Guru Purnima Wishes, Quotes and Shayari in Gujarati 2026 |
Guru Purnima Wishes, quotes and Shayari text SMS in Gujarati: ભારતીય સંસ્કૃતિમાં ગુરુનું સ્થાન ખૂબ મહત્વનું છે. ગુરુને ભગવાન કરતાં પણ ઊંચો દરજ્જો આપવામાં આવે છે. ગુરુ જ્ઞાન આપે છે અને જીવનની સાચી દિશા બતાવે છે. દર વર્ષે અષાઢ મહિનાની પૂર્ણિમાને ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે જેથી દરેકને ગુરુનો મહિમા અને મહત્વ આપવામાં આવે.
પૌરાણિક ગ્રંથો અનુસાર આ દિવસે મહર્ષિ વેદવ્યાસનો જન્મ થયો હતો. આ તહેવારને વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. ગુરુ પૂર્ણિમાના વિશેષ અવસર પર, તમારા પ્રિય શિક્ષકોનો આભાર વ્યક્ત કરો અને તેમના આશીર્વાદ લો. આ વિશેષ સંદેશાઓ મોકલીને તમારા પ્રિય ગુરુઓને ગુરુ પૂર્ણિમાની શુભકામનાઓ.
Guru Purnima Wishes in Gujarati 2026
![]() |
| Guru Purnima Wishes in Gujarati |
આજે ગુરુપૂર્ણિમાના પાવન દિવસે...
જીવનની પાઠશાળામાં જેમની પાસેથી જીવન જીવવાનો સાચો માર્ગ અને યોગ્ય માર્ગદર્શન મળ્યું છે, એવા તમામ ગુરુતુલ્ય મહાનુભાવોને...
મારા અંતઃકરણથી શત-શત નમન અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ! 🙏
ગોવિંદ કરતાં પણ વધારે જે મહત્તા આપણા પૌરાણિક ગ્રંથોમાં દર્શાવવામાં આવી છે...
તેવા ગુરુજનોનો ઋણસ્વીકાર કરવાનો પવિત્ર દિન એટલે "ગુરુપૂર્ણિમા". ✨
જીવનમાં માર્ગદર્શક બની સાચો માર્ગ બતાવનાર ગુરુજનોને શત-શત વંદન. 🙏
આપ સૌને 'ગુરુપૂર્ણિમા'ની હાર્દિક શુભકામનાઓ!
આ વિશ્વમાં જે કોઈ પણ આપણને કાંઈ પણ શીખવે છે,
તે દરેક વ્યક્તિ આપણા માટે “ગુરુ” સમાન છે.
ગુરુપૂર્ણિમાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ! 🙏
![]() |
| Happy Guru Purnima Quotes in Gujarati text |
જાણતા અજાણતા હંમેશા મદદ કરનાર અને સાચો રસ્તો બતાવનાર દરેક ગુરુજનો ને ગુરુપૂર્ણિમાની શુભેચ્છાઓ. 💐
આ જ્ઞાન "સારથિ" ના જીવન ઘડતર માં પથદર્શક બનનાર મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર! 🙏
ગુરુની કૃપા હોય તો...
શિષ્ય કોઈ પણ ગ્રંથ વાંચ્યા વિના પણ જ્ઞાની થઈ શકે છે. 🙏
ગુરુપૂર્ણિમાની હાર્દિક શુભેચ્છાઓ!
જીવનની પાઠશાળામાં જીવન જીવવાની સાચી દિશાનું માર્ગદર્શન આપનાર,
પ્રેરણાસ્ત્રોત બની જીવનને પ્રકાશિત કરનાર ગુરુને...
"ગુરુપૂર્ણિમા" પર કોટિ-કોટિ પ્રણામ! 🙏✨
ગુરુપૂર્ણિમાની આપને, આપના પરિવારને અને સમગ્ર ગુરુગણને ખૂબ ખૂબ શુભકામનાઓ!
કોટિ-કોટિ વંદન સાથે પ્રણામ. 😊🙏🏻💐
મનુષ્યને અજ્ઞાનના અંધકારમાંથી બહાર લાવી જ્ઞાનના પ્રકાશ તરફ લઈ જનાર...
જેમનું સ્મરણ કરવાથી પણ મન શાંત અને આત્મા તૃપ્ત થઈ જાય,
એવા પરમ પૂજ્ય ગુરુજનોને ગુરુપૂર્ણિમાના પાવન અવસરે કોટિ-કોટિ વંદન... 🙏
ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર,
ગુરુ સાક્ષાત્ પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરવે નમઃ. 🙏
આપ સૌને ગુરુપૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ!
મારી જિંદગીના અનેક મોડ પર યોગ્ય સલાહ, માર્ગદર્શન અને હૂંફ આપનાર દરેક સ્વજનો અને મિત્રોને ગુરુ સમાન ગણીને વંદન કરું છું.
આપ સૌને ગુરુપૂર્ણિમાની ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ! 🌺
Guru Purnima quotes in Gujarati
Guru Purnima quotes in Gujarati: પ્રથમ ગુરુ "માઁ"
ગુરુ પૂર્ણિમા નો વાસ્તવિક અર્થ ગુરુ + પૂર્ણ + માઁ એટલે કે... સૌ પ્રથમ "માઁ" જ પૂર્ણ ગુરુ છે તેનાાં પછી ‘ગુરુ જ પૂર્ણ માઁ’.
ગુરુ પૂર્ણિમા ની હાર્દિક શુભકામનાઓ...!!!
Guru Purnima quotes in Gujarati: સફળતા અને સિદ્ધિ
અજ્ઞાનરૂપી અંધકારને સ્થાને જ્ઞાન રૂપી દિક્ષા અર્પી, આપણાં જીવનની સફળતાઓની સિધ્ધિઓના સૂર્ય ને અનંત અવકાશમાં પૂણૅ પ્રકાશિત કરી જીવનની સાર્થકતા પુરવાર કરતું આ પૃથ્વી પર નું ઈશ્વરીય અસ્તિત્વ એટલે જ ગુરૂ.
ગુરુપૂર્ણિમા ની હાર્દિક શુભકામનાઓ.
Guru Purnima quotes in Gujarati: પરમ ભેટ
ગુરુ વિના જ્ઞાન નહીં, જ્ઞાન વિના આત્મા નહીં, ધ્યાન, જ્ઞાન અને કર્મ બધું જ ગુરુ ની ભેટ છે.
ગુરુ પૂર્ણિમા ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.
गुरु ब्रह्मा गुरु विष्णु, गुरु देवो महेश्वरा ।
गुरु साक्षात परब्रह्म, तस्मै श्री गुरुवे नमः ।।
અજ્ઞાનરૂપી અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઈ જનાર ગુરુદેવને કોટી કોટી નમન.
આપ સૌને ગુરુ પૂર્ણિમા ના પાવન પર્વ ની હાર્દિક શુભેચ્છાઓ.
Guru Purnima quotes in Gujarati: મીણબત્તી સમાન ગુરુ
ગુરુ એટલે માતાપિતા…. કલિયુગમાં દેવ છે ગુરુ…. અજવાળું આપી જાતે સળગે તે મીણબત્તી… એવી જ રીતે જ્ઞાન આપી બીજાને સફળ કરે એ ગુરુ છે.
ગુરુ પૂર્ણિમા ની હાર્દિક શુભકામના… 🙏🏻
Guru Purnima Shayari in Gujarati
ગુરુ વિના નથી થતું જીવન સાકાર
ગુરુ જ છે સફળ જીવનનો આધાર
ગુરુ પૂર્ણિમા ની હાર્દિક શુભકામના
કૃષ્ણ થી જેનું ઊંચું સ્થાન કરું તેને પ્રણામ,
માટી ને બનાવી દે ચંદન એવું એનું જ્ઞાન,
એવા ગુરુ ને અમારા સત સત પ્રણામ...
આપને અને આપના પરિવાર ને ગુરુ પૂર્ણિમા ની શુભકામનાઓ!
ગુરુ વિના જ્ઞાન નથી
જ્ઞાન વિના આત્મા નથી.
ધ્યાન, જ્ઞાન, સંયમ અને કર્મ બધુ ગુરુની ભેટ છે.
મારા તમામ મિત્રો અને વડીલો કે જેની પાસેથી હું અવિરતપણે કંઈક ને કંઈક શીખતો આવ્યો છું.
તેવા તમામ ગુરુજનોને હું હૃદય પૂર્વક નમન🙏🏻 કરું છું.
ગુરુ પૂર્ણિમા ની હાર્દિક શુભકામનાઓ🙏💐🙏🏻🌹
ગુરુ મિલા તો સબ મિલા, નહી તો મિલા ન કોઈ,
માત પિતા સુત બાંધવા, એ તો ઘર ઘર હોઇ...
ગુરુ બિન જ્ઞાન ન ઉપજે ગુરૂ બિન મિટે ના ભેદ,
ગુરુ બિન સંચય ન ટળે ભલે વાંચો ચારે વેદ. 🙏🏻
ગુરુ પૂર્ણિમા ની આપ સૌ ને ખુબજ બધી શુભકામનાઓ! 🙏🏻

