महाकाल भक्त इंस्टाग्राम बायोCopy Now!

તુલસી વિવાહ 2025 ની શુભકામનાઓ | Tulsi Vivah 2025 Wishes & Status in Gujarati

તુલસી વિવાહ 2025 શુભકામનાઓ! WhatsApp અને Instagram પર શેર કરો સુંદર સ્ટેટસ, શુભેચ્છા અને શાયરી. Beautiful Tulsi Vivah 2025 wishes, shayari in Gujarati

તુલસી વિવાહ કેમ કહેવાય છે? દર વર્ષે કારતક માસના સુદ પક્ષની અગિયારસે તુલસી વિવાહનો પર્વ ઉજવાય છે અને આ અગિયારસના દિવસે ધૂમધામથી તુલસીનો વિવાહ ભગવાન શાલીગ્રામ સાથે કરવામાં આવે છે.

પરંતુ શું તમે જાણો છો કે એક પત્ની લક્ષ્મીજી હોવા છતા આખરે કઈ પરિસ્થિતિઓમાં ભગવાન વિષ્ણુને તુલસી સાથે લગ્ન કરવા પડ્યા હતા. Tulsi vivah Wishes, Quotes, Status and Shayari in Gujarati, તુલસી વિવાહના શુભકામના સંદેશો: જો તમે ઘરે તુલસી વિવાહની પૂજા કરો છો તો તમારા નજીકના લોકોને આકર્ષક તુલસી વિવાહની શુભેચ્છાઓ મોકલો.

તુલસી વિવાહ 2025 શુભકામનાઓ ગુજરાતીમાં | Tulsi Vivah 2025 Wishes in Gujarati

tulsi vivah wishes in gujarati, tulsi vivah quotes in gujarati, tulsi vivah images in gujarati, tulsi vivah picture gujarati, tulsi vivah gujarati, tulsi vivah story in gujarati, tulsi vivah images gujarati
Tulsi Vivah Images in Gujarati
HD image Download

તુલસી વિવાહના પવિત્ર પર્વની આપ સૌને શુભેચ્છાઓ પાઠવું છું. 💐

આજના આ શુભ દિને માઁ તુલસી 🍃 અને ભગવાન વિષ્ણુની ઉપાસના કરી સમસ્ત માનવજાતનું કલ્યાણ થાય તેવી પ્રાર્થના 🙏🏻 કરીએ.

વૃન્દાયૈ તુલસીદેવ્યૈ પ્રિયાયૈ કેશવસ્ય ચ |
કૃષૃણભક્તિપ્રદે દેવિ, સત્યવત્યૈ નમો નમઃ ||

ભગવાન શ્રી વિષ્ણુ અને માઁ તુલસીની 🌱 કૃપા દ્રષ્ટી આપ સૌ પર સદાય બની રહે એવી મંગલકામના સહ સૌને તુલસી વિવાહની હાર્દિક શુભકામનાઓ. 🎉

તુલસી વિવાહની સૌને હાર્દિક શુભકામનાઓ 💐

તુલસી 🍃 એક સાધારણ છોડ જરૂર છે પરંતુ...
ભારતના લોકો માટે તે ગંગા-જમના 🏞️ જેવી પવિત્ર છે.
પૂજા સામગ્રીમાઁ તુલસીપત્ર 🌱 જરૂરી સમજવામાં આવે છે કહેવાય છે કે...
આના સિવાય ભગવાન સંતુષ્ટ થઈને પ્રસાદ ગ્રહણ કરતા નથી.

ભગવાન શ્રી વિષ્ણુ અને માઁ તુલસીની 🌱 કૃપાદ્રષ્ટી આપ સૌ પર સદાય બની રહે એવી મંગલકામના. 🙏🏻

સૌને તુલસી વિવાહની હાર્દિક શુભકામનાઓ 🎉

સર્વે લોકોને તુલસી વિવાહના પવિત્ર પર્વની હાર્દિક શુભકામનાઓ. 🎉

ભગવાન વિષ્ણુ અને માઁ તુલસી 🍃 સૌને સુખ, શાંતિ અને સમૃદ્ધિ અર્પે એજ તેમના શ્રી ચરણોમાં પ્રાર્થના. 🙏🏻

તુલસી વિવાહના પાવન પર્વની સર્વે લોકોને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. 💐

આજના આ પવિત્ર પર્વ નિમિત્તે ભગવાન વિષ્ણુ અને માઁ તુલસી 🍃 સૌની ઈચ્છા પરીપૂર્ણ કરી સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ અર્પે એજ પ્રાર્થના. 🙏🏻

महाप्रसाद जननी, सर्व सौभाग्यवर्धनी
आधी व्याधि हरा नित्यम, तुलसी त्वम नमोस्तुते।।

ભગવાન શ્રી વિષ્ણુ અને માઁ તુલસી 🌱 આપ સૌના મનોરથ પરિપૂર્ણ કરે તેવી મનોકામના સહ તુલસી વિવાહની હાર્દિક શુભકામનાઓ. 💐

આજના તુલસી વિવાહના પાવન દિવસે ભગવાન વિષ્ણુ અને માઁ તુલસી 🌱 આપની દરેક મનોકામનાઓ પૂર્ણ કરે અને જીવનમાં સુખ, સમૃદ્ધિનો સંચાર કરે એવી અંતઃકરણ પૂર્વકની શુભેચ્છાઓ. 💐

તુલસી વિવાહની આપ સૌને શુભેચ્છાઓ. 💐

ભારતીય સંસ્કૃતિમાં તુલસીનું 🍃 સ્થાન પવિત્ર અને મહત્વપૂર્ણ છે.
“તુલસી માતા” ની પૂજા કરીને, આ દિવસને તુલસી પૂજા દિવસ તરીકે ઉજવો, જેનાથી ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સાત્વિકતા વધે.

તુલસી વિવાહની હાર્દિક શુભેચ્છાઓ! 🎉

આપ સૌને તુલસી વિવાહ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. 🎉

આ તહેવાર તમારા બધાના જીવનમાં નવી ઉર્જા, સફળતા અને સુખ-સમૃદ્ધિ લઈને આવે એ જ અમારી પ્રાર્થના. 🙏🏻

મહાપ્રસાદ જનની, સર્વ સૌભાગ્યવર્ધની,
આધિ વ્યાધિ હરા નિત્યં,
તુલસી ત્વં નમોસ્તુતે..

માતા તુલસી 🍃 અને ભગવાન શાલિગ્રામના લગ્નોત્સવના શુભ અવસર પર ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજી તમારા પર પ્રસન્ન થાય અને તમે તુલસીની જેમ હંમેશા શુદ્ધ કલ્યાણકરી રહો એવી અમારી શુભેચ્છા

તુલસી વિવાહની હાર્દિક શુભકામના. 🎉

ભગવાન શ્રી વિષ્ણુ અને માઁ તુલસીની 🍃 કૃપા દ્રષ્ટી આપ સૌ પર સદાય બની રહે એવી મંગલકામના સહ સૌને તુલસી વિવાહની હાર્દિક શુભકામનાઓ 💐

તુલસી વિવાહ 2025 સ્ટેટસ | Tulsi Vivah 2025 Status for WhatsApp & Instagram

વૃંદાને વળાવો હવે, ગિરિઘરની એ માંગણી છે.
મન મુકીને સજે શણગાર, વૃંદાની પણ લાગણી છે!

તુલસી વિવાહ ના પાવન પર્વની હાર્દિક શુભકામનાઓ. 🎉

ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનાં આશિર્વાદ થકી સૌને સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય તેવી પ્રાર્થના. 🙏🏻

જે લગ્નમાં દેવતાઓ પણ સ્વર્ગમાંથી ઉતરી આવે છે,
એવા પવિત્ર તુલસી વિવાહની આપને અનેક શુભેચ્છાઓ... 💐

જય શ્રી કૃષ્ણ...💐🙏🏻💐
જય તુલસી માઁ...💐🙏🏻💐
જય શ્રી રામ...💐🙏🏻💐

દેવી તુલસી અને ભગવાન કૃષ્ણ તમને આ દુનિયાની બધી ખુશીઓ આપે.
સુખી દાંપત્ય જીવન સાથે આશીર્વાદ આપે તુલસી વિવાહની શુભેચ્છા.

તુલસી વિવાહ 2025 શાયરી | Tulsi Vivah 2025 Shayari Gujarati Collection

ભલે હોય પુરુષ ગમો ઍટલો શક્તિશાળી,
જીતી છે હંમેશા નારી...
કાન્હા તારા છપ્પન ભોગ પર,
ખાલી ઍક તુલસી ભારી...

તુલસી વિવાહ ની હાર્દિક શુભકામનાઓ.. 💐

માધવપુરનો માંડવો, આવે જાદવકુળની જાન;
પરણે તે રાણી રુક્મિણી, વર વાંછિત શ્રી ભગવાન…!

તુલસી વિવાહની હાર્દિક શુભેચ્છાઓ! 🎉

વૃંદાને વળાવો હવે, ગિરિઘરની એ માંગણી છે.
મન મુકીને સજે શણગાર, વૃંદાની પણ લાગણી છે!

તુલસીવિવાહ ની શુભકામના 💐

સમય રહ્યો ગણતરીનો ને હૈયું રહે નહિ હાથ,
વાગશે ઢોલને શરણાઈ ત્યારે પરણવા જાશે મારો દ્વારકાનો નાથ...!!

તુલસી વિવાહની શુભકામનાઓ 💐

"જે ઘરમાં તુલસીનો છોડ ☘️ હોય છે
તે ઘરમાં ખુશીઓ પ્રવર્તે છે"

તુલસી વિવાહ ની હાર્દિક શુભકામના... 🌿

જિસ આંગન મેં તુલસી માઁ 🌿 બિરાજમાન હે
વહ ઔર સ્વર્ગ સામન હે
સુખ પર સંપત્તિકા આગમન હોગા
શ્રી વિષ્ણુ ઓર માઁ તુલસી કા મિલન હોગા

તુલસી વિવાહની શુભકામનાઓ 🎉

સમય રહ્યો ગણતરીનો ને હૈયું રહે નહિ હાથ,
વાગશે ઢોલને શરણાઈ ત્યારે પરણવા જાશે
મારો દ્વારકાનો નાથ...!! 🛕

Tulsi Vivah Quotes in Gujarati

કૃષ્ણને પ્રત્યક્ષ પામવા માટે આંગણાની તુલસી 🍃 થઇ જવા જેટલી બહાદુરી જોઇએ.
કાં તો કૃષ્ણને પરોક્ષ પ્રેમ કરીને પામવા રાધા જેટલી ધીરજ જોઇએ...

તુલસીની જેમ આંગણામાં વવાઈ જવા જેટલું સમર્પણ હોય તો જ કૃષ્ણ મળે.

તુલસીવિવાહ નાં વધામણાં.✨

પ્રકૃતિ અને પરમાત્માના વિવાહની કલ્પના પણ બીજી કઈ સંસ્કૃતિમાં શક્ય છે?
તુલસી 🌱 માત્ર એક છોડ નથી આપણી ભારતીય સંસ્કૃતિની પ્રકૃતિ સાથે સહજીવનની પવિત્ર પરંપરાની સાક્ષી પણ છે.

પવિત્રત્તમ પર્વ તુલસી વિવાહની આપ સૌને હાર્દિક શુભકામનાઓ. 💐

તુલસી વિવાહ પાછળની કથા | Story Behind Tulsi Vivah in Gujarati

પૌરાણિક કથાઓ અનુસાર, જલંધર નામના શક્તિશાળી અસુરનો વિવાહ વૃંદા નામની એક કન્યા સાથે થયો હતો. વૃંદા ભગવાન વિષ્ણુની પરમ ભક્ત હતી. વૃંદાની ભક્તિ અને સતીત્વના બળ પર જલંધર અજેય બની ગયો. બધા દેવતા તેનાથી કંટાળી ચૂક્યા હતા. એકવાર તેણે પાર્વતી માતા પર કુદૃષ્ટિ નાખી તો ત્રિદેવોએ તેના વધની યોજના બનાવી. ભગવાન શિવે તેની સાથે યુદ્ધ કર્યુ જેમાં તેઓ હારી ગયા. બધા દેવતા દુ:ખી થઈને ભગવાન વિષ્ણુની શરણમાં પહોંચ્યા.

વિષ્ણુએ પોતાની માયાથી જલંધરનો રુપ ધારણ કરી લીધુ. ત્યારબાદ તેમણે વૃંદાના સતીત્વને ભંગ કરી નાખ્યું તો જલંધરની શક્તિ ધીરે-ધીરે ક્ષીણ થવા લાગી અને તે દેવતાઓ સાથેના યુદ્ધમાં મરણ પામ્યો. ત્યાં સુધી વૃંદા વિષ્ણુ ભગવાનના છળને સમજી ચૂકી હતી.

પતિના મોતથી દુ:ખી વૃંદાએ ભગવાન વિષ્ણુને પથ્થર બની જવાનો શ્રાપી આપી દીધો.દેવતાઓની વિનંતી અને માતા લક્ષ્મીની હાલત જોઈને વૃંદાએ પોતાનો શ્રાપ પાછો લઈ લીધો. પરંતુ ભગવાન વિષ્ણુ તેમના કર્યાનું પ્રાયશ્ચિત કરવા માગતા હતા.તેમણે વૃંદાના શ્રાપને જીવિત રાખવા માટે પોતાની જાતને એક શાલિગ્રામ સ્વરુપમાં પ્રકટ કર્યો જે શાલિગ્રામ કહેવાયું.

ભગવાન વિષ્ણુએ વૃંદાને કહ્યું હતું કે, ‘આવતા જન્મમાં તમે એક છોડ સ્વરુપે પ્રકટ થશો. જેનું નામ હશે તુલસી. તમે મને લક્ષ્મી કરતા વધારે પ્રિય હશો, તમારું સ્થાન મારા માથા પર રહેશે. આટલું જ નહીં હું તમારી વગર કોઈ જ પ્રકારનું વુંભોજન પણ નહીં કરું. તેથી જ ભગવાન વિષ્ણુ કે તેમના તમામ અવતારની પૂજાના પ્રસાદમાઁ તુલસી હોવી અનિવાર્ય છે.

મારા આ Tulsi vivah Wishes, Quotes, Status and Shayari in Gujarati | તુલસી વિવાહના શુભકામના સંદેશો ને Share કરવા બાદલ આભાર. જો તમને કોઈ પણ Image Download કરવામાં કઈ પણ તકલીફ પડે OR બીજી Image Download થતી હોય તો નીચે કરી જાણ કરી અમને મદદ કરી શકો છો. Thaks for your Support.