શુભ સવાર SMSSMS Now!

Dhanteras 2026 Wishes, SMS and Shayari in Gujarati | ધનતેરસની શુભકામનાઓ

ધનતેરસ 2026 પર સમૃદ્ધિ, સુખ અને સ્વાસ્થ્યની શુભકામનાઓ પાઠવો | Send Gujarati Dhanteras Wishes, Quotes & Messages for health and prosperity.

ધનતેરસ 2026 ની હાર્દિક શુભકામનાઓ! 🪔 આ પવિત્ર તહેવાર પર તમારા પરિવાર, મિત્રો અને પ્રિયજનોને મોકલો સુંદર ગુજરાતી ધનતેરસ શુભેચ્છા સંદેશા, હૃદયસ્પર્શી Quotes, WhatsApp સ્ટેટસ અને શુભકામના ઈમેજીસ. માતા લક્ષ્મી અને ભગવાન ધન્વંતરિના આશીર્વાદથી સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ઉત્તમ સ્વાસ્થ્ય આવે તેવી શુભકામનાઓ.

ધનતેરસની શુભકામનાઓ – સોનાના સિક્કા અને દીયા સાથે લક્ષ્મીજી, Dhanteras 2026 wishes in Gujarati for happiness and prosperity with blessings of godess laxmi, diya and gold coin image
Celebrate Dhanteras 2026 with joy, prosperity, and blessings from Laxmi Maa.
આ પેજની અનુક્રમણિકા

ધનતેરસ 2026 ની શ્રેષ્ઠ શુભકામનાઓ (Happy Dhanteras Wishes in Gujarati)

આ મેસેજ પરિવાર, સંબંધીઓ અને વડીલો સાથે શેર કરવા માટે શ્રેષ્ઠ છે:

Dhanteras wishes in Gujarati with Swastik, diya and gold coin image, ધનતેરસ તહેવારની શ્રેષ્ઠ શુભકામનાઓ – સોનાના સિક્કા, દીયા અને ગુલાબી કરેલી ગુજરાતી શુભેચ્છા છબી
ધનતેરસ 2026 ની શુભેચ્છાઓ – સમૃદ્ધિ અને સુખની શુભકામનાઓ.
HD image Download

માતા મહાલક્ષ્મી અને ધન અધિપતિ કુબેર દેવતા આપના જીવનમાં આરોગ્ય, ધન, જ્ઞાન, વૈભવ અને સમૃધ્ધિ લાવે, ભગવાન ધનવંતરી આપને ઉત્તમ સ્વાસ્થ્યના આર્શીવાદ ✋ પ્રદાન કરે અને સંકટોનો 🧩 નાશ થાય અને શાંતિનો ✌ વાસ થાય એજ પ્રાર્થના... 🙏

ધનતેરસની આપ સૌને હાર્દિક શુભકામનાઓ. 🎉🥳🎊🎁

🎊 ધનતેરસની શુભકામના 🎊

ધન લક્ષ્મી, ધાન્ય લક્ષ્મી,
ધૈર્ય લક્ષ્મી, શૌર્ય લક્ષ્મી,
વિદ્યા લક્ષ્મી, ક્રિયા લક્ષ્મી,
વિજય લક્ષ્મી, રાજ્ય લક્ષ્મી
આમ આ આઠ પ્રકારની અષ્ટ લક્ષ્મીનો આપના જીવનમાં વાસ થાય અને જીવન શારીરિક, માનસિક, આર્થિક અને આધ્યત્મિક ક્ષેત્રે સમૃદ્ધ બને એવી ભગવાનનાં ચરણમાં પ્રાર્થના... 🙏

છમ છમ પગલે માતા લક્ષ્મી 👣 આવે ઘેર
દ્વાર ખુલ્લા રાખજો...
દિવાળીનો આજે બીજો દિવસ છે
હર્ષના દીવડા પ્રગટાવજો...

🎊 ધનતેરસની હાર્દિક શુભકામનાઓ! 🪔

💸💵💴ધનતેરસની શુભેચ્છાઓ💶💷💳💰

ધનતેરસના આ શુભ અવસરે માં લક્ષ્મીની કૃપા સદાય આપ પર બની રહે,આપ તથા આપનો પરિવાર સુખ ,શાંતિ અને ઐશ્વર્ય પ્રાપ્ત કરે તેવી મારા તેમજ મારા પરિવાર તરફથી ધનતેરસની શુભકામનાઓ.

તમારા ઘરમાં હંમેશા ધનની 💰 વર્ષા રહે!!
લક્ષ્મી 👣 માતા નો વાસ રહે!!
સંકટોનો ⚠️ નાશ થાય અને...
શાંતિ 😇 નો વાસ રહે!!

આપ સૌને ધનતેરસ ની શુભકામના. 💐

આ પાવન ધનતેરસ તમારા જીવનમાં નવી સફળતા 🎢 તરફ જવાની સાથે સંપત્તિ અને સમૃદ્ધિની વર્ષા કરે.
શુભ ધનતેરસની હાર્દિક શુભકામના. 🎉🥳🎊🎁

પ્રભુ! સર્વેને એટલુ ધન દેજો કે શોધવુ 🔎 પણ ના પડે કે સંતાડવુ 🙈 પણ ના પડે.

ધનતેરસ પર "ધનની તરસ" ઓછી થાય તેવી શુભકામનાઓ… 🥳

Dhanteras WhatsApp SMS in Gujarati, Bring prosperity to your home and life this Dhanteras with Laxmi blessings
ધનતેરસ માટે ગુજરાતી મેસેજ અને Whatsapp SMS – સમૃદ્ધિ અને સુખ માટે
HD image Download

માઁ લક્ષ્મીની 👣 કૃપાથી સૌ કોઈ ધન અને ધાન્યથી સંપન્ન બને, તેમજ
ભગવાન ધન્વંતરિના પાવન આશિષ થકી દેશમાં ✙ સ્વાસ્થ્ય અને સુખાકારી ✙ પ્રસરે એજ પ્રાર્થના... 🙏

પૂજન પર્વ ધનતેરસની સૌને હાર્દિક શુભકામનાઓ...!

માઁ લક્ષ્મી અને ભગવાન ધન્વંતરિની કૃપા વરસાવતી શુભકામનાઓ

ધનતેરસ પર પહેલા સ્વાસ્થ્ય અને પછી ધનની ભાવના દર્શાવતા પવિત્ર સંદેશ:

नमामि धन्वन्तरिमादिदेवं सुरासुरैर्वन्दितपादपद्मम्।
लोके जरारुग्भयमृत्युनाशं धातारमीशं विविधौषधीनाम्॥

ધનતેરસની આપ સૌને હાર્દિક શુભકામનાઓ... 🎉

Meaning: હું એ આદિદેવ ભગવાન ધન્વંતરિને પ્રણામ કરું છું, જેમના ચરણકમળમાં દેવતાઓ અને દાનવો બંને શીશ નમાવે છે. જેઓ આ સંસારમાંથી ઘડપણ (જરા), રોગ (વ્યાધિ), ભય અને અકાળ મૃત્યુનો નાશ કરનારા છે, અને જેઓ સમસ્ત ઔષધિઓ તેમજ વનસ્પતિઓના સ્વામી તથા પાલનહાર છે.

Happy Dhanteras Gujarati wishes with blessings of Goddess Lakshmi and Lord Kuber, આ ધનતેરસ પર તમારા પરિવાર અને મિત્રો માટે ગુજરાતી શુભકામનાઓ મોકલો અને સમૃદ્ધિની આશીર્વાદ મેળવો
Happy Dhanteras text messages in Gujarati
HD image Download

આજના આ પાવન ધનતેરસ પર્વે ભગવાન ધન્વંતરિ આપ સૌને ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુષ્ય અને સુખ-શાંતિ પ્રદાન કરે તેમજ જીવનમાં સદા શુભ અને સમૃદ્ધિનો વાસ રહે એવી મંગલ પ્રાર્થના... 🙏

ધનતેરસની હાર્દિક શુભકામનાઓ! 🌸

ધનતેરસના પર્વનો અર્થ અત્યંત ગહન છે—આ દિવસે આયુર્વેદના જનક ભગવાન ધન્વંતરિ અને સમૃદ્ધિના દેવ કુબેર ભંડારી બંનેનું એકસાથે પૂજન થાય છે. ધનના સાચા ઉપભોગ માટે તન અને મન બંનેનું નિરોગી રહેવું અનિવાર્ય છે.

આપ સૌને ધનતેરસની હાર્દિક શુભેચ્છા! 🪔

આરોગ્ય, સમૃદ્ધિ અને કીર્તિના મહાન પર્વ 💸 ધનતેરસ ની હાર્દિક શુભકામનાઓ.
ભગવાન ધન્વંતરિની કૃપાથી આપ સૌ ઉત્તમ તંદુરસ્તી અને અખૂટ લક્ષ્મીથી પરિપૂર્ણ રહો એ જ ભગવાનને પ્રાર્થના. 🙏

happy dhanteras wishes in gujarati, ધનતેરસની શુભકામનાઓ, dhanteras 2026 wishes in gujarati
ધનતેરસ 2026 – સમૃદ્ધિ, સુખ અને સમાનતા માટે શુભેચ્છાઓ પાઠવો.
HD Image Download

ધનતેરસની આપ સૌને હાર્દિક શુભકામના.

માઁ 'મહાલક્ષ્મી' અને ધન અધિપતિ 'કુબેર' આપના જીવનમાં આરોગ્ય, ધન, જ્ઞાન, વૈભવ અને સમૃધ્ધિ લાવે એ જ અભ્યર્થના. 🙏

દેવ ધન્વંતરિ તથા માઁ લક્ષ્મીની ભક્તિ કરી સુખી અને નિરોગી જીવનની કામના કરવાનો પાવન દિવસ એટલે ધનતેરસ.

આવા ભક્તિમય ઉત્સવની સહૃદય શુભકામનાઓ! ✨

આજના ધનતેરસના દિવસે માતા લક્ષ્મીજી આપના પરિવાર પર અસીમ સ્નેહ 🤗 અને ધન 💸 વરસાવે.
તમારા ઘરમાં સુખ, શાંતિ, સંતોષ અને ઉત્તમ સ્વાસ્થ્યનો સદા વાસ રહે.

શુભ ધનતેરસ!

Goddess Lakshmi entering the house gate with blessings of wealth, prosperity and gold coin on Dhanteras in Gujarati
Best Dhanteras images with wishes Gujarati
HD image Download

ભગવાન ધન્વંતરી આપ સૌને સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રદાન કરે એવી ધનતેરસનાં શુભ દિવસે ઇચ્છા!

આપ સર્વને ધનતેરસની શુભેચ્છાઓ. 💐

Happy Dhanteras wishes in Gujarati text SMS for family and friends
happy dhanteras wishes in gujarati text sms
HD Image Download

ધનતેરસની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ... 💐

આપ સૌના જીવનમાં આરોગ્ય, ધન, જ્ઞાન, વૈભવ અને સમૃધ્ધિની પ્રાપ્તિ થાય એજ પ્રાર્થના..

🪔 ધનતેરસની હાર્દિક શુભેચ્છાઓ 🪔

સમૃદ્ધિની દેવી માઁ લક્ષ્મી અને ઘરની લક્ષ્મી સ્વરૂપ સ્ત્રીઓના પૂજન થકી આપ સર્વેના જીવનમાં સમૃદ્ધિ નો ધોધ વહે તેવી શુભકામનાઓ.

Happy Dhanteras Gujarati wishes with blessings of Goddess Lakshmi and Lord Kuber
happy dhanteras festival whatsapp sms in gujarati language
HD image Download

ભારતીય સંસ્કૃતિના મંગલ પર્વ "ધનતેરસની" આપ સૌને હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવું છું. 🪔
ધનતેરસના દિવસે માઁ લક્ષ્મી અને ધન અધિપતિ કુબેર આપના જીવનમાં ધન, વૈભવ અને સમૃદ્ધિનો સંચાર કરે એજ અભ્યર્થના. 🙏

દુનિયાનું સૌથી જૂનું મહાપર્વ દિવાળી અને ધનતેરસ ની શુભેચ્છાઓ...
સમૃદ્ધ ભારત તેમજ સમૃદ્ધ ગુજરાત ને ધનતેરસની શુભેચ્છાઓ.

સુખ, સમૃધ્ધિનો આદર – સત્કાર કાયમ રહે તેવી ધનતેરસની સૌને શુભેચ્છાઓ.

સુખ, સમૃદ્ધિ, યશ, વૈભવ અને ઐશ્વર્ય પ્રાપ્તિનાં પર્વ ધનતેરસની સર્વે દેશવાસીઓને હાર્દિક શુભકામનાઓ.

મિત્રો માટે ધનતેરસની શુભકામનાઓ | Dhanteras Wishes for Friends in Gujarati

મિત્રતા જ સાચું ધન છે,
મારા બધા સોનાના સિક્કા જેવા મિત્રોને ધનતેરસની હાર્દિક શુભકામનાઓ !!
🌹🌻🌻🌹

મારા પ્રિય સહકર્મીઓ, ગ્રાહકો, વ્યાવસાયિકો, વિદ્યાર્થીઓ, મિત્રો, સંબંધીઓ અને સમાજને શુભ ધનતેરસની શુભેચ્છાઓ!

મિત્રો તમને એટલું બધું ધન મળે કે દુનિયાની બધી બેંકોમાં તમારા ખાતા હોય અને અંબાણી, અદાણી ટાટા,માર્ક ઝુકરબર્ગ, બધા તમારી જોડે લોન લેવા આવે ..

એવી ધનતેરસની હાર્દિક શુભેચ્છાઓ...

: શુભ ધનતેરસ :

ધનતેરસના શુભ અવસરે આપના ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ લઈને આવે તેવી શુભેચ્છાઓ સાથે આપ સૌને ધનતેરસની હાર્દિક શુભકામનાઓ.

આપ સૌને ધનતેરસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.🎉🙏🚩

માઁ મહાલક્ષ્મી આપને સુખ, સમૃદ્ધિ, વૈભવ, તંદુરસ્તી તથા યશ કીર્તિ અર્પે એ જ હાર્દિક પ્રાર્થના....!!

વાઘબારસ (વાકબારસ )તથા ધનતેરસની અનેકાનેક શુભેચ્છાઓ💐💐💐 માં સરસ્વતી અને માં લક્ષ્મીની કૃપા સર્વો પર બની રહે એવી શુભકામનાઓ🙏🙏

ધનતેરસ 2026 માટે શુભકામનાઓ | Happy Dhanteras 2026 wishes text SMS in Gujarati

Dhanteras wishes in Gujarati – D for ધન, H for હિંમત, A for ઐશ્વર્ય, N for નિધિ, T for તેજ, E for ઈજ્જત, R for રાજયોગ, A for આરોગ્ય and S for સફળતા
happy dhanteras message in Guajarati
HD Image Download

DHANTERAS નો સાચો અર્થ:
D - ધન
H - હિંમત
A - ઐશ્વર્ય
N - નિધિ
T - તેજ
E - ઈજ્જત
R - રાજયોગ
A - આરોગ્ય
S - સફળતા.

આપને અને આપના પરિવારને ધનતેરસની હાર્દિક શુભેચ્છાઓ! 💐

તમને અને તમારા સપૂર્ણ પરિવારને ધનતેરસની ખૂબ ખૂબ શુભેચ્છા.

ભગવાન ધન્વંતરિ આપ સૌને ઉત્તમ આરોગ્ય અર્પે અને દિવસ-રાત તમારા વેપાર-ધંધામાં ઉત્તરોત્તર પ્રગતિ થાય તેવી અભ્યર્થના. 📈

લક્ષ્મીમાતા તમારા પર ધન, સમૃદ્ધિ અને શાંતિની કૃપા વરસાવે.
આપને ધનતેરસની હાર્દિક શુભેચ્છાઓ...

ૐ હ્રીઁ શ્રીઁ મહાલક્ષ્મ્યૈ નમઃ।
ઓમ્ શ્રીં હ્રીં શ્રીં કમલે કમલાલયે
પ્રસીદ પ્રસીદ શ્રીં હ્રીં શ્રીં મહાલક્ષ્મ્યૈ નમ: ll

શુભ વિચારો અને કર્મો થકી આપના પરિવારમાં માં 'લક્ષ્મી" અને ધન અધિપતિ 'કુબેર' નો સદાય વાસ રહે..

ધનતેરસની અનંત શુભેચ્છાઓ.

ધનતેરસ ફની મેસેજ અને જોક્સ | Funny Dhanteras Wishes & Comedy SMS in Gujarati

😂 ફક્ત મેસેજ થી જ નહીં પરંતુ,
આપ સહુ મને Phone pe, Paytm અથવા Google pay કરી ને પણ "ધનતેરસ" ની શુભકામનાઓ પાઠવી શકો છો...

ધનતેરસ ની શુભેચ્છાઓ..💐

ધનતેરસ ની શુભકામનાઓ.

" શુભ ધનતેરસ "
Income tax દરોડા પડે એટલા રૂપિયા તમારાં ઘરમાં આવે 😜

માતા લક્ષ્મી તમને એટલુ ધન આપે કે તમે Confuse....
થઈ જાવ કે ખાતું ખોલવું કે બેંક ? 😂😂😄

Happy Dhanteras.

તમારો મોબાઈલ નંબર 📞 તમારી પાસબુકમાં બેલેન્સ તરીકે છપાય એ જ ધનતેરસની શુભેચ્છા...😊😊🙏🙏😊😊

ધનતેરસ માટે શ્રેષ્ઠ Quotes | Happy Dhanteras 2026 quotes in Gujarati

ધનતેરસ એટલે ઘરમાં રહેલી લક્ષ્મીને માન આપવું, એનું સન્માન જાળવવું.

આ સંપત્તિ ભગવાનની છે, આ દ્રષ્ટિ જીવનમાં આવે તે લક્ષ્મી-પુજન.

વિકૃત માર્ગે વપરાય તે - અલક્ષ્મી
સ્વાર્થમાં વપરાય તે- વિત્ત
પરાર્થે વપરાય તે - લક્ષ્મી
પ્રભુ કાર્યર્થે વપરાય તે- મહાલક્ષ્મી

ધનતેરસની શુભેચ્છાઓ💐💐💐

હિન્દુ તહેવાર દિવાળીનાં પાવન પર્વનું બીજું ચરણ/બીજો દિવસ એટલે ધનતેરસ.
આજના પાવન દિવસે ધનવંતરી દેવની અને માઁ લક્ષ્મીજીની પૂજા-આરાધના કરવામાં આવે છે.
માઁ લક્ષ્મીજી અને ધનવંતરી દેવ આપને અને આપના પરિવારને સુખ, શાંતિ અને સમૃદ્ધિ અર્પે એવી પ્રાર્થના.

ધનતેરસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ!

ભગવાન ધન્વંતરી આપ સૌને સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રદાન કરે એવી ધનતેરસનાં શુભ દિવસે ઇચ્છા! આપ સર્વને ધનતેરસની શુભેચ્છાઓ.

ધનતેરસ શાયરી | Dhanteras 2026 Shayari in Gujarati

સોનાનો રથ, ચાંદની ની પાલખી,
બેસીને જેમાં માં લક્ષ્મી આવી,

આપવા તમને અને તમારા પૂરા પરિવારને ધનતેરસની વધાઈ.....🙏🏻🙏🏻

ધનતેરસ ની સૌને હાર્દિક શુભકામનાઓ.

આજથી તમારે ત્યાં...
ધનની 💸 વર્ષા થાય
માઁ લક્ષ્મીનું 👣 રહેઠાણ હોય,
સંકટનો ⚠️ નાશ થાય,
માથા પર પ્રગતીનો તાજ 👑 હોય.

🙏 શુભ ધનતેરસ 🙏

ધન છે લક્ષ્મીજીનું સ્વરૂપ,
કળશ કમળનું સુંદર રૂપ,
વૈભવ વિલાસે દીપી ઉઠે,
એ છે લક્ષ્મીજીનું સ્વરૂપ.

ધન કી બરસાત હો,
ખુશીયો કા આગમન હો,
આપકો જીવન કા હર સુખ પ્રાપ્ત હો,
માતા લક્ષ્મી કા આપકે ઘર વાસ હો.

🌸 ધનતેરસ ની શુભકામનાઓ 🌸

ધનતેરસ માં વધે તમારું ધન 💸💸💸💸,
માઁ લક્ષ્મી 👣 કરે ખુશ તમારુ મન,
કરું હું પ્રાર્થના 🙏 માઁ ને કે ના કયારેય દુઃખ આવે મારા મિત્રને.

🥳 શુભ ધનતેરસ 🥳

માથા પર માઁ લક્ષ્મીનો હાથ હોય,
ચારે બાજુ ધનનો વરસાદ હોય,
ખુશીઓથી ખીલી ઉઠે આપનો સંસાર,
અને સદા આખો પરિવાર સાથે હોય. 🙏


જો તમને અમારા ભેગા કરેલા શ્રેષ્ઠ ધનતેરસ ની શુભેચ્છાઓ સહ શુભકામના સંદેશ | Happy Dhanteras wishes text SMS in Gujarati language ગમે તો તમે અમને સારી comment કરી શકો છો તથા social Media જેવા કે Whatsapp, Facebook, Instagram, વગેરે... માં like & Share કરી શકો છો. તમારી like, Share & Comment અમને ખુબજ પ્રેરણા આપે છે.

ધનતેરસનું મહત્વ અને કથાઓ.

Happy Dhanteras Gujarati greeting image with Goddess Lakshmi blessings
Happy dhanteras wishes in Guajarati language
HD Image Download

આ તહેવાર દર વર્ષે કારતક માસના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસથી દિવાળીનો પાંચ દિવસનો તહેવાર શરૂ થાય છે. ભગવાન ધન્વંતરિનો જન્મ ત્રયોદશીના દિવસે થયો હતો તેથી આ તહેવારને ધનતેરસ કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન ધન્વંતરીની સાથે દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે.

હિન્દુ ભગવાન ધન્વંતરીને આયુર્વેદના પ્રચારક માનવામાં આવે છે. દિવાળીના તહેવારના બે દિવસ પહેલા તેમનો જન્મદિવસ મનાવવામાં આવે છે. એવું પણ કહેવામાં આવે છે કે કાર્તીક માસના કૃષ્ણપક્ષની ત્રયોદશી દરમિયાન ભગવાન ધન્વંતરિ એક અમૃત પાત્ર સાથે દરિયામાંથી નીકળ્યા હતાં.

ધનતેરસના તહેવારનો અદ્ભુત અર્થ છે. આ દિવસે ધન્વંતરિ કે જે આયુર્વેદ ના જનક છે તેમજ કુબેર કે જે સમૃદ્ધિના દેવ છે બન્ને ને એક સાથે પૂજીએ છીએ. એ કેટલું અર્થપૂર્ણ છે કે પહેલાં સ્વાસ્થ્ય અને પછી ધન... ધનના ઉપભોગ માટે તન અને મન બન્નેનું નિરોગી હોવું આવશ્યક છે.

ધનતેરસ 2026 એક પાવન તહેવાર છે, લક્ષ્મીજીના આશીર્વાદ માટે શુભકામનાઓ મોકલે છે. અહીં અમે તમારા માટે શ્રેષ્ઠ ગુજરાતી ધનતેરસ 2026 ની શુભકામનાઓ, SMS, Shayari અને quotes એકત્ર કર્યા છે, જે તમે તમારા મિત્ર અને પરિવાર સાથે વોટ્સએપ, ફેસબુક અથવા મેસેજ દ્વારા શેર કરી શકો છો.