દકોશમાં "પૂર્ણ" શોધ્યું અને ત્યાં ______ નામ મળ્યું.
આજે અમારા લગ્ન જીવનની ૧૪મી વર્ષગાંઠ
Happy Marriage Anniversary My Lovely Dear Sweet Beautiful Wife ♥️💞

આજે લગ્ન જીવનના મીઠા મધુરા ત્રણ વર્ષ પૂરા કરી નવા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો...
જીવનની દરેક ધડીમાં સાથ સહકાર આપનાર મારી જીવન સંગીની ને લગ્ન જીવનની ખુબખુબ શુભેચ્છા.....

આજે લગ્ન ગ્રંથિથી જોડાયાના તારીખ થી આજ દિન સુધી સતત દરેક કામમાં સાથ, સમર્પણ ને સહકાર આપી જીવનમાં આનંદ, ઉલ્લાસ, પ્રેમથી જીવનની દરેક ક્ષણને જીવંત બનાવનાર પ્રિય પત્ની નો ખૂબ ખૂબ આભાર...
આજે જે કંઈ છું એમાં માતબર યોગદાન શ્રીમતિજી નું છે.
લગ્ન ગ્રંથિથી જોડાયાની આજના દિવસની ઢગલાબંધ શુભેચ્છાઓ...
સાથ આપનાર સૌનો આભાર...
મસ્તીથી જીવીએ, સારા કર્મ કરી જીવીએ, આબાદ રહીએ...

મી ની તારીખ આવી,
લગ્ન થયાની યાદો ફરી લાવી,
થયા હતા લગ્ન અમારા ની સાલે,
જેથી વર્ષ પુરા થયા છે.
આજે આટલા વર્ષો પ્રભુએ અમને રાખ્યા સાથે,
માની પ્રભુનો આભાર, અનુભવીએ આનંદ એનો આજે,
બસ, હવે, પ્રભુ-પ્રાર્થનાભરી અમારી એક જ આશા કે...
તંદુરસ્તી સાથે ભક્તિભર્યા જીવનની પુર્ણ કરે અમ-આશા

આજે અમે લગ્ન જીવનના 32 મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છીએ...
ભગવાનની અસીમ કૃપા, માતા-પિતા, સદગુરુ - ગુરુજનો, વડીલોના આશિષ અને મિત્રોના સહકાર - શુભેચ્છાઓથી અમારુ જીવન ખૂબ જ આનંદમય રહ્યું....
આજના દિવસે સૌને વંદન...

અમારા લગ્ન જીવનની યાત્રાની ગાડી ડબલ એન્જિનને કારણે ખૂબ સારી રીતે ચાલી...
અમે બન્નેએ આજદિન સુધી એક સરખો સંઘર્ષ કર્યો.
આજે હું આભાર સાથે અભિનંદન પાઠવું છું જીવનસંગિની ...💐

અમારા લગ્ન જીવનની આજે 21મી વર્ષ ગાંઠ

જીવન સાથી સોનલ તમારો આભાર વ્યક્ત કરવા મારી પાસે શબ્દો નથી
હું નિશબ્દ છું
હું પથ્થર તમે પારસ ને આભારી છું.
આતો તમારા હૃદય ની વિશાળતા છે,
બાકી હું ક્યાં માફીને પણ લાયક છું...

વષૅગાંઠના વધામણાં...
વ્હાલી પત્ની !

પૂર્વ દિશામાં અરુણોદય થયો તે સાથે જ આજે આપણાં લગ્નજીવને પણ પુખ્તતા પ્રાપ્ત કરી લીધી..
જો'ને ગૃહજીવનની કિશોરાવસ્થા પણ કેટલી જલ્દી પૂરી થઈ ગઈ!
એવું લાગ્યા કરે કે હજી હમણાં તો તારો હાથ પકડી લગ્નજીવનનું પહેલું પગલું માંડેલું...
એ પાપા પગલી કરતું ને... ક્યારેક મલકતું...
ક્યારેક મહેકતું... ક્યારેક રીસાતુ...
તો ક્યારેક મનાતું... ક્યારેક હસતું...
તો ક્યારેક કૂદતું... કયારે અઢારનું થઈ ગયું ખબર પણ ના પડી...
જીવનનો એક મોટો કાલખંડ હસતાં, રમતાં જ પૂરો થઈ ગયો અને વધુ એક વર્ષની સ્મૃતિઓ જીવન સંભારણાંમાં ઉમેરાઈ.

🌺 હેપી એનિવર્સરી ... 🌺

મારી ખુશી પાછળનું કારણ,
મારી સફળતાનું કારણ,
મારી બધી પ્રગતિનું કારણ,
તમે છો કારણ કે આપણા લગ્ન ઘણું અંતર ચાલ્યા છે.

જીવનમાં મારા જીવનસાથી બનવા બદલ આભાર 🙏
મારા હૃદયને ખૂબ જ ખુશીઓથી ભરી દેવા બદલ આભાર.
મારા પ્રિય પતિને લગ્નની વર્ષગાંઠની શુભકામનાઓ.

મને પ્રેમ કરવા, મારી સંભાળ રાખવા અને મારી સાથે લડવા બદલ આભાર.
હું એક જ છત નીચે તમારી સાથે રહીને કદી થાકીશ નહીં.

મારા મનોહર પતિને લગ્ન વર્ષગાંઠની શુભેચ્છાઓ!

હું તમને મારા જીવનમાં મોકલવા બદલ ભગવાનનો આભાર માનું છું,
કાયમ મારો હાથ પકડવા બદલ હું તમારો આભારી છું,

હેપી એનિવર્સરી! and I love you.

તમે મારી પ્રાર્થનાનો જવાબ છો,
મારી મનોકામના અને માર સપના સાકર કરનારી છો.

લગ્ન વર્ષગાંઠ મુબારક.

હું ખૂબ જ ધન્ય છું કે મેં તમારી સાથે લગ્ન કર્યાં.
હું તને ખુબ જ પ્રેમ કરું છું હેપી એનિવર્સરી ડાર્લિંગ.

આપણી વર્ષગાંઠ એ યાદ અપાવે છે કે આપણે આપણા આત્માની સાથીને મળવા માટે પૂરતા આશીર્વાદ મળ્ય છે,
અને આપણે પતિ-પત્ની બન્યા ત્યારથી જ જીવન ખૂબ મીઠુ થઈ ગયું છે,
મને મદદ કરવા, મને પ્રેમ કરવા, મને પૂર્ણ કરવા માટે હંમેશાં મારી સાથે હોવા બદલ આભાર.

શુભેચ્છાઓ લગ્ન જીવનના વર્ષગાંઠની
દામ્પત્ય જીવન માં પ્રભુતામાં પગલાં પાડ્યાને આજે 44માં વર્ષ મંગલપૃવેશ.
પતિ-પત્ની ના સંબંધો પ્રેમ અને વિશ્વાસ થી ભરેલા હોય છે.
44 વર્ષ માં થોડો આનંદ ને વધુ સંઘર્ષ થી પસાર થયા.
અમારી વચ્ચે આમ જ સ્નેહ રહે અકબંધ રહે એવી પ્રભુ પાસે પ્રાર્થના 🙏 કરીએ.

🌺 હેપી એનીવર્સરી 🌺

મારા આ Happy Marriage Anniversary Wishes SMS for wife in Gujarati | પત્નીને લગ્નની વર્ષગાંઠ ની શુભેચ્છાઓ સહ શુભકામના સંદેશઓ ને Share કરવા બાદલ આભાર. જો તમને કોઈ પણ Image Download કરવામાં કઈ પણ તકલીફ પડે OR બીજી Image Download થતી હોય તો નીચે કરી જાણ કરી અમને મદદ કરી શકો છો. Thaks for your Support.

Copied Sucessfully!

Post a Comment

© 2017 - Wishes SMS. All rights reserved.