શું તમે તમારા જીવનમાં સફળતાના દરવાજા ખોલવા માટે પ્રેરણા શોધી રહ્યાં છો? આ Motivational Suvichar in Gujarati તમારી આંતરિક આગને પ્રજ્વલિત કરવાની ક્ષમતા ધરાવે છે અને તમને તમારા લક્ષ્યો અને સપનાઓને હાંસલ કરવા તરફ આગળ ધપાવવામાં મદદ કરશે. ભલે તમે તમારી કારકિર્દીમાં અડચણોનો સામનો કરી રહ્યાં હોવ અથવા તમારા અંગત જીવનમાં વધારો કરવાની જરૂર હોય, આ સુવિચારમાં સમાવિષ્ટ સુવિચારો તમને તમારા દ્રષ્ટિકોણને બદલવામાં અને અવરોધોને દૂર કરવાની શક્તિ શોધવામાં મદદ કરશે.
motivational suvichar in gujarati Language
Motivational or inspirational suvichar in Gujarati Language |
મહેનત નો નશો કરો, બીમારી સફળતાની થશે.
હંમેશા મહેનત કરતાં જ રહો કા તો જીત મળશે કા તો જીતવાની રીત મળશે ..
જીંદગીમાં કોઈ વસ્તુ નો અંત નથી હોતો,
હંમેશા નવી શરૂઆત તમારી રાહ જોતી હોઈ છે.
નિયમ જ્યારે નિશ્ચય બની જાય... માણસ ત્યારે સફળ બની જાય....!!
જિંદગીમાં ક્યારેય ગભરાશો નહીં.
દૂધ ફાટવાથી એ લોકો જ ગભરાય છે,
જેને પનીર બનાવતા નથી આવડતું.
જીવનમાં તમારી પાસે કંઇ જ બચ્યું ના હોય ત્યારે પણ ભવિષ્ય તો બાકી જ હોય છે.
નિયમ જ્યારે નિશ્ચય બની જાય...
જીવન ત્યારે સફળ બની જાય.
ભાગ્યને બીજી પેઢી નથી હોતી અને...
પુરુષાર્થને આખો વંશવેલો હોય છે.
જીવનમાં એટલો સંઘર્ષ તો કરી લેવો કે આપણા બાળકનો આત્મવિશ્વાસ વધારવા માટે કોઈ બીજાના દાખલા ના આપવા પડે.
માર્ગદર્શન સાચું હોય તો દીવા નો પ્રકાશ પણ સૂર્ય જેવું કામ કરી જાય છે.
આળસથી કટાઈ જવા કરતાં મહેનતથી ઘસાઈ જવું વધુ સારું છે.
પરિશ્રમ આપણને ત્રણ આફતોથી ઉગારે છે: કંટાળો, કુટેવ અને જરૂરિયાત.
ફકત એ જ આળસુ નથી જે કંઈ જ નથી કરતો
આળસુ તો એ પણ છે જે વધુ સારું કામ કરી શકે છે, પણ કરતો નથી.
સફળતા ક્યારેય કાયમી હોતી નથી, નિષ્ફળતા માટે પણ આ જ વાત લાગુ પડે છે.
પરિણામ મધ 🍯 જવું મીઠું જોઈતું હોય તો મધમાખી 🐝 ની જેમ સંપી ને રહેવું પડે
સફળતાના કપડાં તૈયાર નથી મળતા એને સીવવા માટે મહેનતનો દોરો જોઈએ છે
પુસ્તકો રોજ નથી લખાતા છાપા રોજ છપાય છે, એટલે જ એક કબાટમાં સચવાય છે અને બીજું પસ્તીમાં વેચાય છે.
જો તમે કોઈ વાતને સરળ રીતે અને ટુંકમાં સમજાવી શકતા નથી, તો એટલું જ સમજવું કે તમે પોતે જ એ વાત સમજ્યા નથી.
કદાચ નાપાસ થશો તો ચાલશે પણ...
નાસીપાસ થશો એ નહીં ચાલે
આંખો બંધ કરવાથી મુસીબત જતી નથી અને
મુસીબત આવ્યા વિના આંખ ખુલતી નથી.
કુંડામાં રહીને વટવૃક્ષ ના બની શકાય,
મોટું થવું હોય તો જમીનમાં ઉતરવું પડે.
તમારા સપનાની ઉડાન કોઈ બીજાને પૂછીને ના ભરો
દુનિયામાં એક જ વસ્તુ recycle નથી થતી.
એ છે વેડફેલો સમય.
પરિશ્રમ આપણને ત્રણ આફતોમાંથી ઉગારે છે.
કંટાળો, કુટેવ અને જરૂરીયાત.
શરૂઆત ગમે ત્યાંથી થઈ શકે, બસ ઈરાદાઓ મજબૂત હોવા જોઈએ
તક માત્ર બારણું ખખડાવે છે, ખોલવા તો આપણે જ ઉભા થવું પડે છે.
જો તમે હાથ પર હાથ રાખીને સારો સમય આવે તેની રાહ જોતા હોય તો સારો સમય પણ પગ પર પગ મૂકી ને તમારી મહેનતની રાહ જોતો હોય છે
શક્ય અને અશક્ય વચ્ચેનું અંતર વ્યક્તિ ના વિચાર અને પ્રયત્નો પર આધારિત હોય છે
લોકો તમારી દયા એમ જ ખાશે, ઈર્ષા તમારે કમાવવી પડશે.
શરૂઆત ગમે ત્યાંથી થઈ શકે, બસ ઈરાદાઓ મજબૂત હોવા જોઈએ
ખરાબ સમયમાં સમજદાર વ્યક્તિ રસ્તો શોધે છે અને કમજોર વ્યકિત બહાનું.
લાયક થવુ હોય તો પ્રયત્નો તો કરવા જ પડે,
બાકી ઉંમરલાયક તો બાંકડે બેઠાં બેઠાં પણ થઈ જવાય.
બધું ભૂલીને આગળ વધતા રહો,
દુનિયા તમારી સામુ આંગળી ચીંધવા જ ઊભી છે...
કેટલા ને જવાબ આપશો..!!💯❤️🃏
જો તમને અમારા ભેગા કરેલા શ્રેષ્ઠ Powerful Motivational Suvichar in Gujarati to Inspire Success | મોટીવેશન સુવિચાર કે જે પ્રખ્યાત આધ્યાત્મિક નેતાઓથી લઈને પ્રભાવશાળી વિચારકો સુધી, ગુજરાતી ભાષામાં સુવિચારનો આ સશક્તિકરણ સંગ્રહ તમને પ્રેરિત અને કોઈપણ પડકારનો સામનો કરવા માટે તૈયાર અનુભવ કરાવશે.