Jagannath Rath Yatra Wishes, Quotes and Status in Gujarati | જગન્નાથ રથયાત્રાની શુભેચ્છાઓ: તમારા પ્રિયજનોને મોકલો આ સંદેશ
રથયાત્રા તે ભગવાન જગન્નાથ, બલદેવ અને સુભદ્રા સાથે સંકળાયેલો એક હિંદુ તહેવાર છે, જે ભારત ભરમાં ગુજરાતી પંચાંગ પ્રમાણે અષાઢ સુદ બીજને દિવસે મનાવવામાં આવે છે. ગુજરાતમાં સૌ પ્રથમ રથયાત્રા 1878 માં નીકળી હતી.
આ ઉત્સવ સાથે વિવિધ વાર્તાઓ જોડાયેલી છે, જેમાંથી કેટલીક નીચે મુજબ છે.
ભગવાન કૃષ્ણ અને બલરામના મામા કંસએ મથુરાને તેની હત્યા કરવા આમંત્રણ આપ્યું. કંસ અક્રુરને રથ સાથે ગોકુલ પાસે મોકલે છે. ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામ રથ પર બેસીને મથુરા જવા રવાના થયા. ભક્તો આ પ્રસ્થાન દિવસને રથયાત્રા તરીકે ઉજવે છે.
Jagannath Rath Yatra wishes in Gujarati | જગન્નાથ રથયાત્રાની શુભેચ્છાઓ
![]() |
| jagannath rath yatra wishes in gujarati |
અષાઢી બીજના પાવન પર્વ પર ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાની શુભકામના! 💐
📢 હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલ કી!
ભગવાન નવા રથમાં થશે બિરાજમાન
ઉમટશે ભક્તોનું ઘોડાપૂર
શહેરનાં રાજમાર્ગ પર નીકળશે નાથ
🚩 થઈ જાઓ તૈયાર જગતના નાથ આવશે તમારે દ્વાર 🚩
|| જય જગન્નાથજી! ||
🎡 આષાઢી સુદ બીજ 🎡
ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાની હાર્દિક શુભેચ્છા! 💐
ભગવાન શ્રી કૃષ્ણ બહેન સુભદ્રા તેમજ ભાઈ બલભદ્ર ને લઇ જગતનો નાથ જગન્નાથ નગરચર્યાએ નીકળશે.
સર્વે ભક્તોના દુઃખ હરવા તેમજ સુખ, શાંતિ, પ્રેમ અને ભાઈચારાની સદા ભાવના બની રહે તેવી પ્રાર્થના. 🙏
✨ કચ્છી માડુના નૂતન વર્ષના અભિનંદન ✨
આપ સર્વે ને નવા વર્ષ ની હાર્દિક શુભકામના... 🎉
🚩 ભગવાન જગન્નાથ રથયાત્રાની શુભકામનાઓ! 🙏
ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાની આ દિવ્ય રથયાત્રા ભક્તિ, સેવા અને સમર્પણનું પ્રતીક છે. આ તહેવાર માત્ર શ્રદ્ધાનો ઉત્સવ નથી, પરંતુ સામાજિક સંવાદિતા, જન કલ્યાણ અને ધર્મના માર્ગ પર ચાલવાની પ્રેરણા પણ આપે છે.
આ શુભ પ્રસંગે, હું ભગવાન જગન્નાથને પ્રાર્થના કરું છું કે તેમની કૃપા આપણને બધાને રાષ્ટ્ર નિર્માણ, સામાજિક એકતા અને જન કલ્યાણના માર્ગ પર મજબૂતીથી આગળ વધતા રાખે.
🙏 જય જગન્નાથ! 🙏
![]() |
| jagannath rath yatra wishes in gujarati |
Jagannath Rath Yatra Wishes: 🌊 જીવનરૂપી રથના તારણહાર...
રથયાત્રા ની સૌ મિત્રો ને શુભેચ્છાઓ... 💐
ભગવાન જગન્નાથ આપના જીવન રુપી રથ ને દુઃખ ના દરીયા પાર કરાવી આપને તેમજ આપના પરીવાર ને સુખ-સમૃદ્ધિ ના શિખર સર કરાવે તેવી ભગવાનના ચરણોમાં આજ ના શુભ દિવસે પ્રાર્થના... 🙏
💐 જય રણછોડ! 💐
Jagannath Rath Yatra Wishes:🕊️ એકતાનું પ્રતીક એટલે રથયાત્રા!
અષાઢી બીજ અને એકતાની પ્રતીક એવી "રથયાત્રા" ના શુભ દિનની અનેક શુભેચ્છાઓ. 🎉
ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજીની કૃપા આપ સૌ પર સદા સર્વદા બની રહે! 🙏🏻
|| જય રણછોડ! ||
આધ્યાત્મ સાથે અલૌકિક આનંદ...
પ્રભુ પ્રેમ અને શ્રદ્ધાની પરમ યાત્રા એટલે પ્રભુ શ્રી જગન્નાથની રથયાત્રા!
ભગવાન શ્રી જગન્નાથજી વિશ્વને સદાય શાંતિ, ભાઈચારો અને સુખાકારી અર્પે તેવી પ્રાર્થના. 🙏
✨ જય જય શ્રી જગન્નાથ! ✨
Jagannath Rath Yatra Status in Gujarati | જગન્નાથ રથયાત્રાના સ્ટેટ્સ
🛕 જય જગન્નાથ! 🛕
જય જગન્નાથ જેમનું... નામ છે,
પૂરી જેમનું... ધામ છે,
એવા ભગવાન શ્રી મહાપ્રભુને અમારા કોટિ-કોટિ પ્રણામ! 🙏
આષાઢી બીજ અને શ્રી જગન્નાથ રથયાત્રા ની હાર્દિક શુભકામના. 💐
🌧️ "કચ્છી વરસ નવું ઉજવે, વરસે ગગનગેબથી નીર,
જગન્નાથ રથયાત્રા કરે, સાથે સુભદ્રા બલભદ્ર વીર"
મહાપ્રભુ જગન્નાથના સહુ ભક્તોને હાર્દિક શુભકામનાઓ અને કચ્છી નૂતન વર્ષની હાર્દિક વધામણીઓ! 💐
🚩 જય જગન્નાથ! 🚩
🚩 || જય રણછોડ, માખણ ચોર || 🚩
અષાઢી બીજ અને ભગવાન જગન્નાથજી રથયાત્રા નિમિત્તે આપ સર્વેને હાર્દિક શુભકામનાઓ. 🎉
જગતના નાથ પ્રભુ જગન્નાથ સૌની રક્ષા કરે, જગતનું કલ્યાણ કરે તેમજ આપણા જીવન રથના સારથી બની ને સાચો રાહ ચિંધવે તેવી પ્રભુને પ્રાર્થના! 🙏
🙏 જય જગન્નાથ 🙏
નાથ નીકળે છે દર્શન દેવા...
આવ્યાં રૂડા અવસર એવાં,
જોડું હાથ, લાગું પાય, હે મારા નાથ...
નીકળી છે રથયાત્રા, બોલો જય જગન્નાથ!
આપ સૌને ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાના પાવન પર્વની હાર્દિક શુભકામનાઓ. 🎉
🌟 ચડ્યો ભક્તિનો રંગ, છલ્યો ઘટ-ઘટ ઉમંગ!
આવ્યા રથડે મારા જગતના નાથજી.
અષાઢી બીજ અને ભગવાન જગન્નાથજીની રથયાત્રા પાવન અવસરે સર્વને હાર્દિક શુભેચ્છા. 💐
🌍 મિત્રો અને કુટુંબીઓને ખૂબ જ મંગલમય રથયાત્રાની શુભેચ્છા! 🌟
રથયાત્રાના શુભ પ્રસંગે ભગવાન જગન્નાથ તમને વિશ્વના તમામ સુખ અને શાંતિ આપે તેવી મનોકામના. 🙏
![]() |
| Rath Yatra wishes in Gujarati |
Jagannath Rath Yatra Shayari in Gujarati | જગન્નાથ રથયાત્રાની શાયરી
🐘 "અવસર આનંદનો અષાઢી બીજે, દર્શન દેશે જગન્નાથજી રે...
રથ રાજવીને ઝૂલે રે હાથી, શોભે બલરામ સંગ સુભદ્રાજી રે..."
આજના શુભ દિવસે શ્રી જગન્નાથ ભગવાનના રથયાત્રા મહોત્સવની અને અષાઢી બીજની સર્વે ભક્તજનોને હાર્દિક શુભકામનાઓ! 🙏
🌘 મેઘલી મંડાણી રાત ને ઈ આકાશે ચડી બીજ,
વસુંધરાને મળવા આવ્યો રુદીયે રાખે નહીં ખીજ...
આષાઢી બીજનાં આ પાવન પર્વે ની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ!
🚩 રામ રામ... જય જગન્નાથ! 🚩
🛕 રથમાં બેસીને તમે આવજો હો નાથ, સહુની નજરને ઊતારજો...
સારા સમયને સાથ લાવજો હો નાથ, સંકટથી શ્હેરને ઊગારજો...
🙏🏻 જય શ્રી જગન્નાથ ! 🙏🏻
🚩 || જય રણછોડ, માખણ ચોર! || 🚩
માથે મુકુટ, મસ્તક પર તિલક ગળે કમળની 🌺 માળા સાથે દિવ્ય શૃંગારમાં નગરચર્યા માટે સજ્જ ભગવાન જગન્નાથના અલૌકિક દર્શન કરવાનો ઉત્સવ એટલે જગન્નાથ રથયાત્રા.
🌟 જય જગન્નાથ! 🌟
ગગન ગાજે ને મોરલા બોલે મીઠી ચમકે વીજ,
બારબીજ ના ધણીને વંદન કરીએ,
આતો આવી અષાઢી બીજ!
જગન્નાથ રથયાત્રા તેમજ અષાઢી બીજ ની હાર્દિક શુભકામનાઓ.
![]() |
| Jagannath Rath Yatra wishes in Gujarati |
કોટે મોર ટહુકિયા અને વાદળ ચમકી વીજ
મારા રુદા ને રાણો સાંભળ્યો હે એતો આવી અષાઢી બીજ.
અષાઢી બીજ ના પવિત્ર દિવસે શ્રી જગન્નાથ ભગવાન ની પવિત્ર રથયાત્રાની તમામ મિત્રો, વડીલો અને સ્નેહીજનો ને શુભેચ્છાઓ!
Jagannath Rath Yatra Quotes in Gujarati
મનનાં રથ ને માણસાઇની યાત્રા તરફ હાંકો, એ જ સાચી રથયાત્રા! 🙏🏻
🚩 || શુભ અષાઢી બીજ || 🚩
જય જગન્નાથ!
👁️ કોણ કહે છે કે ભગવાન નથી દુનિયામાં?
લાખો ની શ્રદ્ધા ને ખાતર જગતનો નાથ પોતે નીકળે છે નગરચર્યા પર... 🛕
શ્રી જગન્નાથ રથયાત્રા એ સનાતન સંસ્કૃતિનો દિવ્ય ઉત્સવ છે.
રથયાત્રાનો આ તહેવાર દરેકના જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ લાવે તેવી પ્રાર્થના. 🙏
જય જગન્નાથ, જય રણછોડ! 🚩
Kutch New Year Greeting in Kutchi Dialect Gujarati
અન્ન વધે, ધન વધે,
શાંતી વધે, હેત વધે,
વધે દયાભાવ, વધે મેણીજો સહયોગ,
હીજ અસાંજી શુભેચ્છા.
✨ કચ્છી નવા વર્ષ ની લખ લખ વધાઈ! ✨
🌙 અષાઢી બીજ મુબારક! 🌙




الانضمام إلى المحادثة