નવરાત્રી 2025 માટેની શ્રેષ્ઠ ગુજરાતી શુભેચ્છાઓ | Navratri 2025 Wishes, Quotes, Status and SMS in Gujarati
નવરાત્રી 9 દિવસોનો મોટો તહેવાર છે જેમાં દેવી દુર્ગાની ખૂબ જ ઉત્સાહથી પૂજા કરવામાં આવે છે. નવરાત્રી એક સંસ્કૃત શબ્દ છે જેમાં 'નવ' એટલે નવ દિવસ અને 'રાત્રી' એટલે રાત જેમાં મા દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. નવરાત્રીનો તહેવાર મા અંબા એટલે કે માઁ દુર્ગાની ઉપાસનાનો તહેવાર કહેવાય છે.
>>🔱 ચૈત્રી નવરાત્રીની શુભકામના 🔱<<નવરાત્રિ ઉજવવા પાછળ ઘણી વાતો છે, જેમાંથી એક મહિષાસુર નામના રાક્ષસ સાથે સંબંધિત છે. મહિષાસુર નામનો રાક્ષસ હતો જેણે સૂર્ય, અગ્નિ, વાયુ અને વિવિધ દેવો પર હુમલો કર્યો અને તે બધાનું સિંહાસન છીનવી લીધું. તેથી, દેવોની હાકલ સાંભળીને, દેવી દુર્ગાએ મહિષાસુર સાથે લડવાનું શરૂ કર્યું, આ યુદ્ધ 9 દિવસ સુધી ચાલ્યું, અંતે મહિષાસુર નામના દુષ્ટનો પરાજય થયો.
આ પેજ ની અનુક્રમણિકા
Navratri wishes in Gujarati | નવરાત્રીની શુભકામના સંદેશ
![]() |
Happy Navratri status in Gujarati |
આવતીકાલથી પ્રારંભ થતી નવરાત્રીની આપ સૌને શુભકામનાઓ પાઠવું છું. 🙏
માઁ નવદુર્ગા આપ સૌના પરિવારમાં સુખ, સંપત્તિ, શાંતિ અને સમૃદ્ધી અર્પે એવી માઁ ના ચરણોમાં પ્રાર્થના 🙏 કરું છું…
યા દેવી સર્વ ભૂતેષુ માતૃ રૂપેણ સંસ્થિતા
નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ:
"નાનકડો એક દીપ 🪔 પ્રગટાવી તમસ ⚫ ની સાથે લડીએ,
જ્યોતથી જ્યોત જલે અગણિત ને સર્વત્ર અજવાળું 🪔 પાથરીએ."
આજથી પ્રારંભ થતી નવરાત્રી ની આપ સૌને શુભેચ્છા પાઠવું છું.
માઁ નવદુગાઁ સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સંપત્તિ અર્પે એજ માઁ ભગવતીના ચરણોમાં પ્રાર્થના... 🙏
🙏🚩🔱 જય માતાજી 🔱🚩🙏🏻
માઁ આદ્યશક્તિની ભક્તિ અને ઉપાસનાનાં મહાપર્વ "નવરાત્રી" 💃 ની આપ સૌને મંગલમય હાર્દિક શુભકામનાઓ. 💐
નવરાત્રીનાં નવરંગી દિવસ એટલે માઁ જગદંબાનાં નવ 9️⃣ સ્વરૂપ માઁ શૈલપુત્રી, માઁ બ્રહ્મચારીણી, માઁ ચંન્દ્રઘંટા, માઁ કુષ્માંડા, માઁ સ્કંદમાતા, માઁ કાત્યાયની, માઁ કાલરાત્રી, માઁ મહાગૌરી અને માઁ સિદ્ધિદાત્રીની પૂજા-અર્ચનાનાં પાવનકારી દિવસો.
આપ સૌનું જીવન સુખ, શાંતિ અને સમૃદ્ધિથી પરિપૂર્ણ બની રહે તેમજ માઁ નવદુર્ગાના આશીર્વાદ આપ અને આપના પરિવાર પર હંમેશા રહે એવી માઁ ના શ્રી ચરણોમાં અંતર મનથી પ્રાર્થના 🙏 કરું છું...
નવરાત્રીની આપ સૌને હૃદયપુર્વકની શુભકામનાઓ.
માતાજીની અસીમ કૃપા સદૈવ આપણા સૌ ઉપર વરસતી રહે અને અનિષ્ટરૂપી, વિઘ્નરૂપી, કુવિચારોરૂપી, કુકર્મોરૂપી દાનવોનો 😈 આપણા સૌના જીવનમાંથી નાશ કરીને માતાજી આપણને સૌને સદવિચારો, સદકર્મોની શક્તિ પ્રદાન કરે અને તે થકી આપણે સૌ સર્વ પ્રકારની શુદ્ધ સુખ-સમૃદ્ધિ, ઐશ્વર્ય, આનંદ અને આત્મસંતોષ પ્રાપ્તિ કરતાં રહીને તેનો સદઉપયોગ કરતાં રહીને જીવનને સાચા અર્થમાં સફળ બનાવીએ-બનાવી શકીએ તેવી જ નવરાત્રીના આજના પ્રથમ દિવસે ઈશ્વરને અંતઃકરણપુર્વકની પ્રાર્થના કરું છું. 🙏
🙏 Happy Navratri 🙏
Navratri First Day wishes in Gujarati for Goddess shailputri
માઁ દુર્ગાના પ્રથમ સ્વરૂપ માતા શૈલપુત્રીનું સ્વાગત કરીએ છીએ. તેમણે હાથમાં ત્રિશૂળ અને કમળ ધારણ કરેલું છે. તે શક્તિ, હિંમત અને સમર્પણનું પ્રતીક છે.
પ્રથમ નોરતું એટલે માતા શૈલપુત્રી ની ઉપાસના.
માતા શૈલપુત્રી સર્વે ભક્તોને ધન, ધાન્ય અને સૌભાગ્ય પ્રદાન કરે એજ માં ના ચરણોમાં પ્રાર્થના. 🙏
Navratri Second Day wishes in Gujarati for Goddess brahmacharini
માઁ દુર્ગાના દ્વિતીય સ્વરૂપ માતા વૈરાગ, સંયમ અને તપસ્યાની પ્રતિતી એટલે મા બ્રહ્મચારીણી.
માં નવદુર્ગા નું દ્વિતીય સ્વરૂપ માતા બ્રહ્મચારીણી અર્થાત તપનું આચરણ કરનાર માતા બ્રહ્મચારીણી આપણા જીવનમાં આંતરિક શાંતિ અને સલામતી આપે અને આપ સૌની મનોકામના પૂર્ણ કરે તેવી પ્રાર્થના.
નવરાત્રીના બીજા નોરતાની સૌને ખુબ ખુબ શુભકાનાઓ...
Navratri Third Day wishes in Gujarati for Goddess Chandraghanta
હિંદુ ધર્મનાં પૌરાણિક શાસ્ત્રોમાં દર્શાવ્યા પ્રમાણે ચન્દ્રઘંટા એ નવદુર્ગાનું ત્રીજું સ્વરૂપ છે. જેમના મસ્તક (ઘંટ) પર ચંદ્ર ધારણ કરેલો છે. વર્ણ સુવર્ણ જેવો છે. તેમને દશ ભુજાઓ છે જેમાં ખડગ, ધનુષ-બાણ વગેરે શસ્ત્રો ધારણ કરેલાં છે. તેમનું વાહન વાઘ છે.
નવરાત્રીના ત્રીજા દિવસે નવદુર્ગાનાં ચન્દ્રઘંટા સ્વરૂપનું પૂજન અર્ચન કરાય છે.
તેમની આરાધનાથી બધી વિપતિ્તઓનો નાશ થતો હોવાનું મનાય છે.
આપ સર્વેને નવરાત્રીના ત્રીજા દિવસની હાર્દિક શુભકામનાઓ. 💐
Navratri Fourth Day wishes in Gujarati for Goddess Kushmanda
નવરાત્રીના ચોથા નોરતે માઁ કુષ્માંડાના સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. ભુજાઓમાં કમંડળ, ધનુષ, બાણ, કમળ, અમૃતકુંભ, ચક્ર, ગદા અને સર્વસિદ્ધિ અને રિદ્ધિ પ્રદાન કરનાર જયમાળા ધારણ કરનાર માઁ નું કુષ્માંડા સ્વરૂપ રોગ, દુઃખ, શોક તથા ભય થી મુક્તિ કરાવનાર છે.
નવદુર્ગાના ચતુર્થ સ્વરૂપ માઁ કુષ્માંડા અર્થાત આખા વિશ્વને પોતાના ઉદરમાં સમાવેશ કરનારી માતા સૌના જીવનમાં રોગ અને શોકનો નાશ કરી બળ અને આયુષ્ય પ્રદાન કરી આપ સૌનાં જીવનમાં સૂર્ય સમાન તેજ પ્રદાન કરે અને સિદ્ધિનું વરદાન આપે એવી પ્રાર્થના!
Navratri Fifth Day wishes in Gujarati for Goddess Skandamata
નવદુર્ગાનું પાંચમું સ્વરૂપ એ માઁ સ્કંદમાતા. નિત્ય સિંહના આસાન પર વિરાજમાન ચાર ભુજા ધારી. તેમને ચાર ભુજાઓ છે, અને અન્ય એક હાથ ખોળામાં બાળ કાર્તિકેયને (દક્ષિણ ભારતમાં મુરૂગન સ્વામી) પકડેલા તથા બીજો હાથ વરદમુદ્રામાં છે. દેવી ક્યારેક કમળ પર બેઠેલાં પણ દર્શાવાય છે એટલે તેમને "પદ્માસના દેવી" પણ કહેવાય છે. હિન્દુ માન્યતાઓમાં સ્કંદમાતા સૂર્ય મંડળની અધિષ્ઠાત્રી દેવી છે.
"માઁ" દુર્ગાનાં પાંચમા સ્વરૂપ "માઁ" સ્કંદમાતાજીને વંદન કરું છું. માઁ સ્કંદમાતા ના આશિષથી સૌના જીવનમાંથી દુ:ખ, દરિદ્રતા, ભય, રોગ, અને સંતાપ દૂર થાય અને સુખ-શાંતિનો સંચાર થાય સૌનું રક્ષણ કરે એવી પ્રાર્થના.
Navratri Sixth Day wishes in Gujarati for Goddess Katyayani
હિંદુ ધર્મનાં પૌરાણિક શાસ્ત્રોમાં દર્શાવ્યા પ્રમાણે કાત્યાયની (ઋષિ કાત્યાયનની પુત્રી) એ નવદુર્ગાનું છઠ્ઠુ સ્વરૂપ છે. તેમને ચાર ભુજાઓ છે કમળ અને ચંદ્રહાસા નામક તલવાર ધારણ કરી છે. ત્રીજો અને ચોથો હાથ અભયમુદ્રા અને વરદમુદ્રામાં છે. તેમનું વાહન સિંહ છે. દેવી કાત્યાયનીને યુદ્ધની દેવી માનવામાં આવે છે, તેઓ સશક્તતા તથા નિર્ભયતાનું પ્રતિક છે, તેમની ઉપાસનાથી વિજય અને શક્તિની પ્રાપ્તિ થાય છે.
નવરાત્રીના છઠ્ઠા દિવસે માઁ દુર્ગાના છઠ્ઠા સ્વરૂપ જે પ્રબળ શક્તિનું પ્રતીક માઁ કાત્યાયની દરેક સંઘર્ષમાં વિજય પ્રાપ્ત કરાવે અને આત્મવિશ્વાસના આશીર્વાદ પ્રાપ્ત થાય તેમજ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ પ્રદાન કરનાર માઁ કાત્યાયની સૌનું કલ્યાણ કરે તેવી પ્રાર્થના.
Navratri Seventh Day wishes in Gujarati for Goddess Kalaratri
શારદીય નવરાત્રીના સાતમાં દિવસ શક્તિ સ્વરૂપ માઁ કાલરાત્રીની ઉપાસનાનો દિવસ છે. માઁ કાલરાત્રીએ શુભા-નિશુમ્ભ નામના અસુરોનો વધ કર્યો હતો. તેમને ચાર ભુજાઓ છે, તેમણે એક હાથમાં ખડગ અને બીજા હાથમાં તિક્ષણ લોહ અસ્ત્ર ધારણ કરેલું છે. ત્રીજો હાથ અભયમુદ્રા અને ચોથો હાથ વરદમુદ્રામાં છે. તેમનું વાહન ગદર્ભ છે. આ સ્વરૂપની ઉપાસના કરનારને અભ્ય પ્રાપ્ત થતું હોય અને તેમનું શુભ થતું હોય આ દેવી "શુભંકરી" તરીકે પણ ઓળખાય છે.
આશો સુદ સાતમાં નોરતા ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ નવરાત્રી ના સાતમાં દિવસે માઁ ભગવતીનું સાતમું સ્વરૂપ શત્રુઓનો વધ કરનારી, સુખ અને શાંતિની દાત્રી દેવી કાલરાત્રી માતા ને કોટી -કોટી નમન....
માઁ આપ સૌને સિધ્ધિ અને સમૃદ્ધિ અર્પે એજ પ્રાર્થના...
Navratri Eighth Day wishes in Gujarati for Goddess Mahagauri
પૌરાણિક શાસ્ત્રોમાં દર્શાવ્યા પ્રમાણે મહાગૌરી એ નવદુર્ગાનું આઠમુ સ્વરૂપ છે. તેમને ચાર ભુજાઓ છે, તેમણે એક હાથમાં ત્રિશુળ અને બીજા હાથમાં ડમરુ ધારણ કરેલું છે. ત્રીજો અને ચોથો હાથ અભયમુદ્રા અને વરદમુદ્રામાં છે. માં મહાગૌરી સૌની મનોકામના પૂર્ણ કરે. દેવી મહાગૌરીને શુદ્ધતા તથા પવિત્રતાનું પ્રતિક માનવામાં આવે છે, તેમનું સંપૂર્ણ સ્વરૂપ શ્વેત છે, તેઓ ભક્તોના જીવનમાં આવતી બાધાઓ અને નકારાત્મકતાને દૂર કરે છે.
આઠમું નોરતું એટલે અલૌકિક સિદ્ધિ પ્રદાન કરી અસંભવ ને સંભવ કરનાર માતા મહાગૌરીની આરાધનાનો દિવસ.માતા મહાગૌરી સર્વે ભક્તોને અલૌકિક સિદ્ધિ પ્રદાન કરી અસંભવ ને સંભવ કરે અને સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે અને આપણા સૌના પર માતાજી ના આશીર્વાદ હંમેશા બની હે એવી માં ના ચરણોમાં પ્રાર્થના.
Navratri Eighth Day wishes in Gujarati for Goddess Siddhidatri
પૌરાણિક શાસ્ત્રોમાં દર્શાવ્યા પ્રમાણે સિદ્ધિદાત્રી એ નવદુર્ગાનું નવમુ સ્વરૂપ છે. તેમને ચાર ભુજાઓ છે, તેમણે ગદા, ચક્ર, શંખ અને કમળ ધારણ કરેલ છે. તેમનું વાહન સિંહ છે પણ મહદાંશે તેઓને કમળ પર બિરાજમાન દર્શાવાય છે. દેવી સિદ્ધિદાત્રીને તમામ પ્રકારની સિદ્ધિઓની દાતા માનવામાં આવે છે, તેઓ ધ્યાન અને તપસ્યાનું પ્રતીક છે, તેમની પૂજાથી દરેક પ્રકારની મનોકામના પૂર્ણ થાય છે.
માતા સિદ્ધિદાત્રી ની આરાધના દ્વારા આપને અણિમા, ગરિમા, મહિમા, લધિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વ અને વશિત્વ એવી આઠેય સિદ્ધિ પ્રાપ્ત થાય તથા સૌને યશ, સિદ્ધિ અને નવનિધિ અર્પે તેવી અભ્યર્થના.
![]() |
Happy Navratri wishes in Guajarati language |
માઁ દુર્ગા તમને એની નવ ભુજાઓ 💪 વડે શક્તિ, બુદ્ધિ, ઐશ્વર્ય, સુખ, આરોગ્ય, શાંતિ, સફળતા, નિશ્ચિતતા અને સમૃદ્ધિ અર્પણ કરે તેમજ આપ સૌની મનોકામના પૂર્ણ કરે એવી પ્રાર્થના. 🙏
🥢 નવરાત્રીની હાર્દિક શુભેચ્છાઓ 🥢
લાલ રંગથી શણગારેલો માતાનો દરબાર,
આનંદિત થયું મન, ખીલી ઉઠ્યો સંસાર, |
નાના નાના પગલાંથી માતા આવે તમારે દ્વાર.
તમને અને તમારા પરિવારને નવરાત્રીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ... | જય માતાજી
મા તું તેજનો અંબાર, મા તું ગુણનો ભંડાર
મા તું દર્શન દેશે તો, થાશે આનંદ અપાર
ભવો ભવનો આધાર, દયા દાખવી દાતાર
કૃપા કરજે અમ રંક, પર થોડી લગાર
નવલી નવરાત્રીની સર્વે મિત્રો ને ખુબ ખુબ શુભેચ્છાઓ. 💐
આજ થી શરૂ થતા માઁ આધ્યાશક્તિના આરાધનાનું પર્વ એટલે નવરાત્રી 💃.
માઁ આધ્યાશક્તિ આપને સુખ, સંપતિ અને વૈભવ આપે અને ભક્તિની શક્તિ આપે એવી પ્રાર્થના 🙏 સાથે આપ સૌને અને આપના પરિવાર ને નવરાત્રી ની હાર્દિક શુભકામનાઓ... 💐
HD Image Downloadયા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા,
નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ
આજથી પ્રારંભ થતા હિન્દુ નવ વર્ષ 📅 વિક્રમ સવંત ૨૦૮૦ અને માઁ જગદંબાની આરાધના નું પર્વ નવરાત્રીની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ. 💐
માઁ નવદુર્ગા આપ સૌના પરિવારમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને દીર્ઘાયુ જીવન અર્પે એવી માઁ ના ચરણોમાં પ્રાર્થના..!!! 🙏
આસમાની રંગની ચૂંદડી રે માની ચૂંદડી લહેરાય
ચૂંદડીમાં ચમકે ચાંદલા રે માની ચૂંદડી લહેરાય
નવરંગે રંગી ચૂંદડી રે માની ચૂંદડી લહેરાય.
માઁ જગદંબા ના આરાધના પર્વ નવરાત્રીની આપ સૌ મિત્રોને હાર્દિક શુભકામનાઓ… 💐
કુમકુમના પગલાં 👣 પડ્યાં,
માડીના હેત ઢળ્યાં,
જોવા લોક ટોળે વળ્યાં રે…
માડી તારા આવવાના એંધાણ થયાં.
માઁ ભવાની, માઁ જગદંબા તમને અને તમારા પરિવાર ને સદાય હસતા અને ખુશ રાખે તેવી પ્રાર્થના… 🙏
|| જય માતાજી ||
🥢 નવરાત્રીની હાર્દિક શુભકામનાઓ 🥢
"માઁ" એ ગરબો 🪔 કોરાવ્યો ગગન ગોખમાં રે,
સજી સોળ રે શણગાર 🥻...
મેલી દિવડા 🪔 કેરી હાર...
"માઁ" એ ગરબો 🪔 કોરાવ્યો ગગન ગોખમાં રે...
🙏 દર્શને સિદ્ધિ, ચરણે તૃપ્તિ, શરણે મુક્તિ 🙏
આજ થી પ્રારંભ થતી નવરાત્રી ની આપ સૌને મારા અને મારા તરફથી શુભેચ્છા પાઠવું છું.
દુર્ગા માતા ને વિનંતી 🙏 કરુ છુ કે…
આપના જીવન માં સુખ-શાંતિથી છલ્કાવી દે અને
આપની દરેક ઈચ્છાઓ જલ્દી થી પૂર્ણ કરી દે.
🪔 નવરાત્રી પર્વની હાર્દિક શુભકામના 🪔
सर्व मंगल मांगल्ये, शिवे सर्वार्थ साधिके
शरण्ये त्र्यम्बके गौरी, नारायणी नमोस्तुते।।
આજ થી શરૂ થતાં નવરાત્રી પર્વની આપ સૌને હાર્દિક શુભકામના… 💐
માઁ અંબાના અખંડ આશીર્વાદ આપ સૌ પર અને આપના પરિવાર પર બની રહે… એવી મારી શુભકામના. 💐
આપ સર્વ ને ખૂબ ખૂબ શુભ નવરાત્રીની શુભકામના.
આ નવરાત્રી 🥢 ઉત્સવ ની જેમ આપનું જીવન પણ... સુખોથી છલકી જાય એવી માતાજી ને પ્રાર્થના. 🙏
માં અંબે સૌનું ભલું કરે...
નવરાત્રી પર્વ ની આપને ઢેરો શુભ-કામના. 🎉
🥢 હેપ્પી નવરાત્રી 🥢
Happy Navratri SMS in Gujarati
![]() |
Navratri shubhechha (નવરાત્રી શુભેચ્છા) in Guajarati |
જય માતાજી નો અર્થ:
👉 જ. : જનની-માતા
👉 ય. : યશોદા જેવી મમતા વાળી
👉 મા. : મારે તોય તુ
👉 તા. : તારે તોય તુ
👉 જી. : જીવાડે તોય તુ
આમ જયમાતાજી નો અર્થ જનની યશોદા જેવી, મારે તોય તુ, તારે તોય તુ, જીવાડે તોય તુ
નવરાત્રીની તમને તથા તમારા પરિવારને હાદિઁક શુભકામનાઓ 😘
માઁ જગદંબા નો નોરતાનો શુભ દિવસ અને આદ્યશક્તિની આરાધના કરનારા તમામ ભક્તોનો સોનાનો સુરજ 🌞 ઉગે તેવી શુભકામનાઓ સાથે પ્રારંભ થતાં નવલા નોરતાની સર્વેમાં આદ્યશક્તિના ભક્તોને નવરાત્રીની શુભકામનાઓ... 🙏
શુ તાકાત છે તારા શરણો માઁ...
જેટલો ઝૂકી જવ તો...
એટલો આગળ જરૂર વધુ છુ... માઁ!!!
🥢 નવરાત્રીની ખુબ ખુબ શુભેચ્છા 🥢
માઁ જગત જનની જગદંબા, માઁ નવદુર્ગા તમારા પરિવારની રક્ષા કરે અને તમામ સુખ, ધન, ધાન્ય, અને તમારા જીવનમાં શક્તિ પૂરી પાડે
અન્નપૂર્ણા 🍲 સ્વરૂપ... શક્તિ અને ભોજન ન ખૂટવા દે
આશાપુરા 🙏 સ્વરૂપ... તમારી આશાઓ પૂરી કરે
રુડે ગરબે રમે છે દેવી અંબિકા રે... 🥢
માઁ દુર્ગા સૌને બળ, બુદ્ધિ, એશ્વર્ય, સુખ, આરોગ્ય, શાંતિ, ખ્યાતિ, નિર્ભયતા, સમૃદ્ધિ પ્રદાન કરે એવી "નવરાત્રી" ઉત્સવ નિમિત્ત બધાને મંગલમય શુભેચ્છા.
નવરાત્રી મહોત્સવ 2025 ની આપ સૌને ખુબ ખુબ શુભકામના. 💐
માતાની શક્તિ નોં વાસ રહે,
મુશ્કેલીઓનો અંત આવે,
દરેક ઘરમાં સુખ-શાંતિ રહે.
જય માતા દી.
નવરાત્રી એટલે નવરાતનો મોટો તહેવાર.
દરેક રાત તમારા માટે સકારાત્મકતા, સમૃદ્ધિ અને સફળતાની નવી લહેર લાવે.
ચાલો એ જ ઉત્સાહ અને સમર્પણ સાથે આપણા કાર્ય સ્થળને પ્રકાશિત કરીએ .રંગીન અને આનંદદાયક નવરાત્રી ની ઉજવણી
નવરાત્રીની હાર્દિક શુભેચ્છા
અંબા માતાના નવ સ્વરૂપો તમને કીર્તિ, ખ્યાતિ, આરોગ્ય, સંપત્તિ, શિક્ષણ, સુખ, સમૃદ્ધિ, ભક્તિ અને શાંતિ આપે.
![]() |
Happy Navratri wishes in Gujarati with Images |
Happy Navratri Status text SMS in Gujarati
શિવને શકિત મારી અખંડ ભક્તિ,
સમરુ માત ભવાની રે...હા....
બધા મિત્રોને નવલી નવરાત્રીની શુભકામનાઓ તથા નવરાત્રીના નવ નોરતા આપ સહુના માટે મંગલમય બની રહે એવી પ્રાર્થના... 🙏
નવરાત્રી ની આપ સૌને મારા અને મારા પરિવાર તરફથી શુભેચ્છા પાઠવું છું. 💐
માઁ નવ દુર્ગા, માઁ અંબા આપ સૌના પરિવારમાં સુખ, શાંતિ, સમૃધ્ધિ, સંપત્તિ અને સંસ્કાર અર્પે એજ માઁ ભગવતી, માઁ દુર્ગા, જગત જનની માઁ જગદંબાના ચરણોમાં વંદન સહ પ્રાર્થના. 🙏
💐 નવરાત્રીની હાર્દિક શુભકામનાઓ 💐
આખા વિશ્વની રક્ષા કરે છે માઁ,
મન ની શાંતિ આપે છે માઁ,
અમારી ભક્તિ ને સાંભળે છે માઁ,
અમારા બધા ની રક્ષા કરે છે માઁ ..
બધા ને હેપ્પી નવરાત્રી !!🙏🏻
મારા અને મારા પરીવાર તરફથી તમને અને તમારા પરીવાર ને નવરાત્રી ની ખૂબ ખૂબ શુભકામના. 🎉
આદ્યશક્તિ માઁ જગદંબા તમને જાજુ આપે અને…
તમારી દરેક ઈચ્છા પુરી થાય તેવી માઁ ચામુંડા ના ચરણો મા પ્રાર્થના..!! 🙏
આજે નવરાત્રી મહોત્સવ નો પ્રારંભ થઇ રહ્યો છે આપ સહુ ને નવરાત્રીની ખૂબ ખૂબ શુભકામનાઓ. 🎉
આનંદ 😊 સદાય બની રહે
તન મન ધન થી... માઁ ના ગુણલા 👏🏼 ગાઈયે
નિત નિત નૂતન માઁ ના દર્શન 🙏 થાય
અજ્ઞાન રૂપી અંધારા ટળે
જ્ઞાન રુપી અજવાળાં 🔆 થાય
ત્રિવિધ તાપ મટી જાય
જય હો માઁ સૌનું મંગલ કરજો
સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાથ સાધિકે ।
શરણ્યે ત્ર્યબકે ગૌરી નારાયણીં નમોસ્તુતે ।।
Happy Navratri Shayari text SMS in Gujarati
કેસરીયો રંગ રે લાગ્યો લ્યા ગરબા,
કેસરીયો રંગ તને લાગ્યો રે લોલ.
આજથી પ્રારંભ થતી નવરાત્રી ની આપ સૌને શુભેચ્છા પાઠવું છું. 🎉
માઁ નવ દુર્ગા આપ સૌના પરિવારમાં સુખ, શાંતિ, સમૃધ્ધિ, સંપત્તિ અર્પે એજ માં ભગવતી ના ચરણોમાં પ્રાથના... 🙏
🪔 || જય માતાજી || 🪔
તારા વિના શ્યામ મને એકલડું લાગે,
રાસ 🥢 રમવાને વહેલો આવજે...
ગરબે ઘુમતી ગોપીયો 💃,
સુની છે ગોકુલ ને શેરિયો 🏞...
સુની સુની શેરિયો માં ગોકુલ ની ગલિયો માં,
રાસ 🥢 રમવાને વહેલો આવજે...
નવરાત્રી 🥢 ની તૈયારી કરવા મંડો
"મોતી વેરાણા ચોકમાં આવ્યા અંબેમાં,
ચોકમાં ઝગમગ થાય આવ્યા અંબેમાં."
🙏 Happy Navratri 🙏
ઘુઘરા નાં ઝંકાર, તાળીઓ ના સાથ,
ધરરર ધરરર ધરણી ધ્રુજાવશે, છુટા એ કેશ મેલી,
અલબેલા વેશ સજી, માડી મારી રૂમઝૂમતી આવશે.
આપ સૌને નવરાત્રીની ખુબ ખુબ હાર્દિક શુભકામનાઓ. 🙏🏼
🙏🏼💐જય માતા દી 💐🙏🏼
નવરાત્રી quotes in gujarati
સ્ત્રીના શક્તિ સ્વરૂપની પૂજા એ આપણી સંસ્કૃતિમાં સ્ત્રી પ્રત્યેનું સન્માન છે. એ સન્માન જાળવી રાખીએ એવા સંકલ્પ સાથે...
સૌને નવરાત્રીની શુભકામનાઓ. 🎉
માઁ આદ્યશક્તિ સૌને સુખ, શાંતિ,સમૃદ્ધિ અર્પે. 🙏
🥢 આપ સહુ ને નવરાત્રીની શુભકામના. 🥢
આસુરી શક્તિ પર દૈવી શક્તિ નો વિજય થયો હતો તેમ સાંપ્રત પરિસ્થિતિ માઁ નારી શક્તિ ને અસુરો નો વધ કરવા માં દુર્ગા શક્તિ આપીને સમર્થ બનાવે તેવી નવરાત્રી નિમિતે પ્રાર્થના. 🙏🙏
અંબા મા તારું દર્શન દુર્લભ,
દર્શનથી દુઃખ ભાંગે છે,
અરજ કરી માને શીશ નમાવું,
ધનભાગ્ય મારું આજે છે...🙏
આજ થી પ્રારંભ થતી નવરાત્રીની આપ સૌને મારા તરફથી શુભેચ્છા પાઠવું છું. 💐
બાળ તને પાયે લાગે, માં હૈયે હરખ ન માય,
શંખલપુર વાળી તું લાજ રાખજે, તારા બાળ દુઃખી ન થાય......🙏
આજ થી શરુ થતા માઁ નવદુર્ગા ના આરાધના પર્વ "ચૈત્રી નવરાત્રી"ની આપ સર્વોને ખુબ ખુબ હાર્દિક શુભકામનાઓ.
🙏 શુભ ચૈત્ર નવરાત્રી 🙏
નવરાત્રી ની વાત છે,
આખું જગ જાને છે એ કેટલી ખાસ છે,
રંગ મોરલા નો ઉતરે કેડિયા માં ને
ચણીયાચોડી માં જડેલા તારાઓ ની સોગાત છે,
મુખ મલકાઈ એવુ ગરબા ના સંગીત નુ જમાવત છે,
માં અંબે ની કૃપા ને " ચાંદલા ની જગમગથ છે"
الانضمام إلى المحادثة